સુધરે એ ચીન નહીં, માર ખાઈને પણ તંગડી ઉંચી રાખવા હવે અક્સાઈ ચીનમાં ખડકી કિલર પરમાણું મિસાઈલ, સમગ્ર ભારતમાં મચાવી શકે છે તબાહી

સુધરે એ ચીન નહીં, માર ખાઈને પણ તંગડી ઉંચી રાખવા હવે અક્સાઈ ચીનમાં ખડકી કિલર પરમાણું મિસાઈલ, સમગ્ર ભારતમાં મચાવી શકે છે તબાહી

લદ્દાખમાં ભારત સાથે તણાવ વચ્ચે ચીનનાં ઈરાદાઓ વધારે ખતરનાક તઈ રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે લગાતાર ચાલી રહેલી વાર્તા નિષ્ફળ રહી છે તે બાદ ચીની સેના હવે મોટા પ્રમાણમાં ઘાતક હથિયારોને ભેગા કરવામાં લાગી ગઈ છે.પીપલ્સ લીબરેશન આર્મી લદ્દાખથી અડીને આવેલા ચીનના કબજા ક્ષેત્ર વાળા અક્સાઈ ચીન વિસ્તારમાં મધ્યમ અંતર સુધી માર કરવાવાળી કિલર […]

Pinak Shukla

|

Sep 23, 2020 | 4:32 PM

લદ્દાખમાં ભારત સાથે તણાવ વચ્ચે ચીનનાં ઈરાદાઓ વધારે ખતરનાક તઈ રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે લગાતાર ચાલી રહેલી વાર્તા નિષ્ફળ રહી છે તે બાદ ચીની સેના હવે મોટા પ્રમાણમાં ઘાતક હથિયારોને ભેગા કરવામાં લાગી ગઈ છે.પીપલ્સ લીબરેશન આર્મી લદ્દાખથી અડીને આવેલા ચીનના કબજા ક્ષેત્ર વાળા અક્સાઈ ચીન વિસ્તારમાં મધ્યમ અંતર સુધી માર કરવાવાળી કિલર મિસાઈલ ખડકી રહ્યું છે. આ મિસાઈલોની રેન્જ અને સંખ્યા એટલી વધારે છે કે ચીનની સેના સમગ્ર ભારતને નિશાન બનાવી શકે છે, તો બીજી તરફ ચીનની સેનાનો મુકાબલો કરવા ભારતીય સેનાએ પણ મોટા પાયા પર ઘાતક હથિયારોને ખડકી દીધા છે.

એક રીપોર્ટ પ્રમાણે ચીન ભારતને ધમકાવવા માટે અક્સાઈ ચીનમાં મોટી સંખ્યામાં મધ્યમ અંતર સુધી મારક ક્ષમતા વાળી મિસાઈલ ખડકી રહી છે. સેટેલાઈટથી મળેલી તસવીરોથી ખબર પડી રહી છે કે અક્સાઈ ચીન વિસ્તારમાં ચીની એરબેઝને મિસાઈલ, તોપો અને લાંબા અંતર સુધી માર કરવામાં સક્ષમ રોકેટથી ભરી દીધા છે. તે સિવાય ચીન મિસાઈલો છુપાવવા માટે જમીનની અંદર ઠેકાણાઓ બનાવી રહી છે જેથી તે સેટેલાઈટની પકડમાં નહી આવે સાથે કોઈ હુમલામાં તે નાશ પણ નહી પામે.

સાઉથ ચાઈના સી રણનીતિને રીપીટ કરી રહ્યું છે ચીન

એ સિવાય જમીનથી હવામાં માર કરવાવાળી મિસાઈલો પણ આ ઠેકાણા પર જોવા મળી છે. ચીને આવા જ પ્રકારની રણનીતિ સાઉથ ચાઈના-સી માં અપનાવી હતી કે જ્યાં અભ્યાસ કરી રહેલા અમેરિકાનાં નૌ સેના એરક્રાફ્ટ કેરિયરને ધમકાવવા માટે DF-26 અને DF 21-D મિસાઈલને ખડકી દીધી હતી. અગર ભારત અને ચીનમાં સહમતિ બને પણ છે તો આ મિસાઈલને અક્સાઈ ચીનથી હટાવવામાં ઘણો સમય લાગશે. વિશ્લેષકોનું માનવું છે કે ચીન ભારત સાથે મનોવૈજ્ઞાનિક ઢબથી યુદ્ધ લડી રહ્યું છે.
તો, ભારતીય સેનાનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ભારતીય સેના PLAનાં આવા મનોવૈજ્ઞાનિક યુદ્ધથી જરા પણ પરેશાન નથી, કેમકે ભારત ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ જવાબ આપવા માટે તૈયાર છે.

લદ્દાખમાં તણાવ: તિબેટમાં યુદ્ધ અભ્યાસમાં જોતરાયું ચીન, એલીટ પૈરા સ્પેશ્યલ ફોર્સનો ખડકી

ચીનનાં સરકારી મીડિયા સીસીટીવી મુજબ તિબેટ મિલ્ટ્રી એરીયા કમાન્ડની વિશેષ ઓપરેશન બ્રિગેડ અને આર્મી એવિએશન બ્રિગેડે મળીને સ્પેશ્યલ પૈરા કમાન્ડો ટીમને હાઈ એલ્ટીટ્યુડથી જંપ કરવાની ટ્રેનીંગ આપી છે. આ રીપોર્ટમાં ટ્રેનીંગની જગ્યાનો ખુલાસો નથી કરવામાં આવ્યો કે જેમાં અત્યાર સુધીમાં 300 સૈનિકોને ટ્રેનીંગ આપવામાં આવી છે.ભારત અને ચીન વચ્ચે

ભારત અને ચીન વચ્ચે તણાવ વાળા વિસ્તાર વધારે પડતી ઉંચાઈ પર છે, આ વિસ્તારમાં આવનજાવનનાં સાધન અને રસ્તાઓનો પણ અભાવ છે એવામાં અગર યુદ્ધ જેવી પરિસ્થિતિ બને છે તો જલ્દી થી જલ્દી સૈનિકોનો ખડકલો હવાઈ માર્ગથી કરવામાં આવી શકે છે. એવામાં દરેક દેશ પોતાની સાથે એક ખાસ પેરાશુટ બ્રિગેડ જરૂર રાખે છે જેને આધારે સૈનિક નક્કી કરેલા ટાર્ગેટ વાળી જગ્યા પર જલ્દીથી જલ્દી પહોચી શકે છે.

સીસીટીવીએ ઓગસ્ટ મહિનામાં એક રીપોર્ટ બહાર પાડી હતી જેમાં ચીન Y-20 એરલિફ્ટ વિમાનોનાં માધ્યમથી પેરાટ્રુપર્સની ટીમ અને તેના ભારે સામાનને ભારતની નજરની સીમા પર પહોચાડી દેવામાં આવ્યો છે જેમાં 107 મિલિમીટરનાં મલ્ટીબેરલ રોકેટ લોન્ચર સામેલ છે અને જેની રેન્જ 8 કિલોમીટર સુધીની માનવામાં આવે છે. આ હથિયાર પૈરાટ્રુપર્સની પસંદગીનાં હથિયાર માનવામાં આવે છે કેમકે તે વજનમાં હલકા હોવાથી આસાનીથી તેને ઈન્સ્ટોલ કરી શકાય છે.આ વચ્ચે હોંગકોંગનાં સેના વિશેષજ્ઞે ચીનની પોલ ખોલતા કહ્યું કે ચીન પેરા ટ્રુપર્સ પાસે લડાઈની ભલે તૈયારી કરાવતું હોય પણ ભારતનાં સૈનિકો પહેલેથી જ માઉન્ટન વોરફેયર અને ઉંચાઈ પર યુદ્ધ લડવામાં માસ્ટર છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati