બાંગ્લાદેશમાં હિંદુઓ પરની હિંસાની UNએ કરી નિંદા, કહ્યું કે દેશના બંધારણના મૂલ્યો વિરુદ્ધ હુમલા

સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીનો મેસેજ એ કારણોસર આવ્યો છે કે તાજેતરમાં સમાપ્ત થયેલી દુર્ગા પૂજા ઉજવણી દરમિયાન લઘુમતી હિન્દુઓને નિશાન બનાવી કોમી હિંસા થઈ છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પરની હિંસાની UNએ કરી નિંદા, કહ્યું કે દેશના બંધારણના મૂલ્યો વિરુદ્ધ હુમલા
File photo

સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશમાં (Bangladesh) હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની કડક શબ્દોમાં નિંદા કરી છે. યુએને કહ્યું કે, બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલા તેના બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોની વિરુદ્ધ છે. વડાપ્રધાન શેખ હસીનાની સરકારે ઘટનાઓની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવાની જરૂર છે. સપ્તાહના અંતમાં ઉત્તરીય રંગપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળવાના કારણે બાંગ્લાદેશમાં કોમી તણાવ બનેલો રહ્યો છે.

બાંગ્લાદેશમાં યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર મિયા સેપ્પોએ (Mia Seppo) જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર નફરતભર્યા ભાષણને કારણે તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલા બંધારણના મૂલ્યો વિરુદ્ધ છે અને તેને રોકવાની જરૂર છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે લઘુમતીઓની સલામતી અને નિષ્પક્ષ તપાસની ખાતરી કરો.

બાંગ્લાદેશને મજબૂત કરવા માટે આપણે બધાને હાથ મિલાવવા માટેની હાકલ કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિંસાએ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાએ પણ હિન્દુઓ પર થયેલા આ હુમલાની નિંદા કરી છે.

ઇસ્કોન સહિત તમામ સમુદાયના નેતાઓ સોમવારે સાંજે ઢાકામાં ભારતીય મિશનમાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ ડોરાઇસ્વામીને મળ્યા હતા. ઢાકા સ્થિત યુએનના ઉચ્ચ અધિકારીનો સંદેશ તાજેતરમાં સમાપ્ત થયેલી દુર્ગા પૂજા ઉજવણી દરમિયાન લઘુમતી હિન્દુઓને નિશાન બનાવતા કોમી હિંસાને કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રંગપુર જિલ્લાના પીરગંજમાં રવિવારે રાત્રે હિંસા થઈ હતી અને ગામને આગ લગાડવામાં આવી હતી.

અમેરિકાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલાના તાજેતરના અહેવાલોની નિંદા કરી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે ધર્મ અથવા માન્યતાની સ્વતંત્રતા માનવ અધિકાર છે. વિશ્વભરમાં દરેક વ્યક્તિ તેમની ધાર્મિક જોડાણ અથવા માન્યતાને ધ્યાનમાં લીધા વિના, મહત્વપૂર્ણ રજાઓ ઉજવવા માટે સલામત અને સમર્થિત મહેસુસ કરવું જોઈએ.  પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાના તાજેતરના અહેવાલોની નિંદા કરે છે.

આ પણ વાંચો : ભારતે ચીની સરહદ પર સર્વેલન્સ વધાર્યું, હલચલમાં આવ્યું ડ્રેગન, ઇઝરાયલી હેરોન ડ્રોન બન્યું સેનાની ‘આંખ’

આ પણ વાંચો : જમ્મુમાં આતંકી હુમલાની દહેશત બાદ તંત્ર એલર્ટ પર, આર્મી ચીફે કહ્યું કે, પૂંછ એન્કાઉન્ટર મામલે આતંકવાદીઓની સઘન શોધ શરૂ

આ પણ વાંચો : OMG !! ફક્ત ગાદલા પર સુવો અને ટીવી જુઓ, બદલામાં મેળવો 25 લાખ રૂપિયા, જાણો કઇ કંપની આપી રહી છે ખાસ પેકેજ

Click on your DTH Provider to Add TV9 Gujarati