Vaccine લો અને લોટરી જીતો ! વેક્સિન લેવા બદલ અહીં આપવામાં આવશે 10 લાખ રૂપિયા

સરકારો લોકોને રસીકરણ માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે. લોકોને વિવિધ પ્રકારની ઓફરો પણ આપવામાં આવી રહી છે.

Vaccine લો અને લોટરી જીતો ! વેક્સિન લેવા બદલ અહીં આપવામાં આવશે 10 લાખ રૂપિયા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 15, 2021 | 6:06 PM

આખું વિશ્વ કોરોના વાયરસની ચપેટમાં છે. હાલાત એ છે કે લાખો પ્રયત્નો છતાં આ રોગચાળો વધી રહ્યો છે. જો કે, કોરોના સામે રસીકરણનું વિશ્વવ્યાપી અભિયાન જોર-જોરથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં, સરકાર હવે લોકોને રસીકરણ (Vaccination) માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે.

લોકોને વિવિધ પ્રકારની ઓફરો પણ આપવામાં આવી રહી છે. આમ હોવા છતાં, લોકો ઘણી જગ્યાએ રસી લેવાથી ગભરાય રહ્યા છે અથવા તો બહાના બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોને વેક્સિન લેવા માટે પ્રેરિત કરવા અમેરીકાના ઓહાયોમાં રસીકરણના દરને વધારવા એક ખાસ ઓફર રાખવામાં આવી છે.

અમેરિકાના એક શહેર ઓહાયોમાં રસીકરણને લઇને એક ખાસ ઓફર રાખવામાં આવી છે. જેનાથી બધાને આશ્ચર્ય થઇ રહ્યો છે. અહીં રસી (Vaccine) લેવા પર લોકોને 10 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ ઓફર વિશે

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

ભારત સહિતના ઘણા દેશોમાં, લોકોને કોરોનાની રસી લગાડવા વિવિધ રીતે પ્રેરણા આપવામાં આવી રહી છે. આપણા દેશમાં મોટી મોટી હસ્તીઓ સતત લોકોને પ્રેરણા આપવાના પ્રયત્નો કરી રહી છે. આ સિવાય અનેક જગ્યાએ લોકોને ભેટો અને પૈસા પણ આપવામાં આવી રહ્યા છે. જોકે, અમેરિકાના ઓહિયો શહેરએ આ મામલે બધાને પાછળ છોડી દીધા છે.

અહીંના રાજ્યપાલે જાહેરાત કરી છે કે અહીંના લોકો કોરોના રસી લગાવીને 10 લાખ રૂપિયા સુધીની જીત મેળવી શકે છે. રાજ્યપાલ માઇક ડેવાઇને જાહેરાત કરી છે કે, ‘કોરોના વાયરસ રાહત ભંડોળમાંથી 26 મેથી લોટરીની ઘોષણા કરવામાં આવી રહી છે, આ લોટરીમાં તે બધા લોકોનો સમાવેશ કરવામાં આવશે, જેમણે ઓછામાં ઓછો કોરોના વેક્સિનનો એક ડોઝ લીધો હશે.’

આ ઓફર પાંચ અઠવાડિયા માટેની રહેશે

રાજ્યપાલ માઇક ડેવાઇન માને છે કે આ ઓફર લોકોને કોરોના રસી લેવા માટે પ્રેરે છે. અહેવાલ મુજબ લોટરીનો ડ્રો દર બુધવારે કરવામાં આવશે અને તે ઓફર આવતા પાંચ અઠવાડિયા સુધી રહેશે. જે જીતશે તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

તમને અહીં જણાવી દઇએ કે ઓહાયો સિવાય, બીજા ઘણા દેશો છે, જ્યાં સરકારે રસી લેવા બદલ આર્થિક મદદની જાહેરાત કરી છે. હવે જોવાનું એ છે કે શું આ ઓફર લોકોને કોરોના રસી લેવા માટે પ્રોત્સાહિત કરે છે કે અન્ય કોઈ પરિણામ બહાર આવે છે.

આ લોટરીની યોજના પાછળ 1 મિલીયન ડોલર એટલે કે લગભગ 7.35 કરોડ રૂપિયાનો ખર્ચ થશે સાથે જ ત્યાંના ગવર્નરે વેક્સિન લેવા બદલ સ્કોલરશિપની પણ જાહેરાત કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">