પાકિસ્તાની મંત્રીનું તુગલકી ફરમાન, ચીની કોરોના વેક્સિનને લઈને આરોગ્ય કર્મીઓને આપી આ ધમકી

સિંધ પ્રાંતના આરોગ્ય પ્રધાન અઝરા પેચુહોએ ગુરુવારે એક વીડિયોના સંદેશમાં ચીની વેક્સિનને લઈને મોટી ધમકી આપી દીધી છે. અને વેક્સિન લેવાની ફરજ પાડવામાં આવી રહી છે.

પાકિસ્તાની મંત્રીનું તુગલકી ફરમાન, ચીની કોરોના વેક્સિનને લઈને આરોગ્ય કર્મીઓને આપી આ ધમકી
પાકિસ્તાનમાં તુગલકી ફરમાન
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 1:12 PM

પાકિસ્તાનનું ફરી એક વાર તુગલકી ફરમાન સામે આવ્યું છે. આ વખત પાકના એક મંત્રીએ ધમકી આપી છે કે ચીનની વેક્સિન નહીં લીધી તો નોકરી જશે. પાકિસ્તાનના એક મંત્રીએ આરોગ્ય કર્મચારીઓને ચેતવણી આપી છે કે તેઓ કોવિડ રોગચાળાના ત્રીજી લહેરના પગલે કોરોના વેક્સિન લો અથવા નોકરી જશે. સિંધ પ્રાંતના આરોગ્ય પ્રધાન અઝરા પેચુહોએ ગુરુવારે એક વીડિયોના સંદેશમાં કહ્યું કે, “જો તમે વેક્સિન નથી લેતા તો તમે (તમારી) નોકરી ગુમાવી શકો છો.”

ખાનગી ન્યૂઝ એજન્સીએ મંત્રીના હવાલાથી જણાવ્યું છે કે રાજ્યમાં નોંધાયેલા 1,42,315 આરોગ્ય કામદારોમાંથી ઓછામાં ઓછા 33,356 કર્મચારીઓએ વેક્સિન લીધી નથી. પાકિસ્તાન ચીનમાં ઉત્પાદિત કોવિડ વેક્સિન ‘સાઈનોફોર્મ વેક્સીન’ નો ઉપયોગ કરી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ અડધા લોકોને આ વેક્સિન પર શંકા છે અને વેક્સિન લેવામાં અચકાય છે.

પાકિસ્તાન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી જનરલ કૈસર સજ્જાદે શુક્રવારે કહ્યું હતું કે આરોગ્ય કાર્યકરો વેક્સિન લેવામાં ખચકાટ અનુભવી રહ્યા છે કારણ કે સરકારે શરૂઆતના દિવસોમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન ન આપવાનો નિર્ણય લીધો હતો. આ કારણથી શંકા ઉભી થઈ છે. જો કે તેમણે કહ્યું હતું કે સરકાર હવે વેક્સિનને સલામત જાહેર કરી રહી છે અને તમામ નાગરિકો અને આરોગ્ય કર્મચારીઓને રસી લેવાનું કહે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગયા અઠવાડિયે વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના સકારાત્મક

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોવિડના સૌથી વધુ કેસ છે. અહીં 2,64,000 થી વધુ કેસ નોંધાયા છે, જે આ દેશમાં સૌથી વધુ છે. શુક્રવાર, આરોગ્ય મંત્રાલય દ્વારા 4,368 નવા કેસ અને 63 મૃત્યુ નોંધાયા છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કુલ 6,45,356 કેસ અને 14,091 મૃત્યુ નોંધાયા છે. કોરોનોની બેદરકારીનું એક ઉદાહરણ એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ગયા અઠવાડિયે કોરોના સકારાત્મક જોવા મળ્યા હતા, તેમ છતાં તેઓએ ગુરુવારે નિયમોનું ઉલ્લંઘન કરીને બેઠક યોજી હતી.

આ બેઠકની તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. અને ઇમરાને નેટીજનના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કોરોના હોવા છતાં મીટીંગ કર્યા બાદ લોકોએ ઇમરાન સરકારને ખુબ સંભળાવ્યું હતું. સોશિયલ મીડિયામાં તેનો ખુબ વિરોધ થયો હતો.

આ પાન વાંચો: કોરોના પોઝિટિવ ઇમરાને યોજી દીધી એક બેઠક, બેદરકારી જોઈને સોશિયલ મીડિયા પર લોકો થયા ગુસ્સે

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">