Suez Canal : ઈજીપ્તની પહેલી મહિલા કેપ્ટન Marwa Elselehdar પર લાગ્યો સુએઝમાં જહાજ ફસાવવાનો આરોપ

Suez Canal : ઈજીપ્તની સુએઝ કેનાલમાં મહાકાય Ever Given જહાજ ફસાયું હતું, જે એક વૈશ્વિક મુદ્દો બન્યો હતો. આ ઘટનાથી જળપરિવહન ક્ષેત્રે અબજોનું નુકસાન થયું હતું.

Suez Canal : ઈજીપ્તની પહેલી મહિલા કેપ્ટન Marwa Elselehdar પર લાગ્યો સુએઝમાં જહાજ ફસાવવાનો આરોપ
ઈજીપ્તની પ્રથમ મહિલા કેપ્ટન Marwa Elselehdar
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 4:09 PM

Suez Canal : ઇજિપ્તની સુએઝ કેનાલમાં વિશાળ કાર્ગો શિપ Ever Given અટવાયા બાદ સુએઝ કેનાલની બંને બાજુ જળપરિવહન જામ થઈ ગયું હતું અને 350 થી વધુ કાર્ગો જહાજ ફસાયા હતા. ત્યારબાદ ઈજીપ્તની પહેલી મહિલા કેપ્ટન Marwa Elselehdar મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને તેને આ ઘટના માટે તેણે દોષી ઠેરવવામાં આવી હતી, જ્યારે તે સમયે Marwa Elselehdar સેંકડો માઇલ દૂર એલેક્ઝાન્ડ્રિયામાં ‘એડા-ફોર’ નામના જહાજમાં ફર્સ્ટ મેટ તરીકે કામ કરી રહી હતી.

ફેકન્યુઝના કારણે મારવા હેરાન થઇ ગઈ હતી મહાકાય Ever Given જહાજ સુએઝ કેનાલમાં અટવાઈ ગયા પછી મારવા વિશે ફેકન્યુઝ ફરવા લાગ્યા અને સુએઝમાં મહાકાય જહાજ ફસાવા અંગે તેની ભૂમિકા વિશે સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા. આને કારણે મારવાને આંચકો લાગ્યો હતો. કેમ કે સંપાદિત થયેલા સમાચારમાં તેમના ફોટો વપરાયા હતા. મારવાના નકલી ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા હતા.

મારવાએ વ્યકત કર્યું દુઃખ Marwa Elselehdar એ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ અફવા કોણે અને કેમ ફેલાવી તેનો તેમને ખ્યાલ નથી. તેણે કહ્યું, ‘મને લાગ્યું કે આ ક્ષેત્રમાં સફળ મહિલા હોવાને કારણે અને ઇજિપ્તની હોવાથી નિશાન બનાવવામાં આવી હતી. જો કે, તે શા માટે કરવામાં આવ્યુ હશે તે બરાબર કહી શકાશે નહીં.”

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Suez Canal: Egypt's first woman captain Marwa Elselehdar accused of hijacking ship in Suez

અફવાઓ ફેલાયા પછી આ વાતનો હતો ડર Marwa Elselehdar કહે છે કે જ્યારે તેમના નામની અફવાઓ અને ફેકન્યુઝ ફેલાવાના શરૂ થઈ ગયા ત્યારે તેને ડર હતો કે આની અસર તેના કામ પર પડશે.મારવાએ કહ્યું, ‘આ ફેકન્યુઝ અંગ્રેજીમાં હતા, તેથી ઘણા દેશોમાં ઝડપથી ફેલાયા.’ તેણે કહ્યું, ‘મેં આ સમાચારને ખોટા ઠેરવવાના પ્રયત્ન કર્યા, કારણ કે તેનાથી મારું નામ ખરાબ થયું છે. આ ફેકન્યૂઝમાં ઘણી નકારાત્મક ટિપ્પણીઓ હતી, પરંતુ ઘણા સામાન્ય લોકો અને મારી સાથે કામ કરનારાઓએ પણ સકારાત્મક ટિપ્પણીઓ લખી હતી. જે લોકો મને પ્રોત્સાહિત કરી રહ્યા હતા તેમના તરફ મેં ધ્યાન આપ્યું હતું.

સુએઝ કેનાલ પાર કરવા માટે મળ્યો હતો રાષ્ટ્રપતિ એવોર્ડ અભ્યાસ પૂરો કર્યા પછી Marwa Elselehdar એ જહાજમાં ફર્સ્ટ મેટ તરીકે કામ કર્યું. 2015 માં જ્યારે ‘એડા-ફોર’ જહાજ પ્રથમ વખત સુએઝ કેનાલમાં ઉતર્યું હતું, ત્યારે મારવાને તેની કેપ્ટન બનાવવામાં આવી હતી. તે સમયે ઇજિપ્તની સુએઝ કેનાલને પાર કરનાર સૌથી યુવા અને પ્રથમ મહિલા કેપ્ટન હતી. આ માટે વર્ષ 2017 માં ઇજિપ્તમાં આયોજિત મહિલા દિનની ઉજવણીમાં રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ-સિસી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">