અમેરિકા સંસદમાં US સિટીઝનશીપ બિલ -2021 રજૂ કરવામાં આવ્યું. જો આ બિલ કાયદા સ્વરૂપે પસાર થઇ જાય છે તો અનેક ભારતીયોને ગ્રીન કાર્ડ બાબતે અઢળક લાભ થશે.
બાઇડન વહીવટીતંત્ર દ્વારા ગુરુવારે સંસદમાં US સિટીઝનશીપ બિલ -2021 રજૂ કરવામાં આવ્યું. જો આ બિલ કાયદા સ્વરૂપે પસાર થઇ જાય છે તો પછી રોજગાર આધારિત ગ્રીનકાર્ડ માટે દેશના બિન-રહેવાસીઓની સંખ્યા મર્યાદિત કરવાના અગાઉના પ્રતિબંધોને દૂર કરવામાં આવશે. આટલું જ નહીં એચ 1 બી વિઝા ધારકોના આશ્રિતોને પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતા હજારો ભારતીયોને પણ તેનો લાભ મળશે.
મૂળ ભારતીયને લાભ થશે
સંસદના બંને ગૃહોથી બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ જો બાયડેન દ્વારા હસ્તાક્ષર કરવાથી દસ્તાવેજો વિના રહેતા 1.1 મિલિયન લોકોને કાયદેસર થવાનો માર્ગ મોકળો થશે. ભારતીય આઇટી પ્રોફેશનલ્સ, જેઓ એક દાયકાથી વધુ સમયથી કાયદેસર થવાની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત તેઓ હજારોની સંખ્યામાં છે. જેમને આ બિલની જોગવાઈનો સૌથી વધુ લાભ મળશે.
કાયમી રહેવાની મંજૂરી
સેનેટર બોબ મેનેન્ડેઝ અને હાઉસ રિપ્રેઝેંટેટિવ્સ લિન્ડા સાંચેઝએ મીડિયાને જણાવ્યું હતું કે યુ.એસ. સિટિઝનશીપ લો -2021 એ ઇમિગ્રેશન રિફોર્મ માટે છે. આ મહત્વપૂર્ણ પગલા હેઠળ, 10 વર્ષથી વધુ સમયથી ગ્રીન કાર્ડની રાહ જોતા વ્યાવસાયિકોને કાયમી ધોરણે હમેશા સુધી રહેવાની મંજૂરી આપવામાં આવશે. 20 જાન્યુઆરીએ બાઈડેને શપથ લીધા બાદ આ ખરડો સંસદમાં મોકલવામાં આવ્યો હતો. આ અંતર્ગત બાકી રહેલ રોજગાર આધારિત વિઝાને મંજૂરી આપવામાં આવશે.
પ્રતીક્ષાનો સમય ઓછો થશે
દરેક દેશમાં વિઝા માટેની મર્યાદા પણ દૂર કરવામાં આવશે અને પ્રતીક્ષા સમય ઘટાડવામાં આવશે. આ બિલમાં યુ.એસ. યુનિવર્સિટીઓમાંથી એસ.ટી.એમ. વિષયની ડિગ્રી ધારકોને યુ.એસ.માં રહેવાની પણ જોગવાઈ છે.
ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ
નોંધનીય છે કે એસટીઇએમ (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) વિષયોની ડિગ્રી માટે અમેરિકન યુનિવર્સિટીઓમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ભારતના અભ્યાસ કરે છે. બંને ગૃહોમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે. જો કે, ઉપલા ગૃહમાં બિલ પસાર થાય તે માટે પક્ષને 10 રિપબ્લિકન સભ્યોના સમર્થનની જરૂર રહેશે. ડેમોક્રેટિક પાર્ટી અને વ્હાઇટ હાઉસના નેતૃત્વને આશા છે કે તેમને અમેરિકામાં વસતા લાખો બિન-નાગરિકોના હિત માટે જરૂરી સમર્થન મળશે.