આ દેશમાં સમલૈંગિક લગ્નને લઈને અડધીથી વધુ વસ્તીએ આપી સહમતી, ખુશીથી ઝૂમી ઉઠયા લોકો

આ દેશમાં સમલૈંગિક લોકો અને તેનું સમર્થન કરનારા લોકો ખુશીથી નાચી ઉઠી રહ્યા છે. સમલૈંગિક કપલને જલ્દી જ લગ્ન કરવાનો અધિકાર મળી શકે છે.

આ દેશમાં સમલૈંગિક લગ્નને લઈને અડધીથી વધુ વસ્તીએ આપી સહમતી, ખુશીથી ઝૂમી ઉઠયા લોકો
File photo

સમલૈંગિક લગ્ન અંગે લોકોનો અભિપ્રાય જાણવા માટે રવિવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં (Switzerland) લોકમત યોજાયો હતો. જે દર્શાવે છે કે દેશની અડધાથી વધુ વસ્તીને તેની સાથે કોઈ સમસ્યા નથી. સ્વિટ્ઝર્લૅન્ડની સરકારી પ્રસારણકર્તા માટે gfs.bern મતદાન એજન્સીએ અંદાજ બહાર પાડ્યો છે જે દર્શાવે છે કે 64 ટકા લોકો સમલૈંગિક લગ્નની તરફેણમાં છે. જ્યારે 36 ટકા લોકો તેની વિરુદ્ધ હતા.

લગભગ બે તૃતીયાંશ સ્વિસ મતદારોએ સમલૈંગિક લગ્ન શરૂ કરવાની સરકારની યોજનાને મંજૂરી આપી છે. પરિણામો બાદ સમલૈંગિક લોકો અને તેમના સમર્થકો ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સ્વિટ્ઝર્લૅન્ડની સંસદ અને સંચાલક ફેડરલ કાઉન્સિલે ‘મેરેજ ફોર ઓલ’ નિયમનું સમર્થન કર્યું છે.

ભૂતકાળમાં આ સંદર્ભમાં લોકમત યોજાયા હતા, જેમાં લોકોએ નક્કર ટેકો વ્યક્ત કર્યો હતો. સ્વિટ્ઝર્લૅન્ડ 2007 થી સમલૈંગિક પાર્ટનરશીપને મંજૂરી આપી છે. સમર્થકોનું કહેવું છે કે સમલૈંગિક યુગલોને વિજાતીય યુગલો જેવા જ અધિકારો હોવા જોઈએ. જેમ કે બાળકને દત્તક લેવું અથવા નાગરિકતા સંબંધિત અધિકારો.

અત્યાર સુધી મર્યાદિત અધિકાર હતા
સમલૈંગિક લગ્ન એ છે કે જેમાં બે પુરુષો એકબીજા સાથે લગ્ન કરે છે અથવા એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે. એટલે કે એક જ લિંગના બે લોકો લગ્ન કરી શકે છે. અત્યાર સુધી સ્વિટ્ઝર્લૅન્ડમાં આ લોકોને માત્ર પાર્ટનરશિપની મંજૂરી છે અને તેમના અધિકારો મર્યાદિત છે. પરંતુ સરકારની નવી યોજના સાથે તેમને લગ્ન કરવાનો અધિકાર પણ મળશે.

લોકો શું કહે છે?
સમલૈંગિક લગ્નનો વિરોધ કરનારાઓ કહે છે કે સિવિલ પાર્ટનરશીપથી સીધા લગ્ન કરવાનો અધિકાર આપવો યોગ્ય નથી. આ એક પુરુષ અને એક સ્ત્રી પર આધારિત કુટુંબ વ્યવસ્થાને નબળી પાડશે.

મત આપવા આવેલા અન્ના લિમ્બર્જરે કહ્યું કે, ‘હું ના કહેવા જઈ રહ્યો છું કારણ કે મારા મતે બાળકને માતા અને પિતા બંને હોવા જોઈએ.’ સમર્થનમાં મત આપનાર નિકોલસ દિરલટકાએ કહ્યું, મને લાગે છે કે સમલૈંગિક લગ્ન ચોક્કસપણે અલગ છે પરંતુ બાળકોને પ્રેમ અને આદર મળવો જરૂરી છે. એવા પણ બાળકો છે જેમને તેમના માતા-પિતા તરફથી પ્રેમ અને આદર મળતો નથી.

 

આ પણ વાંચો : Maharashtra Rain: ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ની અસરને કારણે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે મુશળધાર વરસાદ, 4 દિવસ માટે ચેતવણી જાહેર

આ પણ વાંચો :બાળકીએ તેના પિતાને આ રીતે સમજાવ્યા ટ્રાફિક નિયમો, Video જોઇને તમે પણ કરશો સુરત પોલીસની પ્રશંસા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati