આ માછીમારની જાળમાં ફસાયો ‘ખજાનો’ અને પછી રાતો-રાત બદલાઈ ગઈ કિસ્મત

ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર (Fisherman) રાતો-રાત અમીર બની ગયો. તેની જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી (Croaker Fish) ફસાઈ ગઈ હતી, જેની હરાજી કરીને તે લખપતી બની ગયો.

આ માછીમારની જાળમાં ફસાયો 'ખજાનો' અને પછી રાતો-રાત બદલાઈ ગઈ કિસ્મત
ફાઇલ ફોટો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 31, 2021 | 9:22 PM

Pakistan: ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર (Fisherman) રાતો-રાત અમીર બની ગયો. તેની જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી (Croaker Fish) ફસાઈ ગઈ હતી, જેની હરાજી કરીને તે લખપતી બની ગયો.

તમને જણાવી દઈએ કે હરાજીમાં આ માછલીના તેને 80 લાખ 64 હજાર રૂપિયા મળ્યા. જળ-જીવન વિશેષજ્ઞોનું કહેવું છે કે આ માછલી ગરમીની ઋતુમાં પ્રજનન માટે જિવાની અને આસપાસના સમુદ્ર કિનારે આવે છે. ક્રોકર માછલી વિશે કહેવામાં આવે છે કે તેનું વ્યવસાયિક મહત્વ ખૂબ વધુ છે, તેમજ એશિયા તેમજ યુરોપના દેશોમાં તેની માંગ વધુ છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આ માછલીમાં જોવા મળતા એક વિશેષ પ્રકારના પદાર્થનું મુલ્ય માંસ કરતા વધુ કિંમતી માનવામાં આવે છે. તેનો ઉપયોગ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા સર્જીકલ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. ત્રણ દિવસ પહેલા આ જ પ્રકારની માછલી જિવાનીના દરિયામાં પકડાઈ હતી, જેને 7 લાખ 80 હજાર રૂપિયામાં વેચવામાં આવી હતી.

અન્ય માછીમારોની પણ લાગી ચૂકી છે લોટરી

  • આની પહેલા ગુજરાતના એક માછીમારને પણ તેની જાળમાંથી 800જેટલી ઘોલ માછલીઓ મળી આવી હતી. ઘોલ માછલીના ભાવ ખૂબ જ સારા હોય છે. 800 જેટલી ઘોલ માછલીઓની કિંમત લગભગ 1.50 કરોડ જેટલી થાય છે એટલે કે ગુજરાતનો આ માછીમાર રાતો-રાત કરોડપતી બની ગયો. આ નસીબદાર માછીમારનું નામ કાનજીભાઈ છે.
  • 4 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે ઘોઘાના ચાર માછીમારો બોટ લઈને ભરૂચ પાસેના કાવી કંબોઈ પાસેના દરિયામાં માછલી પકડવા ગયા હતા, ત્યારે માછીમારની જાળીમાં એક સાથે કુંટ માછલીનું આખું ઝુંડ ફસાયુ હતું. આ કુંટ માછલીનો એક કિલોનો ભાવ 480 રૂપિયા છે અને આ 232 નંગ માછલીઓનો કુલ વજન 2,477 કિલો થયું હતું, જેના કુલ રૂપિયા 11,88,960 થયા હતા.

કુંટ માછલી વિશે કેટલીક મહત્વની વાતો

કુંટ માછલી ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને સાથે જ તેના અંગોમાં ઔષધીય ગુણોને કારણે પૂર્વ એશિયામાં તેની કિંમત ઘણી વધારે મળે છે. કુંટ માછલી સામાન્ય રીતે સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, હોંગકોંગ અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. કુંટ માછલીની ચામડી અને તેના ફેફસાનો ઉપયોગ દવાઓ સિવાય કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવામાં પણ થાય છે.

આ પણ વાંચો – RAJKOT : મ્યુકોરમાઇકોસિસ બાદ એસ્પરઝિલસ ફુગનું આક્રમણ, સિવિલ હોસ્પિટલમાં નોંધાયા 100થી વધુ કેસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">