Russia-Ukraine War: યુક્રેને કહ્યું, યુદ્ધ પૂરું થયા બાદ ભારતે સુરક્ષાની ગેરંટી લેવી જોઈએ

Russia-Ukraine War ના 100 દિવસ પૂર્ણ થયા બાદ યુક્રેને રશિયા વિરુદ્ધ વિવિધ દેશો પાસેથી સમર્થન માંગ્યુ છે. યુક્રેને ભારતને યુદ્ધ ખતમ થયા બાદ યુક્રેનની સુરક્ષાની ગેરંટી બનવાનું કહ્યું છે.

Russia-Ukraine War: યુક્રેને કહ્યું, યુદ્ધ પૂરું થયા બાદ ભારતે સુરક્ષાની ગેરંટી લેવી જોઈએ
યુક્રેનની રાજધાની કિવની નજીક રશિયન બોમ્બ ધડાકાથી નાશ પામેલા ઘરની સામે એક લાચાર મહિલા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 4:27 PM

રૂશિયા-યુક્રેન યુદ્ધને (Russia-Ukraine War )100 દિવસ થઈ ગયા છે અને યુક્રેન સતત રશિયા વિરુદ્ધ જુદા જુદા દેશો પાસેથી સમર્થન માંગી રહ્યું છે. યુક્રેને ભારતને (INDIA) યુદ્ધ ખતમ થયા બાદ યુક્રેનની સુરક્ષાની ગેરંટી બનવાનું કહ્યું છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, યુક્રેનની સાથે અન્ય કેટલાક દેશોએ પણ આ મામલે ભારતનો સંપર્ક કર્યો છે. યુક્રેનને આશા છે કે ભારત યુદ્ધ બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃસ્થાપન કાર્યમાં પણ મદદ કરશે.

ભારતે માનવતાવાદી સહાય માટે 230 ટન દવાઓ મોકલી છે

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, યુદ્ધ પછીની સુરક્ષા અને યુદ્ધ પછીનું બાંધકામ બંને યુક્રેન માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા છે. આ સાથે તે અમારી પાસેથી દવાઓ, ટેકનિકલ અને આર્થિક મદદની પણ અપેક્ષા રાખે છે. અત્યાર સુધી ભારતે 230 ટન દવાઓ અને માનવતાવાદી સહાય સંબંધિત અન્ય વસ્તુઓ મોકલી છે. સરકાર ઉપરાંત ખાનગી કંપનીઓ તરફથી આપવામાં આવતી મદદ પણ તેમાં સામેલ છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 7-8 મિલિયન ડોલરની મદદ મોકલી છે. આ એવી કંપનીઓ છે જેનું હેડક્વાર્ટર ભારતમાં છે, પરંતુ ઓફિસ યુક્રેન અને પૂર્વ યુરોપમાં છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

બંદર બ્લોક, દરિયાઈ વિસ્તારોમાં ખાણો

યુક્રેને કહ્યું છે કે રશિયાએ તેના બંદરો પણ બંધ કરી દીધા છે અને દરિયાઈ વિસ્તારોમાં ખાણો બિછાવી છે. આ કારણોસર યુક્રેન દરિયાઈ માર્ગે અનાજની નિકાસ કરવા સક્ષમ નથી. લગભગ 22 મિલિયન ટન અનાજ બંદરો પર અટવાયું છે અને આફ્રિકા અને એશિયાના ઘણા દેશોમાં પહોંચ્યું નથી. યુક્રેનનો આરોપ છે કે રશિયા યુક્રેનના તેના કબજા હેઠળના વિસ્તારોમાંથી અનાજની ચોરી કરીને ગેરકાયદેસર રીતે અનાજ વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયાના આ પગલાથી વિશ્વમાં અનાજ સંકટ સર્જાઈ શકે છે. યુક્રેન વારંવાર કહી રહ્યું છે કે રશિયાએ તાત્કાલિક તેના બંદરો ખોલવા જોઈએ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં બોમ્બમારો બંધ કરવો જોઈએ.

રશિયા અને યુક્રેનના યુદ્ધને 100 દિવસ (રશિયા યુક્રેન યુદ્ધ) પૂર્ણ થયા છે. આ યુદ્ધની શરૂઆતમાં રશિયાની વિશાળ સેનાને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે યુક્રેનની સેના તેની સામે આટલા લાંબા સમય સુધી ટકી શકશે. યુદ્ધને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હવે ચોથો મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકોના મનમાં કેટલાક પ્રશ્નો પણ ઉભા થયા છે. ઉદાહરણ તરીકે, શું યુક્રેન યુદ્ધમાં પુતિન આર્મીનો પર્દાફાશ થયો છે ? શું રશિયન ટેન્ક ખરેખર નકામી સાબિત થઇ છે?  યુક્રેન યુદ્ધમાં રશિયાને કેટલું નુકસાન થયું છે? યુદ્ધના ઘેલછા માટે રશિયાએ કેટલી કિંમત ચૂકવી છે?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">