પાકિસ્તાનમાંથી અવાર નવાર એવા વિડીયો વાયરલ થતા રહે છે, જેને જોઇને હસવું બંધ ના થાય. આ વખતે પણ એવું જ કંઈક થયું છે, આ વખતે પાકિસ્તાન પોલીસ ચોરને શોધતી રહી ગઈ જ્યારે ચોર બાજુમાં જ સંતાયેલો હતો.
એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમે હસવાનું રોકી નહીં શકો. આ વીડિયો પાડોશી દેશ પાકિસ્તાનનો છે. વીડિયોમાં પાકિસ્તાની પોલીસે ફરી એકવાર લોકોનું મનોરંજન કર્યું છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ પાકિસ્તાનના એક શહેરના ટેરેસ પર પતંગો લુંટી રહ્યા છે. ત્યારે એક આરોપી છતની દિવાલની મદદથી છુપાઈને બેઠો છે.
વીડિયો જોઇને લાગે છે કે પોલીસકર્મી છુપાયેલા વ્યક્તિની શોધ કરી રહ્યો છે. અને, નજીકના ઘરના લોકો ચોર પોલીસના આ દ્રશ્યોને વીડિયોમાં રેકોર્ડ કરી રહ્યાં છે. ત્યારે પોલીસકર્મી આરોપીને ફોન કરે છે અને આરોપી મોબાઇલ બંધ કરી દે છે. વીડિયો બનાવનારા દૂરથી કહેતા જોવા મળે છે. કે પાછળ જુઓ … પાછળ જુઓ. આરોપી વ્યક્તિ અટારી પર બેસેલો છે. તેમ છતાં પાકિસ્તાની પોલીસ આરોપીને શોધી શકતી નથી. વિડિઓ ખૂબ રમૂજી છે.
what happened in Rawalpindi during basant today 🤣 pic.twitter.com/Otl9je748u
— Sir Saith Abdullah (@SaithAbdullah99) February 19, 2021
વીડિયોમાં એક બાળક કહી રહ્યું છે કે મરી જશે બચશે નહીં. તેની માતા કહે છે કે તે નહીં મરે, બચી જશે. જો કે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ માત્ર વિચાર જ કરી રહ્યા છે. બીજી તરફ આરોપીને પાકિસ્તાની પોલીસને જાણ છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો પાકિસ્તાની પોલીસની મજાક ઉડાવી રહ્યા છે. આ વીડિયોને પાકિસ્તાની મૂળના આર્નોલ્ડએ સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કર્યો છે.