Sudan Coup: સુદાનમાં તખ્તાપલટના વિરોધમાં લોકો ઉતરી આવ્યા રસ્તા પર, દેશમાં રાજકીય ઉથલપાથલ શરૂ

Sudan Coup: સુદાનમાં તખ્તાપલટના વિરોધમાં લોકો ઉતરી આવ્યા રસ્તા પર, દેશમાં રાજકીય ઉથલપાથલ શરૂ
protests in sudan

Protests in Sudan Over Coup: શનિવારે રાજધાની ખાર્તુમ અને દેશના અન્ય ભાગોમાં કડક સુરક્ષા વચ્ચે સુદાનમાં ઑક્ટોબરના તખ્તાપલટ અને ત્યારપછીના નાટકીય ઘટનાક્રમનો વિરોધ કરતા લોકોએ પ્રદર્શન કર્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 26, 2021 | 12:07 PM

Protests in Sudan Over Coup: શનિવારે રાજધાની ખાર્તુમ અને દેશના અન્ય ભાગોમાં કડક સુરક્ષા વચ્ચે સુદાનમાં ઑક્ટોબરના તખ્તાપલટ અને ત્યારપછીના નાટકીય ઘટનાક્રમનો વિરોધ કરતા લોકોએ પ્રદર્શન કર્યા હતા. લશ્કરી બળવા પછી એક કરાર હેઠળ વડા પ્રધાનને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે, પરંતુ દેશની લોકશાહી તરફી ચળવળને સાઈડલાઈન કરવામાં આવી છે. સુદાનની સત્તાવાર સમાચાર એજન્સી સુનાએ આ અંગે માહિતી આપી છે.

મીડિયા અહેવાલો અનુસાર, સમગ્ર શહેરમાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે રાજધાની ખાર્તુમને ઓમદુરમન અને બરહારી જિલ્લાઓ સાથે જોડતા નાઇલ પરના લગભગ તમામ પુલ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ હોવા છતાં, સેંકડો પ્રદર્શનકારીઓ વિરોધ કરવા રસ્તાઓ પર ઉતર્યા હતા. સત્તાવાળાઓએ વિરોધીઓને કેન્દ્રીય ખાર્તુમમાં મુખ્ય સરકારી ઇમારતો અને સંસ્થાઓ જેવી “સાર્વભૌમ અને વ્યૂહાત્મક” સ્થળોની નજીક જવાને લઈ ચેતવણી આપી છે. પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે, તેઓ રાષ્ટ્રપતિ ભવન તરફ જશે.

ખાર્તુમની સુરક્ષા સમિતિએ શું કહ્યું?

ખાર્તુમની સુરક્ષા સમિતિએ જણાવ્યું હતું કે, સુદાનના સુરક્ષા દળો “હિંસા અને અરાજકતા” ની પરિસ્થિતિનો સામનો કરશે. રાજધાની ખાર્તુમના વિવિધ વિસ્તારોમાંથી પ્રદર્શનકારીઓ એક જગ્યાએ એકઠા થશે અને રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરશે. આ સિવાય વડ મદાની અને અટબારા જેવા અન્ય શહેરોમાં પણ લોકોએ વિરોધ કર્યો હતો. ગયા સપ્તાહના અંતે, સુરક્ષા દળોએ હિંસક રીતે પ્રદર્શનકારીઓને વિખેરી નાખ્યા કારણ કે, તેઓએ રાષ્ટ્રપતિ ભવન પાસે ધરણા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્રણ પ્રદર્શનકારીઓના થયા મોત

ગયા રવિવારની હિંસામાં ઓછામાં ઓછા ત્રણ પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા. યુનાઈટેડ નેશન્સ અનુસાર, સુદાનની સેના પ્રદર્શનકારીઓને દબાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે. સૈનિકો પર મહિલા પ્રદર્શનકારીઓ પર ગેંગરેપ કરવાનો પણ આરોપ છે. નોંધપાત્ર રીતે, આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે, સુદાનના વડા પ્રધાન અબ્દુલ્લા હમડોકને ગયા મહિને એક કરાર હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

કરાર હેઠળ, હમડોકના નેતૃત્વમાં સેનાની દેખરેખ હેઠળ દેશમાં સ્વતંત્ર તકનીકી કેબિનેટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે, લોકશાહી તરફી આંદોલનકારીઓએ આ સમજૂતીને નકારી કાઢી છે અને પરિવર્તન સાથે સંપૂર્ણપણે અલગ સરકારની માંગણી કરી છે. વડાપ્રધાન અબ્દુલ્લા હમડોક દેશમાં વર્તમાન રાજકીય મડાગાંઠને ઉકેલવા માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચામાં વ્યસ્ત છે. આ સંબંધમાં તેઓ શુક્રવારે દેશની સૌથી મોટી ઉમ્મા પાર્ટીના નેતાઓને મળ્યા હતા.

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati