બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે, બ્રિટને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવાનું કર્યુ શરુ

બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે, બ્રિટને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવાનું કર્યુ શરુ
સાંકેતિક તસ્વીર

UK Post Study Work Visa : બ્રિટન સરકારના આ પગલાથી ભારત સહિત અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેનો ફાયદો થશે. આનાથી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ બે વર્ષ સુધી કામ કરવાની તેમજ કામ શોધવાની અને બ્રિટનમાં રહેવાની સુવિધા મળશે.

TV9 GUJARATI

| Edited By: Niyati Trivedi

Jul 02, 2021 | 12:06 PM

Education News : બ્રિટનના ગૃહ વિભાગે ગુરુવારે એક જુલાઇ 2021ના રોજ ઔપચારિક રુપથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો માર્ગ ખોલી દીધો છે. આપને જણાવી દઇએ કે પીએસડબ્લ્યૂ (પોસ્ટ સ્ટડી વર્ક વિઝા) એટલે કે ગ્રેજ્યુએટ રુટ વિઝા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ બે વર્ષ સુધી કામ કરવાની તેમજ કામ શોધવાની અને બ્રિટનમાં રહેવાની સુવિધા આપે છે.

પ્રીતી પટેલે ટ્વીટ કરી આપી જાણકારી 

બ્રિટિશ સરકારના આ પગલાથી ભારત અને અન્ય દેશના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી અને કામકાજનો અનુભવ લેવા માટે રહેવાનો અધિકાર પ્રાપ્ત થશે. તેની જાણકારી બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે પોતે ટ્વીટ કરીને આપી છે. પ્રીતી પટેલે ટ્વીટ કરીને લખ્યુ ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રુટ હવે ખુલ્લો છે. અમે અહીં રહેવા અને યૂકેમાં યોગદાન ચાલુ રાખવા માટે સૌથી સારા અને પ્રતિભાશાળી લોકોની મદદ કરી રહ્યા છીએ. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે અમારી નવી અંક આધારિત ઇમિગ્રેશન પ્રણાલી આખા દેશના લાભ માટે કામ કરશે.

https://twitter.com/pritipatel/status/1410547651565719553?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410547651565719553%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Feducation%2Fuk-opens-new-post-study-work-visa-route-for-students-benefit-indian-students

ગયા વર્ષે કરાઇ હતી ગ્રેજ્યુએટ વિઝાની જાહેરાત

આપને જણાવી દઇએ કે પ્રીતિ પટેલે ગયા વર્ષે ગ્રેજ્યુએટ રુટ વિઝાની જાહેરાત કરી હતી. જેનું આવેદન આ અઠવાડિયાથી શરુ થયુ છે અને આનાથી ભારતીય વિદ્યાર્થીઓને ખાસ લાભ થવાની આશા છે. પટેલે એક નિવેદનમાં જણાવ્યુ કે યૂકે સરકારની પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન પ્રણાલી અંતર્ગત ભારત અને દુનિયાભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પાસે હવે વ્યાપાર, વિજ્ઞાન, કલા અને પ્રૌદ્યોગિકીના ઉચ્ચ સ્તર પર યૂકેમાં પોતાનુ કરિઅર શરુ કરવાનો અવસર છે.

પ્રીતી પટેલે આગળ ઉમેર્યુ કે 2020 માં યુકે એ 56,000 થી વધારે ભારતીય નાગરિક વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati