Taliban Arrested ISIS Members: તાલિબાનનો દાવો, ત્રણ મહિનામાં 600 ISIS આતંકવાદીઓની ધરપકડ બાદ હવે કોઈ મોટો ખતરો નથી

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવતાની સાથે જ ઇસ્લામિક સ્ટેટ વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને સૌથી મોટા આતંકવાદી હુમલાઓને અંજામ આપી રહ્યા છે.

Taliban Arrested ISIS Members: તાલિબાનનો દાવો, ત્રણ મહિનામાં 600 ISIS આતંકવાદીઓની ધરપકડ બાદ હવે કોઈ મોટો ખતરો નથી
Taliban
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 4:19 PM

Taliban Arrested ISIS Members: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે દાવો કર્યો છે કે તેણે છેલ્લા ત્રણ મહિનામાં દેશભરમાંથી ઇસ્લામિક સ્ટેટ (Islamic State)ના ઓછામાં ઓછા 600 સભ્યોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ઘણા આતંકવાદી સંગઠનોના ટોચના સભ્યો છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ (Press conference)ને સંબોધતા, ગુપ્તચર પ્રવક્તા ખલીલ હમરાજે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ IS આતંકવાદીઓ વિધ્વંસક કાર્યો અને હત્યાઓમાં સામેલ હતા,

હમરાજે કહ્યું, “કેટલાક ટોચના સભ્યો પણ ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ છે. જેઓ જેલમાં છે.તાલિબાને આ વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી, ઇસ્લામિક સ્ટેટે (Islamic State)યુદ્ધગ્રસ્ત દેશમાં અનેક ઘાતક હુમલાઓ કર્યા છે. તેણે આમાંના મોટાભાગના હુમલાઓ(Afghanistan ISIS Taliban)ની જવાબદારી પણ સ્વીકારી છે. આ આતંકવાદી સંગઠને તાજેતરમાં 2 નવેમ્બરના રોજ કાબુલમાં એક સૈન્ય હોસ્પિટલ પર ઘાતક હુમલો કર્યો હતો. આ સાથે સ્થળ પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

મસ્જિદો પર આત્મઘાતી હુમલા

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે, હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા અને 50થી વધુ ઘાયલ થયા. મૃતકોમાં કાબુલ મિલિટરી કોર્પ્સના મુખ્ય અને વરિષ્ઠ સભ્ય મૌલવી હમદુલ્લાહ મુખ્લિસનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબરમાં ઈસ્લામિક સ્ટેટે શિયા મુસ્લિમોને ચેતવણી આપી હતી કે તેમને દરેક જગ્યાએ નિશાન બનાવવામાં આવશે. ઇસ્લામિક સ્ટેટે બે શિયા મુસ્લિમો પર ઘાતક બોમ્બ ધડાકા કર્યા હતા. અહીં પણ આત્મઘાતી હુમલાખોરો નમાજ દરમિયાન લોકોની ભીડમાં છુપાઈ ગયા હતા અને પછી બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી હતી.

‘ઈસ્લામિક સ્ટેટ કોઈ મોટો ખતરો નથી’

એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદ પણ હાજર હતા. તેમણે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટ હાલમાં કોઈ મોટો ખતરો નથી અને કેટલાય પ્રાંતોમાં તેના 21 ઠેકાણા નાશ કરી દેવામાં આવ્યા છે (Afghanistan ISIS K Attack). મુજાહિદે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમારા પ્રયાસો Daesh (IS)ને જડમૂળથી ખતમ કરવા માટે ચાલુ છે, પરંતુ ખતરો ઘણી હદ સુધી શમી ગયો છે.” તેઓ અફઘાનિસ્તાનમાં લાંબા સમય સુધી નહીં રહે કારણ કે, તેમની પાસે લોકોનું સમર્થન નથી.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને નવાબ મલિકની પુત્રી વચ્ચે ધમસાણ ! અમૃતા ફડણવીસના ‘બિગડે નવાબ’ ટ્વિટનો નિલોફરે આપ્યો જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">