ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાન અને અમેરિકાએ વ્યક્ત કર્યું દુઃખ

ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાન અને અમેરિકાએ વ્યક્ત કર્યું દુઃખ
ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકી

અફઘાન કમાન્ડરએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અફઘાન સ્પેશ્યલ ફોર્સિ સ્પિન બોલ્ડક ના મુખ્ય બજારને ફરીથી મેળવવા માટે લડાઈ ચાલી રહી હતી. દરમિયાન તાલિબાન દ્વારા ક્રોસ ફાયરિંગમાં ડદાનિશ સિદ્દીકી અને એક વરિષ્ઠ અફઘાન અધિકારીનું મોત થયું હતું.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jul 17, 2021 | 5:48 PM

અફઘાનિસ્તાનના કંધારમાં તાલિબાન (Taliban) આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી લડાઇના કવરેજ દરમિયાન ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની (Danish Siddiqui)હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્ર્પતિ જો બાયડન વહીવટીતંત્ર અને અમેરિકાના ઘણા સાંસદોએ સિદ્દીકીના મોત મામલે દુઃખ વ્યક્ત કર્યું છે.

ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા અંગે તાલિબાનોએ કહ્યું છે કે આમાં સંગઠનની કોઈ ભૂમિકા નથી. તાલિબને કહ્યું છે કે તેઓ જાણતા નથી કે ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કેવી રીતે થઈ. પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકારના નિધન પર સંગઠને દુ: ખ વ્યક્ત કર્યું છે. મીડિયા સાથે વાત કરતાં તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું, ‘અમને ખબર નથી કે કોના ફાયરિંગથી પત્રકારનું મોત થયું . અમને ખબર નથી કે તેનું મૃત્યુ કેવી રીતે થયું?

તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશતા કોઈપણ પત્રકારને અમને જાણ કરવી જોઈએ. અમે તે ખાસ વ્યક્તિની યોગ્ય કાળજી લઈએ ‘તેમણે કહ્યું,’ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીના નિધન પર અમને દુઃખ છે. અમને દુઃખ છે કે પત્રકાર અમને જણાવ્યા વિના યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. ‘રોઇટર્સ માટે ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરનાર દાનિશ સિદ્દીકીની શુક્રવારે હત્યા કરવામાં આવી હતી.

પાકિસ્તાન નજીકની બોર્ડર ક્રોસિંગ પર અફઘાન સુરક્ષા બળ અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે થઇ રહેલી અથડામણને કવર કરી રહ્યો હતો. દાનિશ સિદ્દીકીનો મૃતદેહ શુક્રવાર સાંજે 5 વાગ્યે રેડ ક્રોસ આંતરરાષ્ટ્રીય સમિતિને (ICRC) સોંપી દેવામાં આવ્યો હતો.તાલિબાન દ્વારા મૃતદેહ આઈસીઆરસીને ( ICRC) સોંપી દેવા અંગે ભારતને માહિતી આપવામાં આવી છે અને ભારતીય અધિકારીઓ મૃતદેહની પરત ફરવાની કામગીરી કરી રહ્યા છે.

અમેરિકા વિદેશ મંત્રાલયના પ્રવક્તા જલીના પોર્ટેર જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાનમાં લડાઈનું કવરેંજ કરતા સમયે રોઇટર્સના પત્રકાર દાનિશ સિદ્દીકીનું મોત નીપજતાં અમને ખૂબ દુઃખ થયું છે. તેમણે કહ્યું, “સિદ્દીકી તેમના કામ માટે જાણીતા હતા. ખાસ કરીને વિશ્વ માટે સૌથી જરૂરી અને પડકારજનક સમાચારમાં તેના દ્વારા ખેંચવામાં આવેલી તસ્વીરની હેડલાઈન્સ પાછળ ભાવનાઓ અને માનવીય ચહેરો બધાની સામે રાખતા હતા.

પોર્ટેરજણાવ્યું હતું કે સિદ્દીકીનું મોત માત્ર રોઇટર્સ અને તેના સાથીઓ માટે જ મોટું નુકસાન નથી પરંતુ તે આખા વિશ્વ માટે એક મોટું નુકસાન છે. અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં ઘણા પત્રકારોની હત્યા કરવામાં આવી છે. અમે હિંસા બંધ કરવા અપીલ કરવાનું ચાલુ રાખીએ છીએ. ન્યાયી અને ટકાઉ શાંતિ કરાર એ અફઘાનિસ્તાનમાં આગળ જવાનો એકમાત્ર રસ્તો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati