પાકિસ્તાનમાં હિન્દુ-શિખ ધર્મસ્થાનો પર ખતરો, માફિયાઓના નિશાને 287 મંદિરો

પાકિસ્તાનમાં હિન્દુ-શિખ ધર્મસ્થાનો પર ખતરો, માફિયાઓના નિશાને 287 મંદિરો
પાકિસ્તાનમાં હિંદુ મંદિરોની હાલત ખરાબ

રિપોર્ટમાં અનુસાર 365 મંદિરોમાંથી ફક્ત 13 જ તેમના દ્વારા સંચાલિત છે. જ્યારે 65 મંદિરોની જાળવણીની જવાબદારી હિન્દુ સમુદાય છોડી દેવાઈ છે.

Gautam Prajapati

| Edited By: Utpal Patel

Feb 09, 2021 | 7:30 PM

પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતી અને તેમના ધર્મસ્થાનોની દુર્દશાનો અહેવાલ બહાર આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં હિન્દુ ધર્મના મુખ્ય સ્થળોની સ્થિતિ નિરાશાજનક છે. અહેવાલમાં દુખ સાથે કહ્યું છે કે પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ મંદિરોની દેખરેખ રાખનાર એવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) મોટાભાગના પ્રાચીન અને પવિત્ર સ્થળોની સંભાળ રાખવામાં નિષ્ફળ ગયું છે.

પાકિસ્તાનના અગ્રણી અખબારના અહેવાલ મુજબ પાકિસ્તાન 5 મી ફેબ્રુઆરીએ સભ્ય ડો. શોએબ સુદલ કમિશન દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેની રચના સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવાયું કે ઇટીપીબી અનુસાર 365 મંદિરોમાંથી ફક્ત 13 જ તેમના દ્વારા સંચાલિત છે. જ્યારે 65 મંદિરોની જાળવણીની જવાબદારી હિન્દુ સમુદાય છોડી દેવાઈ છે.

આનો અર્થ છે કે બાકીના 287 મંદિરો જમીન માફિયાઓના સંપાદન માટે છોડી દેવામાં આવ્યા છે. આયોગે સુપ્રીમ કોર્ટને કહ્યું કે 6 અને 7 જાન્યુઆરીએ આયોગે અનુક્રમે ચકવાલમાં કતાસ રાજ મંદિર, મુલતાનમાં ચકવાલ અને પ્રહલાદ મંદિરની મુલાકાત લીધી હતી.

અહેવાલમાં પાકિસ્તાનની 4 સૌથી વધુ માન્યતાવાળી સાઇટ્સમાંથી 2 ની સ્થિતિની તસવીરો પણ બતાવવામાં આવી છે. આયોગે બે મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા. પ્રથમ, લઘુમતી સમુદાયોના પવિત્ર મંદિરોના પુનર્વસન માટે કાર્યકારી જૂથની રચના કરવામાં આવે. બીજું- ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નિર્જન ટેરી મંદિર / સમાધિના નવીનીકરણ માટે ઇટીપીબીને સૂચનાઓ આપવામાં આવે.

ધાર્મિક સ્થળોના પુનર્વસન માટે જૂથની રચના અહેવાલમાં કમિશને કોર્ટને બંને લઘુમતી સમુદાયોના પવિત્ર મંદિરોના પુનર્વસન માટે કાર્યકારી જૂથ બનાવવાની માંગ કરી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ટેકનીકના આ યુગમાં ઇટીપીબી હજી સુધી તેની સંપત્તિનું જિઓ ટેગિંગ નથી કરી શક્યું.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati