UK: જોરદાર પવનને કારણે વિમાન પલટી જતા બચ્યું, ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ, જુઓ વીડિયો

બ્રિટિશ વિમાનને અત્યંત જોખમી સ્થિતિમાં લેન્ડ કરવામાં આવ્યું છે. જોરદાર પવનના કારણે તે જમીન પર પલટી જતા બચ્યુ હતુ.

UK: જોરદાર પવનને કારણે વિમાન પલટી જતા બચ્યું, ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ, જુઓ વીડિયો
British airways plane almost flip due to strong winds
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 5:43 PM

બ્રિટનથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેના પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અહીં બ્રિટિશ એરવેઝના (British Airways) એક વિમાનને ભારે પવનના કારણે હીથ્રો એરપોર્ટ પર ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ, આ પ્લેન સોમવારે સવારે લગભગ 10.50 વાગ્યે એબરડીનથી અહીં પહોંચ્યું હતું. પાયલોટે પ્લેન લેન્ડ કર્યુ. પરંતુ તે સમયે યુકેમાં તોફાનને કારણે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો, જેના કારણે પાઇલટ પ્લેનને લેન્ડ કરી શક્યો ન હતો.

આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં શરૂઆતમાં પ્લેન ઉડતું જોવા મળી રહ્યું છે. તે ધીમે ધીમે જમીન તરફ આવે છે, પણ અટકતુ નથી. પવનના કારણે વિમાન રનવે પર રોકી શકાયું ન હતું. વિમાનના પૈડાં જમીનને બે વાર સ્પર્શ્યા અને તે ફરી ઉડવા લાગ્યું. વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે વિમાનનો પાછલો ભાગ સંપૂર્ણપણે જમીનને સ્પર્શી ગયો હતો. જેના કારણે પ્લેન પણ ત્યાં પલટી પણ શકતુ હતુ. પરંતુ પાયલોટે સમજદારી બતાવી અને પ્લેનને ઉપરની તરફ ઉડાવવાનું શરૂ કર્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ વીડિયો બનાવનારા લોકો આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે જોરથી બૂમો પાડવા લાગ્યો. લોકો પાયલટની બુદ્ધિમત્તાના ખૂબ વખાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાયલટે બીજા પ્રયાસમાં પ્લેનને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતી વખતે ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે, ‘A321 TOGA (પ્લેન) અને ટેલ સ્ટ્રાઈક! જમીનને સંપૂર્ણપણે સ્પર્શ કર્યો અને પછી ફરીથી ઉપર ઉડાવી દીધુ, જમીન પર ઉડતી ધૂળને જુઓ, હવાથી ખેંચતા વિમાનને જુઓ. પાયલોટ મેડલને પાત્ર છે!’

અન્ય એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્લેન લંડન આવી રહ્યું હતું. કોઈપણ દુર્ઘટના ટાળવા માટે, પાઇલટે ‘ટચ એન્ડ ગો’ અભિગમનો આશરો લીધો. જેનો અર્થ એ થયો કે તેણે પ્લેનને રનવે પરથી ફરીથી ટેકઓફ કર્યું, તે પણ પ્લેનને લેન્ડ કર્યા વિના અને પછી બીજા પ્રયાસમાં લેન્ડિંગ કર્યું. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા પાઈલટ ખરાબ હવામાન જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સારી રીતે પ્રશિક્ષિત છે અને અમારા ફ્લાઇટ ક્રૂએ પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું છે. અમારા બધા મુસાફર અને ક્રૂ મેમ્બર્સ સામાન્ય રીતે નીચે ઉતર્યા.

આ પણ વાંચો –

રશિયા વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે યૂક્રેનના લોકો, ‘ગેરિલા’ વ્યૂહરચના અપનાવવાની છે યોજના

આ પણ વાંચો –

US સુધી હુમલો કરવામાં સક્ષમ છે ઉત્તર કોરિયાની મિસાઇલ, પરિક્ષણથી ડર્યુ અમેરિકા, UNને બેઠક કરવા કહ્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">