અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર, જાણો શું છે કારણ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર, જાણો શું છે કારણ
Donald Trump (File Image)

અમેરિકી સંસદ પર સમર્થકોની હિંસાના આરોપમાં ઘેરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. એક બાજુ અમેરિકી સાંસદ એમના કાર્યકાળના બાકી રહેલા દિવસો પહેલા જ એમને પદ પરથી હાંકી કાઢવા તૈયાર થયા છે

Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Jan 08, 2021 | 6:03 PM

અમેરિકી સંસદ પર સમર્થકોની હિંસાના આરોપમાં ઘેરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. એક બાજુ અમેરિકી સાંસદ એમના કાર્યકાળના બાકી રહેલા દિવસો પહેલા જ એમને પદ પરથી હાંકી કાઢવા તૈયાર થયા છે તો બીજી બાજુ ઈરાકની કોર્ટે પણ ગયા વર્ષે એક ઈરાની જનરલ અને એક પ્રભાવશાળી ઈરાકી મિલિશિયા નેતાની હત્યાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ઈરાન પણ આ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ વોરંટ જાહેર કરી ચૂક્યું છે. એટલું જ નહી, એમણે આધિકારિક રીતે ઈન્ટરપોલ પાસે ટ્રમ્પની ધરપકડ માટે મદદ પણ માંગી છે.

ગયા વર્ષે અમેરિકી હુમલામાં સુલેમાની અને મુહંદીસના થયા હતા મૃત્યુ

ઈરાને પોતાના ચીફ જનરલ કાસીમ સુલેમાનીની હત્યા માટે એક વર્ષ બાદ ફરી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈન્ટરપોલ પાસે ટ્રમ્પની ધરપકડ માટે મદદ માંગી છે. ઈરાને ઈન્ટરપોલ સામે આગ્રહ કર્યો છે કે તેઓ ટ્રમ્પ સહીત 47 એમરિકી અધિકારીઓ સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરે. ઈરાને આની પહેલા જ જૂન મહિનામાં ઈન્ટરપોલને ટ્રમ્પ વિરૂદ્ધ નોટીસ જાહેર કરવાની અપીલ કરી હતી પણ ત્યારે ઈરાનની આ અપીલ ફગાવી દેવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિમીનલ કોર્ટમાં જવની તૈયારીમાં ઈરાન

ઈરાનના કાયદા વિભાગના પ્રવકતા ગુલામ હુસૈન ઈસ્માઈલીએ કહ્યું કે રિવોલ્યુશનરી ગાર્ડમાં ચીફ કમાન્ડર કાસીમ સુલેમાનીની હત્યા માટે અમેરિકી રાષ્ટ્રપતિ અને પેન્ટાગોનના કમાન્ડર વિરૂદ્ધ રેડ કોર્નર જાહેર થવી જોઈએ. આ માટે ઈન્ટરપોલમાં અપીલ કરવામાં આવી છે. અમે અમારા કમાન્ડરની હત્યામાં સંડોવાયેલા તમામ લોકોને સજા અપાવવા બાબતે ગંભીર છીએ. ઈરાને આ મામલે આંતરરાષ્ટ્રીય ક્રિમીનલ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. આ માટે 1,000 પાનાની ચાર્જશીટ પણ તૈયાર કરવામાં આવી છે.

શું ઈરાક સાથે પણ થશે અમેરિકાની દુશ્મનાવટ?

ઈરાકની કોર્ટના નિર્ણય બાદ આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકા પશ્ચિમ એશિયાના આ દેશમાંથી પોતાના અધિકારીઓને પાછા લઈ શકે છે. બગદાદ સ્થિત અમેરિકી દુતાવાસ પર ઈરાન સમર્થિત મિલિશિયા વારંવાર રોકેટનો મારો ચલાવી રહ્યું છે. બીજી બાજુ અમેરિકી સૈન્ય છાવણી કેમ્પ ડેવિડમાં પણ સુરક્ષા માટે અમેરિકાને બહુ મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં જ અમેરિકી દુતાવાસ પર બે વાર રોકેટ હુમલા થઈ ચૂક્યા છે. આવા વાતાવરણમાં અમેરિકાએ પણ આ દેશથી સૈન્ય અધિકારીઓ પાછા બોલાવવાનું મન બનાવી લીધું છે.

આ પણ વાંચો: Beant Singhનાં હત્યારાની સજા માફી અંગે સુપ્રીમની કેન્દ્રને ટકોર, કહ્યું 26 જાન્યુઆરી સુધી નિર્ણય લે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati