Spelling bee competition: સ્પર્ધામાં બે દાયકાથી ભારતીય વંશનાં સ્પર્ધકોનું સામ્રાજ્ય, આ વખતે પણ 9 ફાઇનાલિસ્ટ ભારતીય

spelling bee competition : સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીયો કરી રહ્યા છે શ્રેષ્ઠ પ્રદર્શન ,આ વખતે પણ ફાઇનલમાં ભારતીય મૂળના લોકો સામેલ.

Spelling bee competition: સ્પર્ધામાં બે દાયકાથી ભારતીય વંશનાં સ્પર્ધકોનું સામ્રાજ્ય, આ વખતે પણ 9 ફાઇનાલિસ્ટ ભારતીય
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 6:27 PM

spelling bee competition: ભારતીયો (Indians) જ્યાં જાય ત્યાં પોતાની એક છાપ છોડે છે.આવુ જ કંઇ સ્પેલિંગ બી સ્પર્ધામાં (spelling bee competition) થયુ છે. અમેરિકામાં 1925થી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા યોજાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે ગયા વર્ષે આ સ્પર્ધા યોજાઇ નહોતી. પરંતુ આ સ્પર્ધાની સૌથી રસપ્રદ વાત એ છે કે છેલ્લા 20 વર્ષમાં આ સ્પર્ધામાં  ભારતીય મૂળના બાળકોનું વર્ચસ્વ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે સવા કરોડ બાળકો આ સ્પર્ધામાં ભાગ લે છે. અમેરિકામાં સ્કૂલ જતા બાળકોમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા એક ટકાથી પણ ઓછી છે. તેમ છતાં 8 જુલાઇએ યોજાનારી ફાઇનલમાં 11માંથી 9 બાળકો ભારતીય મૂળના છે.

ભારતીય મૂળના લોકોના સારા પ્રદર્શન પાછળ આ પરિબળો કરે છે કામ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એક્સપર્ટ પ્રમાણે ભારતીય મૂળના લોકોના સારા પ્રદર્શન  માત્ર 5,00,000 શબ્દો યાદ કરવા પૂરતુ નથી  તેમની સાર યાદશક્તિ ,કોચિંગ ,ખેલ ભાવના,સ્પર્ધા પ્રત્યે ગર્વનો ભાવ એટલુ જ મહત્વ ધરાવે છે. એક્સપર્ટનુ કહેવુ છે કે સ્પેલિંગ બી,ગણિત અને વિજ્ઞાનની સ્પર્ધાઓમાં ભારતીય મૂળના બાળકો સારુ પ્રદર્શન કરતા રહે છે.

નેશનલ સ્પેલિંગ બીમાં ભારતવંશી બાળકોની જીતથી આ સ્પર્ધાનો ક્રેઝ વધી ગયો છે. ભારતીય સમાજમાં એકડેમિક ઉપલબ્ધિઓને ઘણુ સન્માન આપવામાં આવે છે. સાથે જ સારી યાદશક્તિ અને ઉચ્ચ સ્તરની જાણકારી રાખવી એક પ્રતિષ્ઠાની વાત હોય છે.

1985માં બાલૂ નટરાજન બન્યા હતા વિજેતા 

1985માં બાલૂ નટરાજન પહેલા ભારતવંશી હતા જેમણે આ સ્પર્ધા જીતી હતી  .તેઓ કહે છે જ્યારે હું વિજેતા બન્યો ત્યારે સ્પર્ધાને લઇને એટલુ કંઇ વિચાર્યુ નહોતુ. આજની પેઢી એક પગલુ આગળ આવીને મહેનત કરી રહી છે. આ વર્ષની સૌથી નાની ઉંમરની સેમી ફાઇનલિસ્ટ 10 વર્ષની તારિણી નંદકુમાર છે તેમણે હિંમત હારી નહિ. કહ્યુ  આવતી વખતે હું વધારે મહેનત કરીશ વિજેતા બનીશ જેથી મારા ભાઇ જે કેટલાક વર્ષો પહેલા સ્પર્ધામાં 19માં રેંક પર હતા તેમનુ સ્વપ્ન પૂર્ણ કરી શકુ.

ફાઇનાલિસ્ટ આશ્રિતા 3 કોચ સાથે કરે છે પ્રેક્ટિસ 

27 જૂને 11 ફાઇનાલિસ્ટમાં પોતાની જગ્યા બનાવનારી ભારતીય મૂળની 14 વર્ષની આશ્રિતા ગાંધારી કહે છે કે આ સ્પેલર્સ અને સ્પેલર્સનો મુકાબલો નથી. પરંતુ સ્પેલર્સ અને ડિક્શનરીનો મુકાબલો છે. આ માટે હું ત્રણ કોચની સાથે રોજ 10 કલાકની પ્રેક્ટિસ કરી રહી છું.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">