વ્હિસલ બ્લોઅરને 55 કરોડ આપશે ટ્વિટર, એલોન મસ્કને મળ્યું ડીલ તોડવાનું વધુ એક કારણ

ટ્વીટર દ્વારા વ્હીસલબ્લોઅરને મોટી રકમ ચૂકવવાની વાત સામે આવ્યા બાદ એલોન મસ્કનું નિવેદન આવ્યું છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ટ્વિટરે 'વિવાદના સમાધાન' માટે વ્હિસલબ્લોઅરને 70 લાખ ડોલર (લગભગ રૂ. 55 કરોડ રૂપિયા) આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વ્હિસલ બ્લોઅરને 55 કરોડ આપશે ટ્વિટર, એલોન મસ્કને મળ્યું ડીલ તોડવાનું વધુ એક કારણ
Elon MuskImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 10:52 AM

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટર (Twitter)અને સ્પેસ એક્સના સીઈઓ એલોન મસ્ક વચ્ચે લગભગ 42 અરબ ડોલર (લગભગ 33 ખરબ રૂપિયા)ની ડીલ તૂટી ગયા બાદ તેમની વચ્ચે કાનૂની કેસ ચાલી રહ્યો છે. અબજોપતિ એલોન મસ્કે (Elon Musk) ટ્વિટરને કહ્યું છે કે સોશિયલ મીડિયા વેબસાઈટે વ્હિસલબ્લોઅરને લાખો ડોલર આપવાનો નિર્ણય કર્યો છે. આ મામલો સામે આવ્યા બાદ તેને ટ્વિટર સાથે ડીલ તોડવાનું વધુ એક કારણ મળ્યું છે.

ટ્વિટર દ્વારા વ્હીસલબ્લોઅરને મોટી રકમ ચૂકવવાની વાત સામે આવ્યા બાદ એલોનનું નિવેદન આવ્યું છે. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ટ્વિટરે ‘વિવાદના સમાધાન’ માટે વ્હિસલબ્લોઅરને 70 લાખ ડોલર (લગભગ રૂ. 55 કરોડ રૂપિયા) આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

એલોન મસ્કના વકીલે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “ટ્વિટરે વ્હીસલ બ્લોઅર પીટર જાટકોને આશરે 70 લાખ ડોલરની ચુકવણી કરતા પહેલા તેની કોઈ મંજૂરી લીધી નથી. ટ્વીટરના વકીલે મર્જરની શરતોને સમર્થન આપ્યું છે, જે ટ્વિટરને આવી ચૂકવણી કરવા માટે પ્રતિબંધિત કરે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કંપની સામે લગાવ્યા હતા ગંભીર આક્ષેપો

આપને જણાવી દઈએ કે પીટર જાટકો ટ્વિટરમાં ચીફ સિક્યુરિટી ઓફિસરની પોસ્ટ પર કામ કરતા હતા. આ વર્ષની શરૂઆતમાં ટ્વિટર દ્વારા તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વાસ્તવમાં, જાટકોએ દાવો કર્યો હતો કે કંપની લોકોને તેમની સાયબર સુરક્ષા અંગે ગેરમાર્ગે દોરતી હતી. આટલું જ નહીં, કંપની સાયબર સિક્યોરિટીના રેગ્યુલેટર્સને પણ ગાર્ડ પર રાખી રહી છે. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે કંપની ફેક એકાઉન્ટ્સ પર કોઈ કડક કાર્યવાહી નથી કરી રહી. જેઓ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

ટ્વિટર નકલી એકાઉન્ટથી ભરેલું છે

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલને કહ્યું કે ટ્વિટર ‘ફેક, સ્પામ અને બોટ એકાઉન્ટ્સ’થી ભરેલું છે. આ કારણે તેને ટ્વિટર સાથેનો સોદો તોડવાની ફરજ પડી હતી. મંગળવારે, તેણે ફરીથી ટ્વિટર પર જઈને ટ્વિટમાં લખ્યું કે, ‘તેમના ટ્વિટર પર 90 ટકા ટિપ્પણીઓ કાં તો નકલી છે અથવા તેના ટ્વિટ્સ પરના બોટ એકાઉન્ટ્સ છે.’

આ પછી, મસ્કના વકીલે કહ્યું કે તેણે જાટકોનો કરાર વાંચ્યો છે. જે તેણે 3 સપ્ટેમ્બરે આપ્યો હતો. જ્યારે ટ્વિટર પેપરવર્ક કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું હતું. ટ્વિટરની સુરક્ષામાં આવતા અઠવાડિયે અમેરિકી સેનેટ કમિટિ સામે જાટકો જુબાની આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">