UNICEFએ તમામ શાળાઓ ખોલવાનું કર્યું સમર્થન, કહ્યું ‘મહામારીથી દાવ પર છે ભવિષ્ય’

યૂનિસેફનું માનવું છે કે કોરોના મહામારીમાં બાળકોના શિક્ષણ પર ખરાબ રીતે અસર થઈ છે. એવામાં દેશભરમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થવું જોઈએ અને બાળકોને સ્કૂલોમાં જવાનો મોકો મળવો જોઈએ.

UNICEFએ તમામ શાળાઓ ખોલવાનું કર્યું સમર્થન, કહ્યું 'મહામારીથી દાવ પર છે ભવિષ્ય'
Children (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:44 PM

યૂનિસેફે (UNICEF) ભારતમાં રાષ્ટ્રીય બાળ દિવસના અવસર પર મહામારી પ્રતિકાત્મક વર્ગ (Epidemic Symbolic Class)નું અનાવરણ કરી તમામ સ્કૂલોને ફરીથી ખોલવાનું સમર્થન કર્યું છે. યૂનિસેફનું માનવું છે કે કોરોના મહામારીમાં બાળકોના શિક્ષણ પર ખરાબ રીતે અસર થઈ છે. એવામાં દેશભરમાં શિક્ષણ ફરી શરૂ થવું જોઈએ અને બાળકોને સ્કૂલોમાં જવાનો મોકો મળવો જોઈએ.

14 નવેમ્બરથી શરૂ થયેલ બાળ અધિકાર સપ્તાહ હેઠળ યૂનિસેફ (United Nations Children’s Fund) ઈન્ડિયા 20 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહ્યું છે. બાળ દિવસના અવસર પર મહામારી પ્રતિકાત્મક વર્ગમાં ખાલી બેંચ અને ક્લાસરૂમને બતાવી યૂનિસેફે શિક્ષણ પર પડેલા અસર વિશે જણાવ્યું હતું. આ દરમિયાન યુનિસેફના ભારતમાં પ્રતિનિધિ એઆઈ (એઆઈ એટલે સ્થાનિક નિયુક્ત પ્રતિનિધિ) યાસુમાસા કિમુરા અને બે કિશોરોએ સ્કૂલની ઘંટડી વગાડી વર્ગનું અનાવરણ કર્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બીજી તરફ યૂનિસેફની સેલિબ્રિટી એડવોકેટ કરીના કપૂર ખાને સ્કૂલોને ફરી ખોલવા માટે અને શિક્ષણ કાર્યની શરૂઆતને સમર્થન કરતો એક વીડિયો સંદેશ શેર કર્યો છે. યૂનિસેફ તરફથી મહામારી વર્ગ 14 નવેમ્બર (ભારતના બાળ દિવસ)થી 20 નવેમ્બર 2021 (વિશ્વ બાળ દિવસ) સુધી એક સપ્તાહ માટે પ્રદર્શિત કરવામાં આવશે.

આંબેડકર વિશ્વવિદ્યાલય એમેરિટસની પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી વિનિતા કૌલ અનુસાર મહામારીનો બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. એક સ્વાસ્થ્ય સંકટના રૂપે શરૂ થયેલ કોવિડ મહામારીમાં ઝડપથી સ્કૂલો બંધ થવાની સાથે શિક્ષણ વ્યવસ્થા પર સંકટના વાદળ છવાયા છે.

શિક્ષણશાસ્ત્રી વિનિતા કૌલ અનુસાર આ દરમિયાન ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન મળ્યું, પરંતુ અનેક બાળકો નેટવર્કની સમસ્યાના કારણે ઓનલાઈન શિક્ષણમાં પાછળ રહી ગયા છે. સૌથી ઓછી ઉંમરના બાળકોની સ્કૂલને લઈ અનુભવ નથી હોતો અને તેમને નવા પ્રકારથી શરૂઆત કરવાના અવસરની જરૂરિયાત હોય છે. નિયમિત સ્કૂલ ન ખુલવાને કારણે આપણે નાની આદતોથી બાળકોને સ્કૂલો તરફ ફરીથી વાળી શકીએ છીએ.

6 રાજ્યોની સ્થિતિ આવી સામે

2020માં છ રાજ્યો – આસામ, બિહાર, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હાથ ધરાયેલા યુનિસેફના રેપિડ અસેસમેન્ટ મુજબ 5-13 વર્ષની વયના બાળકોના 76 ટકા માતાપિતા અને 14-18 વર્ષની વય વચ્ચેના 80 ટકા કિશોરોએ જણાવ્યું હતું કે અગાઉ શાળાએ જવાની સરખામણીમાં શિક્ષણનું નુકસાન થાય છે.

રોગચાળાને કારણે ગયા વર્ષથી મોટાભાગની શાળાઓ બંધ હતી. પરિણામે લગભગ 24.7 કરોડ બાળકો એક વર્ષથી વધુ સમયથી શાળાએ જઈ શક્યા નથી. આ સમયગાળા દરમિયાન લગભગ 15 લાખ શાળાઓ અને 14 લાખ ECD/આંગણવાડી કેન્દ્રો બંધ રહ્યા હતા. લાખો બાળકો મધ્યાહન ભોજનથી પણ વંચિત હતા.

આ પણ વાંચો: મશરૂમથી કોરોનાનો ઈલાજ શક્ય ! જાણો શું છે અમેરિકાના વૈજ્ઞાનિકોની ટીમનું રિસર્ચ ?

આ પણ વાંચો: તુવેરના પાકમાં જીવાતના ઉપદ્રવને આ રીતે ઘટાડો, નિષ્ણાંતોએ આપી ખેડૂતોને આ મહત્વની સલાહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">