AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Switzerland News : જે પર્વત પર ચડવા માટે અચ્છા ભલા પર્વતારોહકોનો પરસેવો છૂટી જાય, ત્યાં ચડીને ચોરે દાન પેટી પર કર્યો હાથ સાફ

ચોરે પર્વતની ટોચ પર રાખવામાં આવેલી દાનપેટીની ચોરી કરવા માટે 2,350 મીટરનું મુશ્કેલ ચઢાણ પર કર્યું. આ દરમિયાન તેણે સ્ટીલના પાતળા કેબલની મદદથી ખીણો પાર કરી હતી. અહીં ચઢવું એટલું મુશ્કેલ હતું કે ત્યાં પહોંચવું માત્ર અનુભવી પર્વતારોહકોની જ બાબત હતી.

Switzerland News : જે પર્વત પર ચડવા માટે અચ્છા ભલા પર્વતારોહકોનો પરસેવો છૂટી જાય, ત્યાં ચડીને ચોરે દાન પેટી પર કર્યો હાથ સાફ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 11:29 PM
Share

કેટલીકવાર, ચોરી કરતાં પણ વધુ, ચોરીની પદ્ધતિઓ અને ચોરોના કારનામાઓ આપણને આશ્ચર્યચકિત કરે છે. આવી જ એક ઘટના Switzerland માં સામે આવી છે, જ્યાં ચોરોએ દાન પેટી તોડીને પૈસાની ચોરી કરવા માટે એવું કારનામું કર્યું, જેને જાણીને બધા દંગ રહી ગયા.

આ દાન પેટી 2400 મીટરની ઉંચાઈ પર રાખવામાં આવી હતી, જ્યાં સુધી પહોંચવા માટે જોખમી ચઢાણ પાર કરવું પડે છે. આ દાનપેટીમાં માત્ર 500 સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ 50,000 રૂપિયા હોવાનો અંદાજ છે.

એક અહેવાલ મુજબ, ચોર 2,350 મીટરની ઉંચાઈ પર ચઢી ગયા હતા અને સ્ટીલના સાંકડા કેબલ વડે ઘાટ ઓળંગયો હતો. ત્યાં જે દાન પેટી હતી તે સ્થાનિક પર્વતારોહણ ક્લબની હતી. રસપ્રદ વાત એ છે કે, અહીં પહોંચવું એ સૌથી અનુભવી ક્લાઇમ્બર્સ માટે જ શક્ય હતું.

Switzerlandનો સૌથી લાંબો સુરક્ષિત ક્લાઇમ્બિંગ રૂટ – લ્યુકરબાડ ગામની ઉપરનો જેમ્મી પાસ – વાયા ફેરાટા તરીકે ઓળખાય છે અને તેને લેવલ 5 તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જે સૌથી મુશ્કેલ છે. તેમાં મુશ્કેલ ચઢાણો, ઢાળવાળી ખડકોથી બનેલી સીડીઓ તેમજ સ્ટીલના સાંકડા કેબલ પરના ગોર્જ્સને પાર કરવાનો હોય છે.

દાન પેટીમાં 400-500 સ્વિસ ફ્રેંક હતા – પર્વતારોહક

ક્લબે તેના ફેસબુક પેજ પર લખ્યું, ‘આ કેવા લોકો છે? કોઈએ દાનમાં આપેલા નાણાંની ચોરી કરી છે. સ્થળ પર જોતાં દાન પેટી તૂટેલી અને ખાલી મળી આવી હતી. ચોરો માત્ર સારા આરોહકો જ નહોતા, પણ તેમની પાસે દાનપેટી ખોલવા માટેના સાધનો પણ હતા.

મીડિયા અહેવાલ મુજબ, ચોરોએ પૈસા સાથે 2,941 મીટરની ઊંચાઈએ ડોબરહોર્નની ટોચ પર આગળ વધ્યા હતા. ક્લાઈમ્બીંગ ક્લબને ખાતરી નથી કે કેટલા પૈસા ચોરાઈ ગયા છે, પરંતુ ક્લબના સભ્ય અને પર્વત માર્ગદર્શક રિચાર્ડ વર્લેને બીબીસીને જણાવ્યું હતું કે બોક્સમાં ઓછામાં ઓછા 400-500 સ્વિસ ફ્રેંક હોઈ શકે છે.

આ પણ વાંચો : London News : બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી 2000 અમૂલ્ય કલાકૃતિઓનુ ઓનલાઈન માર્કેટમાં શરૂ થયું વેચાણ

કોઈએ ચોરી કરેલા પૈસાના બદલામાં 500 ફ્રેંક મોકલ્યા

સ્વિસ લોકો હાઇકિંગ ટ્રેલ્સ અને પર્વત પર ચડવાના માર્ગોની દેખરેખ માટે જે કામ કરે છે તેમાં તેઓ ખૂબ ગર્વ અનુભવે છે. આવા કામ માટે લોકો પાસેથી દાનની અપેક્ષા રાખવામાં આવે છે અને તે ખુશીથી આપવામાં આવે છે. હાલ ક્લાઇમ્બીંગ ક્લબ આશા રાખે છે કે જેણે પૈસા ચોરી કર્યા છે તે “પસ્તાવો” ભોગવશે. એક અહેવાલ મુજબ એક સ્થાનિક પરોપકારીએ ચોરી કરેલા દાનને બદલવા માટે 500 ફ્રેંક મોકલ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
g clip-path="url(#clip0_868_265)">