શ્રીલંકા તરફ જઈ રહેલા ચીનના જાસૂસી જહાજમાં એવું શું છે જે ભારત માટે જોખમી છે ?

ચીનનું જહાજ યુવાન વાંગ-5 શ્રીલંકાના હમ્બનટોટા બંદર તરફ આગળ વધી રહ્યું છે. શ્રીલંકાએ તેને પોતાના દેશમાં આવવાની મંજૂરી આપી છે. ભારત માટે આ ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે તે સામાન્ય જહાજ નથી. જાણો, ચીનના જાસૂસી જહાજની ખાસિયતો

શ્રીલંકા તરફ જઈ રહેલા ચીનના જાસૂસી જહાજમાં એવું શું છે જે ભારત માટે જોખમી છે ?
ચીનનું જહાજ યુવાન વાંગ-5 શ્રીલંકાના હમ્બનટોટા બંદર તરફ આગળ વધી રહ્યું છે.Image Credit source: Indianarrative
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 5:09 PM

ચીનનું (China)જહાજ યુવાન વાંગ-5 શ્રીલંકાના (Sri lanka) હમ્બનટોટા બંદર તરફ આગળ વધી રહ્યું છે. શ્રીલંકાએ તેને પોતાના દેશમાં આવવાની મંજૂરી આપી છે. ભારત (india) માટે આ ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે તે સામાન્ય જહાજ નથી. તે સેટેલાઇટ અને મિસાઇલ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. નવાઈની વાત એ છે કે ભારતે આ મામલે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ આ જહાજને રોકવાનો ઈન્કાર કરી દીધો છે.

ચીનનું જહાજ યુવાન વાંગ-5 11 થી 17 ઓગસ્ટની વચ્ચે શ્રીલંકા પહોંચશે. જોકે ભારત આના પર સતત નજર રાખી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જાસૂસી કરતું ચીનનું જહાજ ભારત માટે ચિંતાનો વિષય કેમ છે અને તેની યોગ્યતાઓ શું છે.

જાસૂસી ચીનના જહાજથી ભારતને કેટલો ખતરો?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ચીનનું જહાજ શ્રીલંકાના હમ્બનટોટા પોર્ટ પર રોકાશે. આ બંદર ભારતના દક્ષિણ ભારતીય રાજ્યથી માત્ર થોડા કિલોમીટર દૂર છે. આ ચીની જહાજ જાસૂસી કરવા જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા તેના અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકા દ્વારા ચીનના જહાજના પ્રવેશને પણ આર્થિક સ્થિતિ સુધારવાનું પગલું માનવામાં આવે છે. શ્રીલંકાનું આ પગલું ભારત માટે ખતરો બની શકે છે.

ચીન પાસેથી લોન લઈને બનાવ્યું હંબનટોટા બંદર, જહાજ અહીં રહેશે

હિંદુ રિપોર્ટ કહે છે કે, અગાઉ શ્રીલંકાએ આ જહાજના આગમનનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. હવે તે જહાજ હંબનટોટા બંદર તરફ આગળ વધવાની પુષ્ટિ કરવામાં આવી છે. શ્રીલંકાએ આ પહેલા શા માટે કર્યું હતું, તેણે હજુ સુધી આનું કારણ સ્પષ્ટ કર્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે હંબનટોટા બંદર જ્યાં ચીનના યુદ્ધ જહાજ રોકાશે તે ચીન પાસેથી લોન લઈને શ્રીલંકાએ બનાવ્યું છે.

ચીનના જહાજમાં એવું શું છે જે ભારત માટે મુશ્કેલ બની શકે છે?

ચીનનું જહાજ યુઆન વાંગ-5 તેની શોધ અને જાસૂસી માટે જાણીતું છે. તે ઘણી અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે.ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ચીની જહાજની એર રેન્જ 750 કિમીથી વધુ છે. કલ્પક્કમ, કુડનકુલમ જેવા ભારતના દક્ષિણી રાજ્યો સહિત ભારતીય સરહદની અંદર આવેલા પરમાણુ સંશોધન કેન્દ્રો પર નજર રાખવા માટે આટલું અંતર પૂરતું છે. તેમાં સેટેલાઇટ અને મિસાઇલ ટ્રેકિંગ સિસ્ટમ પણ છે, જે તેને જાસૂસીમાં મદદ કરે છે. એટલા માટે તે ભારત માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે.

ચીને આ જહાજ 2007માં જાસૂસી માટે બનાવ્યું હતું. આ જહાજ 222 મીટર લાંબુ અને 25.2 મીટર પહોળું છે. યુઆન વાંગ શ્રેણીનું આ ત્રીજું સૌથી અપગ્રેડેડ વર્ઝન છે. તેને ચીનની કંપની જિયાંગિન શિપયાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ જહાજ દ્વારા ચીન હિંદ મહાસાગર પર કબજો કરવા માંગે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">