Toronto : ટોરેન્ટોમાં સમર્થકોના અભિવાદન સમયે ટ્રુડોને થયો કડવો અનુભવ, એક સમર્થકે ન મિલાવ્યો હાથ
Toronto: ભારત સાથેના વધતા તણાવ વચ્ચે જસ્ટિન ટ્રુડોનો આજકાલ ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. હાલ ટ્રુડોને તેમના દેશમાં તેમના જ સમર્થકોની નારાજગીનો ભોગ બની રહ્યા છે. ટોરેન્ટોમાં સમર્થકો વચ્ચે પહોંચેલા ટ્રુડો સાથે તેમણે કલ્પના પણ નહીં કરી હોય તેવુ થયુ. કેનેડામાં હાલ ચાલી રહેલી રહેઠાણની સમસ્યાને લઈને નારાજ સમર્થકે ટ્રુડો સાથે હેન્ડશેક કરવાનો પણ ઈનકાર કરી દીધો.
Toronto: કેનેડામાં રહેઠાણની કટોકટીને લઈને ટ્રુડોને હવે તેમના જ દેશવાસીઓ ઘેરી રહ્યા છે. ટોરેન્ટોમાં પોતાના સમર્થકોનું અભિવાદન કરતી વખતે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને લોકોએ આ જ મુદ્દે ઘેર્યા. દેશમાં રહેઠાણની કટોકટી પર ઘેરાયેલા જસ્ટિન ટ્રુડો સાથે એક વ્યક્તિએ હાથ મિલાવવાનો પણ ઈનકાર કરી દીધો હતો.આ વ્યક્તિએ ટ્રુડોને હાઉસિંગ કટોકટી સહિતના મુદ્દે સવાલોનો મારો ચલાવ્યો અને તેમની સાથે હાથ પણ મિલાવ્યો ન હતો.
ટ્રુડોએ હેન્ડશેક માટે હાથ લંબાવ્યો પરંતુ સમર્થકે ન કર્યુ હેન્ડશેક
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ટ્રુડો એક સમર્થક સાથે હાથ મિલાવવા માટે તેમનો હાથ લંબાવે છે અને તે માણસ સાથે હેન્ડ શેક કરવાનો પ્રયાસ કરે છે અને પૂછે છે ” હેય કેમ છો તમે?” જો કે પેલો માણસ જસ્ટીન ટ્રુડો સાથે હાથ મિલાવવા સ્હેજ પણ આગળ આવતો નથી અને ટ્રુડો સાથે હેન્ડશેક કરવાનો ઈનકાર કરી દે છે. એ એવુ પણ કહે છે કે તે પીએમ જસ્ટીન ટ્રુડો સાથે હાથ નહીં મિલાવે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો ટોરેન્ટોનો હોવાનુ જણાવાઈ રહ્યુ છે.
હાલ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં આવેલા તણાવ વચ્ચે અમેરિકાએ કહ્યુ છે કે તે ભારત સાથે વધુ મજબૂત સંરક્ષણ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું શરૂ રાખશે.
“ભારત સાથે દ્નીપક્ષીય સંબંધોમાં મજબુત ભાગીદારી માટે આશાવાદી”
પેન્ટાગોનનો પ્રેસ સેક્રેટરી પેટ રાઈડરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ કે અમે ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધો અને ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમે ભારત સાથે વધુ મજબૂત સંરક્ષણ ભાગીદારીની પ્રશંસા કરીએ છીએ. અમે ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનુ ચાલુ રાખશુ અને સારા સંબંધો માટે આગળ આવશુ અને સંબંધો ફરી વધુ મજબુત થાય તેવા પ્રયાસ કરશુ.
આ પણ વાંચો: India Canada Relation: ભારતની ફટકારથી ઢીલા પડ્યા કેનેડાના PM ટ્રુડો, પણ અમેરિકા કેમ સ્વીકારવા તૈયાર નથી?
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો