શું સુધરી ગયુ તાલિબાન ? મહિલાઓના બળજબરી લગ્ન પર પ્રતિબંધ, વિધવાઓને ફરીથી લગ્ન કરવાની છૂટ

અફઘાનિસ્તાનમાં વધતી ગરીબીથી પરેશાન લોકો પોતાની દીકરીઓને વેચી રહ્યા છે, જેથી તેમાંથી મળેલા પૈસા પરિવારનું ભરણપોષણ કરી શકે. જેને પગલે તાલિબાન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શું સુધરી ગયુ તાલિબાન ? મહિલાઓના બળજબરી લગ્ન પર પ્રતિબંધ, વિધવાઓને ફરીથી લગ્ન કરવાની છૂટ
Taliban Rule

Afghanistan : અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલા તાલિબાને (Taliban) શુક્રવારે કહ્યું હતુ કે, તેણે મહિલાઓના બળજબરીથી લગ્ન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે, તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુન્દઝાદાએ (Hibatullah Akhundzada) આ નિર્ણયની જાહેરાત કરી હતી. ઓગસ્ટમાં યુએસ અને નાટો સૈનિકોની પાછી ખેંચી લીધા બાદ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી, દેશમાં આંતરરાષ્ટ્રીય સહાય પુનઃસ્થાપિત કરવામાં આવી નથી અને અર્થવ્યવસ્થા ડગમગી રહી છે. દેશમાં ગરીબી પણ ઝડપથી વધી રહી છે.

તાલિબાનીઓનુ બદલાયેલુ વલણ

તાલિબાન દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સ્ત્રીઓ અને પુરુષો સમાન હોવા જોઈએ. બળજબરીથી કોઈ પણ મહિલાઓને લગ્ન કરવા દબાણ કરી શકાશે નહીં. વિકસિત રાષ્ટ્રો (Developed nations)પાસેથી માન્યતા મેળવવા અને સહાય પુનઃસ્થાપિત કરવા માટે આ માપદંડોને પૂર્ણ કરવા તાલિબાને આ પગલું ભર્યું હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન જેવા રૂઢિચુસ્ત દેશમાં બળજબરી પૂર્વક લગ્ન ખૂબ જ પ્રચલિત છે.

દીકરીઓ વેચીને લોકો પેટ ભરવા મજબુર

અફઘાનિસ્તાનમાં ગરીબીના પગલે લોકો દીકરી વેચીને જે પૈસા આવે છે તેનો ઉપયોગ દેવું ચૂકવવા અને પરિવારોને મદદ કરવા માટે કરે છે. તમને જણાવી દઈએ કે, આ નવા કાયદામાં (New Law)લગ્ન માટેની લઘુત્તમ વયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જોકે અગાઉ તે 16 વર્ષ હતી. અફઘાનિસ્તાનમાં દાયકાઓથી મહિલાઓને મિલકત તરીકે ગણવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ, વિવાદો અને આદિવાસી સંઘર્ષોને સમાપ્ત કરવા માટે પણ પુત્રીઓના બળજબરી લગ્ન કરવામાં આવે છે. તાલિબાને કહ્યું છે કે તે આ પ્રથાની વિરુદ્ધ છે.

વિધવા મહિલા 17 અઠવાડિયા બાદ કરી શકશે લગ્ન 

તાલિબાનના નવા કાયદા અનુસાર, હવે વિધવાને તેના પતિના મૃત્યુના 17 અઠવાડિયા બાદ ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે. તાલિબાન નેતૃત્વનું કહેવું છે કે, તેણે અફઘાન અદાલતોને મહિલાઓ, ખાસ કરીને વિધવાઓ સાથે ન્યાયપૂર્ણ વર્તન કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત તાલિબાને તેના મંત્રીઓને સમગ્ર વસ્તીમાં મહિલાઓના અધિકારો (Rights Of Women) વિશે જાગૃતિ ફેલાવવા જણાવ્યુ છે.

આ પણ વાંચો : Omicron: દક્ષિણ આફ્રિકામાં 5 વર્ષથી નાના બાળકોમાં સંક્રમણના કેસ વધ્યા, ઓમીક્રોન તો નથી કારણ ?

આ પણ વાંચો : પાકિસ્તાનના આ ગામમાં એકસાથે 900 બાળકો HIV ગ્રસ્ત મળી આવ્યા હતા! કારણ જાણીને તમને પણ આવશે ગુસ્સો

  • Follow us on Facebook

Published On - 11:17 am, Sat, 4 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati