હવે 12-15 વર્ષના બાળકો માટે રસી, ફાઈઝર-બાયોએનટેકની રસીને અમેરિકાએ આપી મંજૂરી

અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન જણાવ્યુ છે કે, કોરોના સામેની લડાઈ લડવા માટે અમે 12-15 વર્ષના બાળકોમાં કટોકટીના સમયે ઉપયોગમાં લેવા માટે ફાઇઝર-બાયોનોટેક કોવિડ -19 રસીને પરવાનગી આપી છે.

હવે 12-15 વર્ષના બાળકો માટે રસી, ફાઈઝર-બાયોએનટેકની રસીને અમેરિકાએ આપી મંજૂરી
હવે અમેરિકામાં 12-15 વર્ષના બાળકો માટે કોરોનાની રસી
Follow Us:
| Updated on: May 11, 2021 | 9:58 AM

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (fda)એ 12થી 15 વર્ષના બાળકો માટે કટોકટીમાં ઉપયોગમાં લેવા ફાઈઝર-બાયોએનટેકની (Pfizer-BioNTech COVID-19 Vaccine) રસીને મંજૂરી આપી છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન જણાવ્યુ છે કે, કોરોના સામેની લડાઈ લડવા માટે અમે 12-15 વર્ષના બાળકોમાં કટોકટીના સમયે ઉપયોગમાં લેવા માટે ફાઇઝર-બાયોનોટેક કોવિડ -19 રસીને પરવાનગી આપી છે.

ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે ભારતે લોકોને એન્ટી કોવિડ -19 રસીના 170 મિલિયન ડોઝ આપીને વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ કર્યુ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ચીનને આ આંકડો પહોંચવામાં 119 દિવસનો સમય લાગ્યો હતો જ્યારે અમેરિકામાં આટલા લોકોને રસી આપવામાં 115 દિવસનો સમય લાગ્યો છે. ભારતે આ લક્ષ્યાંક માત્ર 114 દિવસમાં હાંસલ કર્યો છે.

રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી ભારતમાં આરોગ્ય કર્મચારીઓના ડોઝથી શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી, 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર કે જેઓ કોરોના સામેનો જંગ લડવા અન્યોની જેમ ફરજ બજાવે છે તેવા કર્મચારીઓ માટેનો રસીકરણ કાર્યક્રમ શરૂ થયો હતો. ત્યારબાદ, વિવિધ વય જૂથો માટે રસી આપવાનો કાર્યક્રમ તબક્કાવાર જાહેર કરવામાં આવ્યો.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

ભારતમાં 95,47,102 હેલ્થકેર વર્કર્સ (HCW)કે જેમણે પ્રથમ ડોઝ લીધો હતો અને 64,71,385 હેલ્થકેર જેણે બીજા ડોઝ લીધા હતો. 1,39,72,612 ફ્રન્ટલાઈન વર્કર્સ (FLW) એ પ્રથમ ડોઝ લીધો હતો. 77,55,283 ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવાયો છે. આ જ સમયે 18-44 વર્ષની વય જૂથના 20,31,854 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. આ સાથે, 45,60 વર્ષની વયના 5,51,79,217એ પ્રથમ અને 65,61,851 લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 60 વર્ષથી ઉપરના 5,36,74,082 લોકોએ રસીનો પહેલો અને 1,49,83,217 લોકોએ રસીનો બીજો ડોઝ લઈ લીધો છે.

દેશમાં ગઈકાલ સોમવાર સુધી આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.79 ટકા રસી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે દેશમાં 18–44 વર્ષની વયના 2,46,269 લાભાર્થીઓને 24 કલાકના અંતરમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, અને 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 20,31,854 લોકોને 24 કલાકના સમય સમયગાળામાં 6.8 લાખથી વધુ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">