તળાવના પાણી પર તરતા ઘર, 4 હજાર લોકો રહે છે આ માનવસર્જિત ટાપુ પર, જાણો વિગત

દક્ષિણ આફ્રિકામાં આવેલા સૌથી મોટા તળાવ ટિટિકાકામાં (Titicaca) લોકો જાતે ટાપુ બનાવીને રહે છે. જી હા તરતા ઘર બનાવતા આ લોકોની વસ્તી અત્યારે 4000 થઇ ગઈ છે.

તળાવના પાણી પર તરતા ઘર, 4 હજાર લોકો રહે છે આ માનવસર્જિત ટાપુ પર, જાણો વિગત
Titicaca
Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 28, 2021 | 2:24 PM

દક્ષિણ આફ્રિકામાં આવેલા સૌથી મોટા તળાવ ટિટિકાકા વિષે ભાગ્યે જ તમે સાંભળ્યું હશે. જી હા તમને ખબર નહીં હોય કે આ તળાવમાં તરતી વસાહતો બનાવવામાં આવી રહી છે. આ તળાવની સપાટી સમુદ્રતટથી 12,500 ફૂટ ઊંચાઈ પર છે. આ તળાવમાં 70 અઈલેન્ડ આવેલા છે. તેમજ આ ઘરોમાં લગભગ 4000 લોકો રહે છે. અહીંયા માનવ નિર્મિત નાના નાના દ્વીપ જોવા મળે છે. દ્વીપની આ ખાસિયતના કારણે અહિયાં આબાદી સતત વધી રહી છે.

પેરુ અને બોલિવિયાના લોકોએ તળાવમાં નાના ટાપુઓ બનાવવાનું શરૂ કર્યું છે. વર્લ્ડ લેન્ડફોરમના અહેવાલ મુજબ તળાવમાં આ વધી રહેલા રહેઠાણ આવનારા દિવસોમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે વધતી વસ્તીને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. તેમજ તળાવને નુકસાન થઇ રહ્યું છે.

Titicaca, South Africa's largest lake, is home to 4,000 people

માનવસર્જિત ટાપુઓ

શેનાથી બનેલા છે આ ટાપુઓ આ ટાપુઓનો ટોટોરા રીડ્સની જાડી શીટ પર બનાવવામાં આવે છે. બાદમાં આ શીટ પર હલકા લાકડા અને ટોટોરા રીડથી ઘર બનાવવામાં આવે છે. જેને કારણે તેઓ પાણી પર તરી શકે છે. ટોટોરા રીડ્સ જળચર વિસ્તારોમાં જોવા મળતું લાકડું છે. આ લાકડાનો ઉપયોગ કરીને કેટલાક માછીમારો તેની બોટ પણ બનાવે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati