Afghanistan: તાલીબાનીઓએ અમેરીકી સેના માટે કામ કરનાર યુવાનનુ માથુ કાપ્યુ, ડરનો માહોલ

12મે 2021ના રોજ પાંચ કલાકના લાંબા પ્રવાસ દરમિયાન જયારે આ યુવાન રેગિસ્તાનના એક ભાગમાં પહોચ્યો ત્યારે તાલીબાની આતંકવાદીઓએ યુવાનને ધેરી લીધો.

Afghanistan: તાલીબાનીઓએ અમેરીકી સેના માટે કામ કરનાર યુવાનનુ માથુ કાપ્યુ, ડરનો માહોલ
12મે 2021ના રોજ પાંચ કલાકના લાંબા પ્રવાસ દરમિયાન જયારે આ યુવાન રેગિસ્તાનના એક ભાગમાં પહોચ્યો ત્યારે તાલીબાની આતંકવાદીઓએ યુવાનને ધેરી લીધો.

Afghanistan: સોહેલ પારદીસ (sohel pardis) નામનો યુવાન ઈદના અવસરે તેની બહેનને લેવા માટે અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)થી ખોસ્ત પ્રાંતમાં જઇ રહ્યો હતો. સોહેલ પારદીસ ઈદની ઉજવણી આખો પરીવાર સાથે કરી શકે માટે બહેનને લેવા જઈ રહયો હતો. પરંતુ 12મે 2021ના રોજ પાંચ કલાકના લાંબા પ્રવાસ દરમિયાન જયારે આ યુવાન રેગિસ્તાનના એક ભાગમાં પહોચ્યો ત્યારે તાલીબાની (taliban) આતંકવાદીઓએ યુવાનને ધેરી લીધો.

થોડા દિવસો પહેલા યુવાને પોતાના મિત્રને કહયુ હતુ કે તેને 16 મહીના અમેરીકી સેના માટે અનુવાદક તરીકે કામ કર્યુ હતુ. અને એટલે જ એને તાલીબાન(taliban) દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ રહી હતી. પારદીસના સહકર્મી અને મિત્ર અબ્દુલ હક અયુબીએ એક સમાંચાર સંસ્થા સાથેની વાતચીતમાં કહયુ હતુ કે “તાલિબાન તેમને કહેતા હતા કે તમે અમેરિકનોના જાસૂસ છો, તમે અમેરિકનોની આંખો છો, તમે નાસ્તિક છો, અમે તમને અને તમારા પરિવારને મારી નાખીશું.”

પારદીસ(sohel pardis)ને ચેક પોઇન્ટ પર રોકતાની સાથે જ તેણે પોતાની કારની ગતિ વધારી દીધી હતી પરંતુ તે પછી તે જીવંત દેખાયો નથી. ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી એવા ગામલોકોએ જણાવ્યું હતું કે તાલિબાનીઓએ કારને રોકાતાં પહેલાં જ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેણે પારદીસ(sohel pardis)ને કારમાંથી ખેંચીને તેનું માથું કાપી નાખ્યું.

32 વર્ષના પારદીસ, હજારો અફઘાન દુભાષિયાઓમાંથી એક હતા જેમણે યુ.એસ. સૈન્ય માટે કામ કર્યું હતું અને હવે તે તાલિબાનના ખતરાનો સામનો કરી રહયા છે. અમેરિકન સૈન્ય પાછા ખેંચવાની જાહેરાત પછી અનુવાદકો માટે કપરો સમય આવ્યો છે. જૂનમાં બહાર પડાયેલા એક નિવેદનમાં તાલિબાનોએ જણાવ્યું હતું કે વિદેશી સૈન્ય માટે કામ કરનારા લોકોને તે નુકસાન પહોંચાડશે નહીં. તાલિબાની પ્રવક્તાએ એક સમાંચાર સંસ્થા સાથેની વાતચીતમાં પારદીસની હત્યા વિશે જણાવ્યું હતું કે તે આ ઘટનાની ચકાસણી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને સાથે ઉમેર્યું હતું કે કેટલીક ઘટનાઓ એવી નથી હોતી જેવી તેને દર્શીવવામા આવે છે.

એક સમાંચાર સંસ્થા સાથે વાતચીત કરનાર અનુવાદકોએ કહ્યું કે હવે તેમનો જીવ જોખમમાં મુકાયો છે. અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની ધરવાપસી બાદ તાલીબાન(taliban) દ્વારા બદલો લેવા હુમલાઓ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે અફઘાનિસ્તાનમાં યુદ્ધ અંતિમ તબક્કમાં હતું, ત્યારે લગભગ 100,000 અમેરિકન સૈનિકો તૈનાત હતા. આયુબીએ કહ્યું. કે “અમે અહીં શ્વાસ લઈ શકતા નથી. તાલિબાન અમને કોઈ દયા બતાવશે નહીં,” યુ.એસ. સૈન્ય માટે કામ કરનાર આશરે 18,000 અફઘાન લોકોએ યુ.એસ.માં આશ્રય મેળવવા માટે વિશેષ ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા 14 જુલાઈએ કહેવાયુ હતું કે તે “ઓપરેશન એલાઈજ રેફ્યુજી” શરૂ કરી રહ્યું છે. હજારો અફઘાન દુભાષિયા અને અનુવાદકોને સ્થળાંતર કરવાનો પ્રયાસ છે.કે જેમણે યુ.એસ. માટે કામ કર્યું છે અને જેમની જીંદગી હવે જોખમમાં છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સ્પેશિયલ ઇમિગ્રેન્ટ વિઝા (એસઆઈવી) માટે અરજી કરનારાઓને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં હટાવવાનું શરૂ કરવામાં આવશે.

બિડેન વહીવટીતંત્ર પહેલેથી જ કહી ચૂક્યું છે કે લાંબા ગાળાની વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના સહાયકાના સલામત આશ્રય માટે ઘણા દેશો સાથે વાતચીત ચાલી રહી છે. એ સ્પષ્ટ છે કે યુએસ સરકાર તાલિબાની સંકટને સારી રીતે જાણે છે. પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ બુધવારે કહ્યું કે સંરક્ષણ વિભાગ એવા વિકલ્પો પર ધ્યાન આપી રહ્યો છે કે જ્યાં અફઘાનિસ્તાન નાગરિકો અને તેમના પરિવારોને સુરક્ષિત રાખી શકાય.

પારદીસને એક 9 વર્ષની પુત્રી છે, જેનું ભવિષ્ય હવે અનિશ્ચિતતામાં ડૂબી ગયું છે.
તેની દેખરેખ પારદીસનો ભાઈ નજીબુલ્લાહ સહક રાખે છે, જેમણે જણાવ્યુ છે કે તેણે પોતાની સલામતી માટે કાબુલમાં પોતાનું ઘર છોડી છે કારણકે તેમને ડર સતાવી રહયો છે કે હવે તેમને લક્ષ્ય બનાવવામાં આવશે. ભાઇની કબર પાસે બેઠેલા સહકે કહ્યું કે તે સુરક્ષિત નથી. તેમણે કહ્યું, “હું મારા પરિવારની સલામતી વિશે ખૂબ જ ચિંતિત છું. આ દેશમાં વધારે કામ નથી અને સુરક્ષાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.”

પારદીસએ યુ.એસ. માટે 16 મહિના સુધી કામ કર્યા પછી પોલિગ્રાફ અથવા લાઈવ ડિટેક્ટર ટેસ્ટમાં નિષ્ફળ થયા બાદ તેને 2012માં કામ સમાપ્ત કર્યુ હતું. મિત્ર આયુબી જણાવ્યુ કે પારદીસ અફઘાનિસ્તાનથી બહાર જવાનો રસ્તો શોધી રહ્યો હતો, પરંતુ ટર્મિનેશન થવાને કારણે તેને વિઝા મળ્યો ન હતો. અનુવાદકોએ જણાવ્યુ કે અફઘાનિસ્તાનમાં યુ.એસ. કેમ્પ સુધી પહોંચવા માટે સુરક્ષા મંજૂરી માટે સામાન્ય રીતે પોલીગ્રાફ પરીક્ષણની જરૂર હોય છે. વિઝા માટે અરજી કરતી વખતે, આ પોલિગ્રાફ ટેસ્ટનું પરિણામ સ્ક્રિનિંગ દરમિયાન ઉપયોગમાં લેવાય છે. પારદીસને ક્યારેય કહેવામાં આવ્યું નથી કે તે પોલિગ્રાફ ટેસ્ટમાં કેવી રીતે નિષ્ફળ ગયો?

અબ્દુલ રશીદ શિરજાદને પણ આવા જ કેસના કારણે અનુવાદકની નોકરીથી ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. શિરજાદ કહે છે કે તે જાણતો નથી કે તેણે શું ખોટું કર્યું છે અને તેને બરતરફ કરવા અંગેનો કોઈ ખુલાસો મળ્યો નથી. તેઓ કહે છે, “જો અફઘાનિસ્તાનમાં શાંતિ હોત, જો મેં યુ.એસ. સૈન્યની સેવા ન કરી હોત, જો તાલિબાન મારી પાછળ ન હોત તો હું કદી મારા દેશને છોડત નહી”

શિરજાદ પોતાના મુળ વતનમાં પાછા આવી શકતો નથી અને તે દર મહિને તેના પરિવાર સાથે રહેઠાણ બદલતો રહે છે. તેમના સૌથી નાના બાળકને ગળે લગાડતા, તેની પત્નીએ કહ્યું, “અમે ખૂબ જ ડરીએ છીએ.” મારા પતિ અને બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. મારો પતિ તેની (યુએસ આર્મી) સાથે કામ કરતો અને તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને હવે હું ઈચ્છું છું કે અમેરિકનો મારા પતિને તાલિબાનના જોખમથી સુરક્ષિત કરે.

કાબુલમાં યુએસ દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે તેઓ સંભવ દરેક પ્રયત્નો કરી રહ્યા છે કે જેથી જે લોકોએ અમારી સહાય કરી છે તેમને મદદ કરી શકીએ. યુ.એસ. સૈન્ય અને અન્ય સરકારી કર્મચારીઓને ફરજ પર મદદ કરી હોય તેવા લોકોનું સમર્થન આપવા અમે પ્રતિબદ્ધ છીએ.

Click on your DTH Provider to Add TV9 Gujarati