United States: ક્લીન એનર્જી માટે બાઈડન લાવ્યા 555 અરબ ડોલરનું બિલ, આ કારણે સંસદમાં જ અટક્યુ

બાઈડન સરકારે શુક્રવારે $2 ટ્રિલિયનનું ક્લાઈમેટ બિલ રજૂ કર્યું. તેમાંથી $555 બિલિયન ક્લીન એનર્જી માટે ફાળવવામાં આવ્યા છે. કેટલાક આ બિલનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક નેતાઓ તેનો વિરોધ પણ કરી રહ્યા છે.

United States: ક્લીન એનર્જી માટે બાઈડન લાવ્યા 555 અરબ ડોલરનું બિલ, આ કારણે સંસદમાં જ અટક્યુ
Joe Biden (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:56 PM

ક્લાઈમેટ ચેન્જ (Climate change)ના સંકટ વચ્ચે અમેરિકાની જો બાઈડેન (Joe Biden) સરકારે શુક્રવારે 2 ટ્રિલિયન ડોલરનું ક્લાઈમેટ બિલ (Climate bill) રજૂ કર્યું. તેમાંથી 555 બિલિયન ડોલર ક્લીન એનર્જી માટે ફાળવવામાં આવ્યા છે. બાઈડેન સરકારના ક્લીન એનર્જી (Clean Energy) પર ખર્ચવામાં આવનાર આ બજેટ માત્ર અમેરિકા જ નહીં, પરંતુ પડોશી દેશોને પણ અસર કરશે. એવું માનવામાં આવે છે કે આ બજેટ આગામી સમયમાં નક્કી કરશે કે ક્લાઈમેટ ચેન્જમાં સુધારો થાય છે કે વધુ ગંભીર બને છે.

અમેરિકાના હ્યુસ્ટન શહેરના મેયર સિલ્વેસ્ટર ટર્નરે બાઈડેન સરકારના આ બજેટનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આપણે જેવા જ એક તોફાનનો સામનો કરવાનું કામ પૂરું થાય છે તેવું જ બીજું તોફાન આવે છે. અમે છેલ્લા 6 વર્ષમાં આવા 5 તોફાનોનો સામનો કર્યો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

જો કે કેટલાક નેતાઓ એવા છે જેઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. સેનેટમાં વેસ્ટ વર્જિનિયાથી આવતા ડેમોક્રેટિક સાંસદ જો મંચીને બિલમાં કાપ મૂકવાની માંગ કરી છે. આ સાથે આ બિલમાં લાવવામાં આવેલા નિયમોને હળવા કરવાની પણ માંગ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ બિલ યુએસ સેનેટમાં પણ અટકી શકે છે.

ક્લાઈમેટ સાયન્ટિસ્ટ અને એનર્જી એનાલિસ્ટ ઝેકે હૉસફેધર (Zeke Hausfeather) કહે છે કે જો આ બિલ પાસ થઈ જશે તો 2030 સુધીમાં અમેરિકા દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકના 5% હાંસલ થઈ જશે. પરંતુ જો આ બિલ પસાર નહીં થાય તો આ દાયકાના અંત સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 20 ટકાથી વધુ વધારો થવાનો ભય પણ છે. તેઓ કહે છે કે અમેરિકાએ અન્ય દેશોને પોતાની સાથે જોડવાની જરૂર છે, પરંતુ આવું ત્યારે જ થઈ શકે જ્યારે અમેરિકા પોતે પહેલ કરે.

જેક હોસફેધર કહે છે કે ચીન વિશ્વમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરે છે. અમેરિકા બીજા નંબરે અને ભારત ત્રીજા નંબરે છે. ત્રણેય દેશોના ઉત્સર્જનને કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે અને તેની અસર પણ દેખાઈ રહી છે. ગ્લાસગોમાં બાંગ્લાદેશના આબોહવા વાટાઘાટકાર કમરૂલ ચૌધરી મક્કમ હતા કે યુએસ સહિત તમામ દેશોએ શક્ય તેટલી વહેલી તકે કડક પગલાં લેવા જોઈએ, જે સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરે છે.

ચૌધરીએ એમ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ક્લાઈમેટ ચેન્જ પર વધારે ધ્યાન આપ્યું નથી. તેમની સરકારમાં ઓબામા સરકાર દરમિયાન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપતો પ્રોજેક્ટ પણ બંધ થઈ ગયો હતો. ત્યારે ઉટાહથી રિપબ્લિકન તરફથી આવતા સેનેટર જોન કર્ટિસે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે ઉત્સર્જન કેવી રીતે ઘટાડી શકાય છે, પરંતુ આપણે તેના પર વ્યાપક ચર્ચા કરવાની જરૂર છે. હાલમાં આ બિલ યુએસ સેનેટમાં છે અને તેને પસાર કરવામાં ઘણા વિવાદો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ચીનને મોટો ઝટકો, પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન, CPEC વિરૂદ્ધ રસ્તાઓ પર ઉતર્યા લોકો

આ પણ વાંચો: Andhra Pradesh: ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ, અનેક જિલ્લામાં રેલવે અને રોડ રસ્તાઓનો સંપર્ક તૂટ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">