મા, દિકરી અને નાની એક સાથે લેશે દીક્ષા, ધર્મના માર્ગ પર ચાલવાનો કર્યો નિર્ણય

Bhavyata Gadkari

Bhavyata Gadkari | Edited By: Pinak Shukla

Updated on: Jan 05, 2021 | 7:22 PM

મા, દિકરી અને નાની એક સાથે લેશે દીક્ષા, ધર્મના માર્ગ પર ચાલવાનો કર્યો નિર્ણય...

મા, દિકરી અને નાની એક સાથે લેશે દીક્ષા, ધર્મના માર્ગ પર ચાલવાનો કર્યો નિર્ણય

અમુક લોકોને સંપત્તિ અને વૈભવ પણ પોતાના તરફ આકર્ષિત કરીને નથી રાખી શકતા અને એવા કેટલાય કિસ્સા છે જેમા અત્યંત વૈભવી પરિવારમાંથી આવતા લોકો દિક્ષા લઇને ઘર્મના માર્ગ પર ચાલવાનુ પસંદ કરે છે, હોંગકોંગમાં પરિવાર સાથે રહેતી પરીશી નામની યુવતી પણ હવે દીક્ષા લેવા જઇ રહી છે, તેણે સાઇકલૉજીમાં ડિગ્રી લીધી છે. પરીશીએ પોતાની સ્કૂલિંગ પણ હોંગકોંગમાં જ કરી હતી ત્યા તેના પિતાનો ડાયમંડનો કારોબાર છે અને તેનો ભાઇ જયનામ યુ.એસમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરે છે

પરીશીએ જણાવ્યુ કે તે જ્યારે ભારત તેની નાનીના ઘરે આવી ત્યારે તે નાની સાથે દેરાસર ગઇ એને ત્યા તે સાધ્વીનુ પ્રવચન સાંભળીને એટલી પ્રભાવિત થઇ ગઇ કે તેણે રેસ્ટોરંટમાં જવુ અને ફિલ્મો જોવી બંધ કરી દીધી, પછી અમે રેગ્યુલર પ્રવચન સાંભળવા જવા લાગ્યા, આવા ધાર્મિક માહોલમાં રહીને મને કઇંક અલગ જ ફીલ થયુ, મને અહેસાસ થયો કે કોઇ પણ વ્યક્તિને તેની અંદરથી જ ખુશી મળે છે, અને મે સાધ્વી બનવાનુ નક્કી કર્યુ,

પરીશીએ જ્યારે આ નિર્ણયને બધાની સમક્ષ મૂક્યો તો તેની માતા તરત જ હોંગકોંગથી મુંબઇ આવી ગઇ અને પોતે પણ દીક્ષા લેવાનુ નક્કી કર્યુ, તેની માતાએ કહ્યુ કે તે પોતે બંને દીકરા દીકરીના લગ્ન કરાવીને દીક્ષા લેવા માંગતા હતા પરંતુ હવે તેમને રાહ નથી જોવી અને હવે તેઓ પોતાની દીકરીની સાથે જ દીક્ષા લેશે ત્યારબાદ પરીશીની નાનીએ પણ પોતાને દીક્ષા લેવી હોવાની વાત કરી, હોંગકોંગ રહેવાસી પરીશી શાહ, તેમના નાની ઇંદુબેન શાહ અને માતા હેતલબેન એક સાથે રામચંદ્ર સમાજના સાધ્વી હિતદર્શનીશ્રીજીના માર્ગદર્શન હેઠળ દીક્ષા લેવા તૈયાર છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા અને ધાનેરામાં રહેતા પરિવારોએ તેમના દીક્ષા સમારોહની તૈયારી શરૂ કરી દીધી છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati