‘Climate Change’ થી પીડિત દુનિયાની પહેલી મહિલા, ડૉક્ટરે બિમાર પડવાનું કારણ લખ્યું ‘હવામાન પરિવર્તન’

કોરોના વાયરસ (Corona Virus) રોગચાળા સામે લડવાની સાથે, કેનેડાએ જૂનમાં અત્યાર સુધીની સૌથી ખરાબ હીટવેવનો સામનો કરવો પડ્યો હતો. આ પછી જંગલમાં લાગેલી આગને કારણે ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. આનાથી હવા વધુ ઝેરી બની ગઈ.

'Climate Change' થી પીડિત દુનિયાની પહેલી મહિલા, ડૉક્ટરે બિમાર પડવાનું કારણ લખ્યું 'હવામાન પરિવર્તન'
This Canadian woman first in the world to be diagnosed as suffering from 'climate change'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 1:11 PM

કથિત રીતે એક કેનેડિયન (Canadian woman) મહિલાને હવામાન પરિવર્તનથી (Climate Change) પીડિત વિશ્વની પ્રથમ દર્દી કહેવામાં આવી રહી છે. આ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દર્દીની તપાસ કરતા ડોકટરોએ જણાવ્યું છે કે દર્દીના સ્વાસ્થ્યની સ્થિતિ માટે હીટ વેવ (Hit Wave) અને ખરાબ હવાની ગુણવત્તા જવાબદાર છે. દર્દી કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલંબિયાનો વરિષ્ઠ નાગરિક છે અને ગંભીર અસ્થમા સામે લડી રહી છે.

કેનેડાના દૈનિક અખબાર ‘ટાઈમ્સ કોલમિસ્ટ’ના અહેવાલ અનુસાર, મહિલાની સારવાર કરી રહેલા કન્સલ્ટિંગ ડૉક્ટર કેલી મેરિટએ પ્રથમ વખત દર્દીનું નિદાન લખતી વખતે ક્લાઈમેટ ચેન્જ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

કોરોના વાયરસ (Corona Virus) રોગચાળા સામે લડવાની સાથે, કેનેડાએ જૂનમાં અત્યાર સુધીની સૌથી ખરાબ હીટવેવનો સામનો કરવો પડ્યો હતો. આ પછી જંગલમાં લાગેલી આગને કારણે ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. આનાથી હવા વધુ ઝેરી બની ગઈ. ક્લાઈમેટ ચેન્જથી પીડિત મહિલા દર્દી એક ટ્રેલરમાં રહે છે અને તેમની ઉંમર 70 વર્ષથી વધુ છે. લુ બાદથી તેમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી, ત્યારપછી તેમને ડોક્ટરના સ્થાને સારવાર આપવામાં આવી રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ડૉક્ટર મેરિટે કહ્યું, ‘દર્દીને ડાયાબિટીસ છે. તેમને હ્રદય રોગ પણ છે. તે એર કન્ડીશનીંગ વગરના ટ્રેલરમાં રહે છે. તેથી ગરમી અને લુના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. તે ખરેખર હાઇડ્રેટેડ રહેવા માટે સંઘર્ષ કરી રહી છે.’ ડૉ. મેરિટ કહે છે કે દર્દીઓના લક્ષણોની સારવાર કરવાને બદલે અંતર્ગત કારણોને ઓળખવાની અને તેને સંબોધવાની ખૂબ જ જરૂર છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટિશ કોલંબિયામાં લોકોએ જૂનમાં ભારે ગરમીની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે 500 લોકોના મોત થયા હતા. આગામી 2-3 મહિનામાં હવાની ગુણવત્તા 40 ગણી બગડી છે.

ક્લાઈમેટ ચેન્જથી પીડિત મહિલાનો આ કિસ્સો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દુનિયાભરના દેશો ક્લાઈમેટ ચેન્જ અને કાર્બન ઉત્સર્જનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ક્લાઈમેટ કોન્ફરન્સ COP26માં PM મોદી સહિત વિશ્વના તમામ વડાઓએ કાર્બન ઉત્સર્જન ઘટાડવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો –

Stock Update : આજના કારોબારમાં આ શેર્સ તમને માલામાલ બનાવી શકે છે! કરો એક નજર આજના TOP GAINER STOCKS ઉપર

આ પણ વાંચો –

Bhakti: બુધવારે આ કામ કરવાથી દુર રહો બાકી થઈ શકે છે નુક્શાન, શુભત્વની પ્રાપ્તિ માટે કરો ઉપાય

આ પણ વાંચો –

Breaking : નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર લગાવ્યા ગંભીર આરોપ, અંડરવર્લ્ડ અને નકલી નોટના ધંધા સાથે પણ જોડ્યુ કનેક્શન

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">