UK Train Collision: બ્રિટનમાં ટ્રેન અકસ્માત, પહેલા ટ્રેન પાટા પરથી ઉતરી, પછી બીજી ટ્રેન સાથે ટકરાઈ, અનેક લોકો ઘાયલ

UK Train Collision:ઈંગ્લેન્ડના સેલિસ્બરી શહેરમાં ટ્રેન અકસ્માત થયો છે. અહીં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જે પછી તે બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

UK Train Collision: બ્રિટનમાં ટ્રેન અકસ્માત, પહેલા ટ્રેન પાટા પરથી ઉતરી, પછી બીજી ટ્રેન સાથે ટકરાઈ, અનેક લોકો ઘાયલ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 10:57 AM

UK Train Crash: બ્રિટનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. ઈંગ્લેન્ડના દક્ષિણી શહેર સેલિસ્બરીમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી અને બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી છે. 

નેટવર્ક રેલે જણાવ્યું હતું કે, પેસેન્જર ટ્રેનનો પાછળનો ડબ્બો લંડનના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 70 માઇલ એટલે કે 113 કિમી દૂર સેલિસ્બરી સ્ટેશનની નજીક પહોંચતા કોઈ વસ્તુ ટકરાયા બાદ ટ્રેનનો પાછળનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે આ વિસ્તારના તમામ સિગ્નલો ઠપ્પ થઈ ગયા હતા, જેના કારણે બીજી ટ્રેન અકસ્માતગ્રસ્ત ટ્રેન સાથે અથડાઈ હતી.

નેટવર્ક રેલે જણાવ્યું હતું કે, કેટલાક લોકો ઘાયલ થયાની ખબર છે અને ઈમરજન્સી સેવાઓ સ્થળ પર છે.” બ્રિટનની ટ્રાન્સપોર્ટ પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી. પોલીસે કહ્યું કે “ઘણા લોકો ઘાયલ થયા છે”, પરંતુ વિગતો આપી નથી. ડોર્સેટ અને વિલ્ટશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે જણાવ્યું હતું કે લગભગ 50 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સે ટ્વીટ કર્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

17 લોકો ઘાયલ

મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં એક ટ્રેનનો ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ટ્રેનમાં પેસેન્જર એન્જેલા મેટિંગલી કહે છે, ‘તે સંપૂર્ણ અંધારું હતું અને ત્યાં લાલ ફ્લેશ લાઇટ હતી . અચાનક ત્યાં ઘણી બધી ધક્કા-મુક્કી થઇ હતી. સામાન અહીં-ત્યાં ફેંકાઈ રહ્યો હતો. થોડીક સેકન્ડો સુધી તો ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે.

લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અન્ય પેસેન્જર લ્યુસી ગ્રેગરીએ જણાવ્યું હતું કે, ‘અમને સેલિસબરી સ્ટેશન પર ઉતારવામાં આવી રહ્યા હતા. ગભરાટનો માહોલ હતો. હું હમણાં જ ઉભી થઇ મારો કોટ લીધોહતો. ફોન મારા ખિસ્સામાં મૂક્યો અને પછી દીવાલની બીજી બાજુ પડી ગઈ હતી. અમને ફરીથી બારીઓમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.’

51 વર્ષીય કેરિના એન્ડરસન પણ લંડનના વોટરલૂથી સેલિસબરી જતી ટ્રેનમાં હતી. તે કહે છે, ‘મને અચાનક આગળ ધકેલી દેવામાં આવી હતી.મને સૌ પહેલા તો ચિંતા થઇ રહી હતી કે કોઈને ઇજા તો નથી થઇ ને. મેં પ્રાથમિક સારવારની તાલીમ લીધી છે અને હું મદદ કરવા માંગુ છું.

આ પણ વાંચો : Terror Attack Alert ! આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની યુપીના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, ગુપ્તચર એજન્સી હાઈ એલર્ટ પર

આ પણ વાંચો : Gold Price Today : દિવાળી દરમ્યાન સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજના 1 તોલા સોનાના લેટેસ્ટ રેટ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">