લગ્નમાં ગીત ગાયું તો ભડક્યા તાલિબાન, ગાયકોના ગળામાં તબલા-હાર્મોનિયમ લટકાવીને ચોમેર ફેરવ્યા, જુઓ વીડિયો

લગ્નમાં ગીત ગાયું તો ભડક્યા તાલિબાન, ગાયકોના ગળામાં તબલા-હાર્મોનિયમ લટકાવીને ચોમેર ફેરવ્યા, જુઓ વીડિયો
Taliban at Afghanistan

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પાંચ તાલિબાન લડવૈયાઓ હથિયારો સાથે જોઈ શકાય છે. સાથે જ યુવાનોના ગળામાં તબલા અને હાર્મોનિયમ લટકાવેલા જોવા મળ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Mar 06, 2022 | 12:12 PM

અફઘાનિસ્તાનમાં (Afghanistan), લોકો સામે તાલિબાન (Taliban) અન્યાયપૂર્ણ કાર્યવાહી કરી રહ્યાં છે. કુનાર પ્રાંતમાં લગ્ન સમારંભમાંથી બે સ્થાનિક ગાયકોની તાલિબાને ધરપકડ કરી હતી. આ પછી, તેમને સજાના ભાગરૂપે, ગળામાં સંગીત વાદ્ય લટકાવવામાં આવ્યાં અને રસ્તા ઉપર ફેરવવામાં આવ્યા હતા. અગાઉની તાલિબાન સરકારમાં ગીતો વગાડવા પર પ્રતિબંધ હતો. પરંતુ ગયા વર્ષે ફરી સત્તા પર પાછા ફર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે તેઓ પહેલા કરતા બદલાઈ ચૂક્યા છે અને સંગીત વગેરે પર કોઈ નિયંત્રણો નહીં હોય. જોકે, આ કિસ્સાએ ફરી એકવાર તાલિબાનનું અસલી સ્વરૂપ દુનિયા સમક્ષ ઉજાગર કર્યું છે.

યુદ્ધગ્રસ્ત દેશના એક મીડિયા આઉટલેટ, પાયેક મીડિયાએ ટ્વિટ કર્યું, “તાલિબાને કુનાર પ્રાંતમાં લગ્ન સમારંભમાંથી બે સ્થાનિક ગાયકોની ધરપકડ કરી અને તેમના ગળામાં સંગીતનાં વાદ્ય લટકાવીને સજા કરી.” તાલિબાન લડવૈયાઓ હથિયારો સાથે જોઈ શકાય છે. સાથે જ યુવાનોના ગળામાં તબલા અને હાર્મોનિયમ લટકતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને યુવકોના હાથ પાછળની તરફ છે. જાન્યુઆરીના મધ્યમાં, આવી જ એક ઘટનામાં, તાલિબાને અફઘાનિસ્તાનના (Taliban in Afghanistan) પક્તિયા પ્રાંતમાં એક સંગીતકારની સામે સંગીતનાં વાદ્યને સળગાવી નાખ્યું હતું.

લગ્નોમાં સંગીત પર પ્રતિબંધ

અફઘાનિસ્તાનના એક પત્રકાર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સંગીતકાર તેના સંગીતનાં સાધનોને સળગતા જોઈને રડતો જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અબ્દુલહક ઓમેરી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વાયરલ વીડિયોમાં બંદૂક ધારક એક વ્યક્તિ સંગીતકાર પર હસતો જોવા મળે છે જ્યારે અન્ય તેની દયનીય સ્થિતિનો વીડિયો બનાવી રહ્યો હતા. આ વખતે, ઓમેરીએ તાજેતરની ઘટનાનો વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે સંગીતકારો સાથે કેવું વર્તન કરવામાં આવ્યું છે. તાલિબાને લગ્નોમાં લાઇવ મ્યુઝિક પર પ્રતિબંધ મૂક્યો છે અને પુરુષો અને સ્ત્રીઓને અલગ-અલગ હૉલમાં ઉજવણી કરવાનું કહ્યું છે.

મહિલાઓને ટીવી પર બતાવવા ઉપર પ્રતિબંધ!

તાલિબાનના ‘પ્રમોશન ઑફ વર્ચ્યુ એન્ડ વાઇસ ઑફ પ્રિવેન્શન’ મંત્રાલયે ધાર્મિક માર્ગદર્શિકા પણ જાહેર કરી, અફઘાન ટીવી ચેનલોને નાટકો અને ટીવી સિરિયલોમાં મહિલાઓને બતાવવાનું બંધ કરવા કહ્યું છે. ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, જો કે, તાલિબાને કહ્યું હતું કે આ નવી માર્ગદર્શિકા લાગુ કરી શકાતી નથી. પરંતુ તાલિબાનના ઈતિહાસને જોતા એવો ડર જરૂર હતો કે તેઓ દેશમાં શરિયા કાયદો લાગુ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાલિબાનના પાછા ફર્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓની હાલત દયનીય બની ગઈ છે.

આ પણ વાંચોઃ

Russia-Ukraine War: રશિયાએ યુક્રેનના આ શહેરોના લોકો માટે તેમના દેશમાં પ્રવેશવું બનાવ્યું સરળ, હવે વિઝાની જરૂર નહીં પડે

આ પણ વાંચોઃ

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે, શું આવશે યુદ્ધનો અંત જાણો?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati