સ્વીડનની પ્રથમ મહિલા વડાપ્રધાને થોડા જ કલાકમાં ખુરશી ગુમાવી, જાણો શું છે સમગ્ર મામલો

સ્વીડનની સંસદે એન્ડરસનને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે બુધવારે પસંદગી કરી હતી. સ્વીડનના બંધારણ મુજબ, જો 175 સાંસદો કોઈ ઉમેદવારની વિરુદ્ધ ન હોય તો તેને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકાય છે.

સ્વીડનની પ્રથમ મહિલા વડાપ્રધાને થોડા જ કલાકમાં ખુરશી ગુમાવી, જાણો શું છે સમગ્ર મામલો
Magdalena Andersson

સ્વીડનના (Sweden) પ્રથમ મહિલા વડા પ્રધાન મેગડાલેના એન્ડરસનને (Magdalena Andersson) પદ સંભાળ્યાના કલાકો બાદ રાજીનામું આપવું પડ્યું હતું. વાસ્તવમાં સંસદમાં બજેટ પ્રસ્તાવ પર એન્ડરસનની સરકારનો પરાજય થયો અને બે પક્ષોની તેમની લઘુમતી સરકારમાંથી એક પક્ષ અલગ થઈ ગયો.

મેંગડાલેને સ્ટેફન લોફવેનનું સ્થાન વડાપ્રધાન તરીકે લીધું. હકીકતમાં, લોફવેને આ વર્ષની શરૂઆતમાં વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. જોફવેન હાલમાં કાર્યવાહક વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા હતા. એન્ડરસન અગાઉ નાણામંત્રી હતા.

કાયદેસરતા અંગે ઉઠેલા પ્રશ્નથી નારાજ

પ્રેસ કોન્ફરન્સમાં એન્ડરસને કહ્યું કે વડાપ્રધાન બનવું તેમના માટે સન્માનની વાત છે. પરંતુ, તે એવી સરકારનું નેતૃત્વ કરવા માંગતી નથી કે જ્યાં તેની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે. તેમણે કહ્યું કે ગઠબંધન સરકારે રાજીનામું આપવું જોઈએ જો તેનો કોઈ પક્ષ સરકારથી અલગ થઈ જાય. એ હકીકત હોવા છતાં કે સંસદની સ્થિતિ બદલાઈ નથી અને ફરીથી પ્રયાસ કરવાની જરૂર છે.

નોંધનીય છે કે સ્વીડનની સંસદે બુધવારે દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે એન્ડરસનની પસંદગી કરી હતી. સ્વીડનની 349 સભ્યોની સંસદમાં 117 સભ્યોએ એન્ડરસનની તરફેણમાં અને 174 વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. સ્વીડનના બંધારણ મુજબ, જો 175 સાંસદો ઉમેદવારની વિરુદ્ધમાં ન હોય તો તેને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકાય છે.

સ્ટીફન લોફવેનની વાત કરતાં તેણે કહ્યું હતું કે તે નવેમ્બરમાં પોતાનું પદ છોડી દેશે. લોફવેન, જેઓ 2014 થી પદ પર છે, તેમણે પણ જાહેરાત કરી હતી કે તેઓ નવેમ્બરમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના વડા પદેથી રાજીનામું આપશે. દેશમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

લોફવેન આ વર્ષની શરૂઆતમાં સંસદમાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહેનાર પ્રથમ સ્વીડિશ નેતા છે. તેમણે પાર્ટીને જણાવ્યું હતું કે, “હું નવેમ્બરમાં પાર્ટીના અધ્યક્ષ અને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા માંગુ છું.” સંસદની 349 બેઠકોમાંથી તેની પાસે 100 બેઠકો છે.

આ પણ વાંચો : Atrangi Re Trailer : ‘અતરંગી રે’ નું ટ્રેલર શેર કરતી વખતે અક્ષય કુમારે મોટી ભૂલ કરી દીધી હતી, જેના કારણે થયો ટ્રોલ

આ પણ વાંચો : Happy birthday Roopa Ganguly : રૂપા ગાંગુલીએ દ્રૌપદી બનીને ફેન્સના દિલમાં બનાવી હતી જગ્યા, ચીરહરણના શૂટ બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી હતી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati