યૂક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા, ફ્લાઈટની સંખ્યા વધારવા સરકારના પ્રયત્નો

યૂક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા, ફ્લાઈટની સંખ્યા વધારવા સરકારના પ્રયત્નો
Thousands of Indian students stranded in Ukraine

યુક્રેન પર રશિયન હુમલાનો ભય યથાવત છે. દરમિયાન, ભારત ત્યાં ફસાયેલા તેના નાગરિકોને મદદ પહોંચાડવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. સરકારે આ માટે કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Feb 16, 2022 | 5:18 PM

યુક્રેન પર હુમલાના ભય વચ્ચે (Ukraine Russia Issue) ભારત સરકારે (Indian Government) ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસો તેજ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતમાં તેમના પરિવારના પ્રશ્નોના જવાબ આપવા માટે કિવ (યુક્રેનની રાજધાની)માં ભારતીય દૂતાવાસ તેમજ વિદેશ મંત્રાલયમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ભારત સરકાર હાલમાં યુક્રેન સરકાર અને તેમની સિવિલ એવિએશન ઓથોરિટી સાથે વાતચીત કરી રહી છે. જેથી બંને દેશો વચ્ચે વધુને વધુ ફ્લાઈટ્સ ગોઠવી શકાય.

કિવમાં ભારતીય દૂતાવાસે મંગળવારે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનમાં છે અને તેમના પરિવારો ચિંતિત છે, ખાસ કરીને ભારતની ફ્લાઈટ્સ મેળવવા અંગે. ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઈટની સંખ્યા કેવી રીતે વધારવી તે અંગે નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ અને વિવિધ એરલાઈન્સ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહી છે.

અગાઉ, કિવમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જેમને ત્યાં રહેવાની જરૂર નથી, “વર્તમાન પરિસ્થિતિની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને” અસ્થાયી રૂપે દેશ છોડવા કહ્યું હતું. દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ યુક્રેન અને તેની અંદર તમામ બિન-જરૂરી મુસાફરી ટાળે.

“ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યુક્રેનમાં તેમની હાજરીની સ્થિતિ વિશે એમ્બેસીને માહિતગાર રાખે, જેથી કરીને જ્યાં જરૂર હોય ત્યાં એમ્બેસી પહોંચી શકે,”. દૂતાવાસે કહ્યું કે તે યુક્રેનમાં ભારતીય નાગરિકોને તમામ સેવાઓ પૂરી પાડવા માટે સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે. આ સાથે દૂતાવાસે ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને કહ્યું કે જેમને રહેવાની જરૂર નથી, તેઓ દેશ છોડી શકે છે.

આ પણ વાંચો – ચીનના કારણે નેપાળ MCC કરારની મંજૂરીમાં કરી રહ્યું છે વિલંબ, હાથમાંથી નીકળી શકે છે 50 કરોડ ડોલર, અમેરિકા થયું નારાજ

આ પણ વાંચો – Russia Crimea Drills : રશિયાએ ક્રિમીઆમાં લશ્કરી અભ્યાસ સમાપ્ત કરવાની કરી જાહેરાત, સૈનિકોએ પાછા ફરવાનું કર્યું શરૂ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati