આ પાડોશી દેશનો ખજાનો થયો ખાલી, ઈંધણ ખરીદવા માટે ભારત પાસે માગી 50 કરોડ ડોલરની લોન

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચાતેલનો ભાવ આસમાને છે. હાલમાં તે 85 ડોલરની આસપાસ છે. તેના કારણે શ્રીલંકાને તેલ આયાત કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

આ પાડોશી દેશનો ખજાનો થયો ખાલી, ઈંધણ ખરીદવા માટે ભારત પાસે માગી 50 કરોડ ડોલરની લોન

શ્રીલંકા સરકારે (Sri Lanka Government) શનિવારે કહ્યું કે તે વિદેશી મુદ્રા સંકટની વચ્ચે તેલની ખરીદીની ચૂકવણી કરવા માટે ભારત પાસેથી 50 કરોડ ડોલરની લોન સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ સંબંધમાં ઉર્જા મંત્રી ઉદય ગમ્મનપિલાએ કહ્યું લોન પ્રસ્તાવને મંજૂરી માટે નાણાકીય વિભાગને મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ તેને મંત્રીમંડળમાં રજૂ કરવામાં આવશે.

 

તેમને કહ્યું કે મંત્રીમંડળે પહેલા જ ઈંધણની ખરીદી માટે ઓમાન પાસેથી 3.6 અરબ ડોલરની લોનને મંજૂરી આપી દીધી છે. ગમ્મનપિલાએ આ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે વિદેશી મુદ્રા સંકટ અને કાચાતેલની ઉંચી વૈશ્ચિક કિંમતોની વચ્ચે દેશમાં ઈંધણની હાલની ઉપલબ્ધતાની ગેંરટી આગામી વર્ષ જાન્યુઆરી સુધી આપવામાં આવી શકે છે. દેશની પેટ્રોલિયમ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ઈંધણની કિંમતોમાં વૃદ્ધિની આશંકાને જોતા દેશના ઘણા વિસ્તારોમાં ગુરૂવારથી જ પેટ્રોલપંપો પર લાંબી લાઈનો લાગેલી છે.

તેલ આયાતનું બિલ ખુબ વધી ગયું છે

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચાતેલનો ભાવ આસમાને છે. હાલમાં તે 85 ડોલરની આસપાસ છે. તેના કારણે શ્રીલંકાને તેલ આયાત કરવામાં મુશ્કેલી થઈ રહી છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પ્રથમ 7 મહિનામાં દેશને તેલ પર ચુકવણી 41.5 ટકા વધી 2 અરબ ડોલર થઈ ગઈ છે. નાણાકીય મંત્રી તુલસી રાજપક્ષે ગયા મહિને કહ્યું હતું કે મહામારીના કારણે પર્યટન અને રવાનગીથી દેશની કમાણી પર અસર પડ્યા બાદ લંકા એક ગંભીર વિદેશી મુદ્રા સંકટનો સામનો કરી રહી છે.

આર્થિક કટોકટીની ઘોષણા

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષેએ દેશમાં આર્થિક કટોકટીની જાહેરાત કરી દીધી હતી. તેમને આ પગલુ સતત વધતી મોંઘવારીના કરાણે ઉઠાવ્યું. દેશની કરન્સી કિંમતમાં ઝડપથી ઘટાડો થયો છે, જેના કારણે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.

પ્રવાસન અને ચાની નિકાસ પર આધારિત છે અર્થવ્યવસ્થા

શ્રીલંકાની અર્થવ્યવસ્થા પર્યટન અને ચાની નિકાસ પર નિર્ભર છે. કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. રાજપક્ષે કહ્યું કે બાહ્ય કટોકટી ઉપરાંત ઘરેલુ મોરચે પણ કટોકટી છે. દેશની આવક ઘટી રહી છે, જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે.

 

આ પણ વાંચો: India vs Pakistan, T20 World Cup: 861 દિવસ બાદ ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જામશે મહાસંગ્રામ, UAE માં ભારતીય ખેલાડીઓ છે દમદાર, જુઓ

 

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનને નિશાન બનાવીને કરાયો હુમલો, રસ્તાની બાજુમાં થયા બે બોમ્બ વિસ્ફોટ, નાગરિકોના થયા મોત

Click on your DTH Provider to Add TV9 Gujarati