‘સ્વાદ બડી ચીજ હૈ’ બર્ગરનો સ્વાદ માણવા માટે પ્રેમી યુગલે 2 લાખ ખર્ચી 450 કિ.મી હેલીકોપ્ટર ઉડાવ્યુ

'સ્વાદ બડી ચીજ હૈ' બર્ગરનો સ્વાદ માણવા માટે પ્રેમી યુગલે 2 લાખ ખર્ચી 450 કિ.મી હેલીકોપ્ટર ઉડાવ્યુ

શોખ પણ મોટી ચીજ હોય છે, એક વ્યક્તિએ બર્ગર ખાવા માટે થઈને 2 લાખ રુપિયા ખર્ચી કાઢ્યા હતા. આ માટે તેણે 450 કિ.મી દુર પહોંચવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. આવો ગજબ શોખ કરનારો શખ્શ અરબપતિ વિક્ટર માર્ટિનોવ હતો. 33 વર્ષીય આ અરબપતિ યુવક વિકટર માર્ટિવ અને તેની પ્રેમિકા બંને જણા ક્રિમીયામાં રજાઓ ગાળી રહ્યા છે. […]

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Dec 05, 2020 | 9:42 PM

શોખ પણ મોટી ચીજ હોય છે, એક વ્યક્તિએ બર્ગર ખાવા માટે થઈને 2 લાખ રુપિયા ખર્ચી કાઢ્યા હતા. આ માટે તેણે 450 કિ.મી દુર પહોંચવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. આવો ગજબ શોખ કરનારો શખ્શ અરબપતિ વિક્ટર માર્ટિનોવ હતો. 33 વર્ષીય આ અરબપતિ યુવક વિકટર માર્ટિવ અને તેની પ્રેમિકા બંને જણા ક્રિમીયામાં રજાઓ ગાળી રહ્યા છે. પરંતુ તેઓ ત્યાં ઓર્ગેનિક ભોજન સતત લેવાને લઈને કંઈક અલગ ખાવાની ઈચ્છી રહ્યા હતા.

 Swad badi chij hai burger no swad manva mate premi yugal e 2 lakh kharchi 450 KM helicopter udavyu

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ દરમ્યાન બર્ગર ખાવાની ઈચ્છા કરીને તેઓએ એક હેલિકોપ્ટર બુક કર્યુ હતુ અને નજીકના મેકનોડાલ્સ આઉટલેટ પર ઉડાન ભરી હતી. મેકડોનાલ્સનું આઉટલેટ તેઓ જ્યાં ક્રિમીયામાં હતા. ત્યાંથી 450 કિલોમીટર દુર હતો. એક રશિયન મિડીયાનુસાર વિક્ટરે આ હેલિકોપ્ટર ડ્રાઈવ માટે 2,000 પાઉન્ડ એટલે કે 2 લાખ રુપિયા ચુકવ્યા હતા. આઉટ લેટ પર તેમણે બર્ગર, ક્રાઈઝ અને મિલ્કશેકનો ઓર્ડર કર્યો હતો જેની કિંમત 49 પાઉન્ડ થઈ હતી. 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Swad badi chij hai burger no swad manva mate premi yugal e 2 lakh kharchi 450 KM helicopter udavyu

રુસી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, હું અને મારી પ્રેમિકા બંને ત્યાં ઓર્ગેનિક ફુડ આરોગીને તંગ આવી ગયા હતા. અમે નોર્મલ મોસ્કો ખોરાક ઈચ્છતા હતા. આ માટે અમે એક હેલિકોપ્ટર ભાડે લીધુ હતુ અને કિ ક્રાસનોડોર માટે ઉડાન ભરી હતી. વાસ્તવમાં તે ખૂબ રોમાંચ ભરેલુ રહ્યુ હતુ. અમે હેમબર્ગરનો સ્વાદ માણ્યો હતો અને પરત હેલીકોપ્ટરમાં ઉડાન ભરી લીધી હતી. સાથે એ પણ બતાવી દઈએ કે માર્ટીનોવ એક મોસ્કોની કંપનીના સીઈઓ છે. જે હેલીકોપ્ટર વેચે છે. 2014માં ક્રિમીયામાં ફાસ્ટ ફુડના સંચાલન બંધ થઈ ગયા હતા. જેથી હવે ક્રિમીયામાં એક પણ મેકડોનાલ્સ આઉટલેટ નથી. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati