અદભુત ઈતિહાસ: શું તમે જાણો છો આ દેશ વિશે? જે ઓળખાય છે મીની હિન્દુસ્તાન તરીકે?

અદભુત ઈતિહાસ: શું તમે જાણો છો આ દેશ વિશે? જે ઓળખાય છે મીની હિન્દુસ્તાન તરીકે?
Fiji Island

બહુ ઓછા લોકો જાણતા હશે કે વિશ્વમાં એક એવો પણ દેશ છે જેને મીની હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આજે તમને તેના ઈતિહાસ વિશે જણાવી દઈએ.

Gautam Prajapati

|

Apr 22, 2021 | 11:42 AM

આપણા દેશની સંસ્કૃતિ ખૂબ જ જૂની છે અને ખૂબ જ વિશેષ. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં એક અન્ય દેશ છે જેમાં હિન્દી બોલાય છે. આ દેશને મિની હિન્દુસ્તાન કહેવામાં આવે છે. આ સાથે ત્યાં દરેક ગલીમાં કેટલાક મંદિર પણ જોવા મળે છે, અને સાથે સાથે ઘણી મસ્જિદો પણ ત્યાં જોવા મળે છે. આ દેશ ભારતથી ખૂબ દૂર છે . સવાલ એ ઉભો થાય છે કે હિન્દી ભાષા અને હિન્દુ સંસ્કૃતિ આ દેશમાં કેવી રીતે પહોંચી?

તમને જણાવી દઈએ કે દક્ષિણ પેસિફિક મહાસાગરના (South Pacific Ocean) મેલાનેશિયામાં ભારતીય મૂળના લગભગ 37 ટકા લોકો રહે છે. આ લોકો સેંકડો વર્ષો પહેલા હિન્દુસ્તાન છોડીને મેલાનેશિયામાં સ્થાયી થયા હતા. આ જ કારણ છે કે અહીંની સત્તાવાર ભાષામાં હિન્દીનો પણ સમાવેશ થાય છે. આ દેશનું નામ ફીજી (Fiji) છે. ફીજીમાં લોકો માત્ર હિન્દી જ નથી બોલતા પરંતુ ત્યાના થિયેટરમાં બોલિવૂડ મૂવીઝ પણ ચાલે છે અને અહીંના લોકો ભારત જેવા ગીતો ગાતા હોય છે.

ખરેખર ફીજીને પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં સૌથી મોટું રાષ્ટ્ર માનવામાં આવે છે. ફીજીના લોકો ભારતની જેમ શેરડી તેમજ ડાંગર, ઘઉં અને મકાઈની લણણી કરે છે. જણાવી દઈએ કે બ્રિટને વર્ષ 1874 માં આ ટાપુને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું અને તેને વસાહત બનાવી હતી. જે બાદ કામદારોમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. બ્રિટિશ સરકારે કહ્યું હતું કે પાંચ વર્ષ પછી પોતાના દેશ જતા રહો અથવા તેઓએ નિયમો સાથેના કરાર સાથે કામ કરો. આવી સ્થિતિમાં મોટાભાગના મજૂરોએ કામ કરવું યોગ્ય માન્યું, પરંતુ પાછળથી તેઓ ભારત પાછા ન આવી શક્યા અને ફીજીના થઈને રહ્યા.

ટાપુઓના નિર્માણ માટે ફીજીને વિશેષ દેશ માનવામાં આવે છે ફીજીના મોટાભાગના ટાપુઓ જ્વાળામુખી વિસ્ફોટો દ્વારા 150 મિલિયન વર્ષો પહેલા રચાયા છે. આ સ્થાનનાં ઘણાં ટાપુઓ પર હજી પણ જ્વાળામુખી ફાટી નીકળે છે. મોટી સંખ્યામાં ભારતીયોને લીધે, આ દેશમાં ઘણા હિન્દુ મંદિરો છે. ફીજીમાં હિન્દી અખબારો સહિત વિવિધ મીડિયા સંસાધનો પણ છે.

આ પણ વાંચો: ચિંતાજનક: ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ પછી, હવે ભારતમાં કોરોનાના ત્રિપલ મ્યુટન્ટે વધારી ચિંતા

આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટની કેન્દ્રને ફટકાર: ‘હજારો લોકો મરી રહ્યા છે, ત્યારે સ્ટીલ પ્લાન્ટ ચલાવવા તમારી પ્રાથમિકતા?’

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati