સ્પેનમાં ડૂબતી છોકરીની મૂર્તિએ મચાવ્યો હંગામો, દુનિયાને શું સંદેશ આપી રહી છે?

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Kunjan Shukal

Updated on: Oct 03, 2021 | 11:17 PM

Drowning Girl Statue: સ્પેનમાં ડૂબતી છોકરીની મૂર્તિને બિહાર નામ આપવામાં આવ્યું છે. જે વિશ્વના લોકોને ખૂબ જ મહત્વનો સંદેશ આપી રહ્યો છે. પ્રથમ નજરે લોકો તેને જોયા પછી ડરી ગયા હતા.

સ્પેનમાં ડૂબતી છોકરીની મૂર્તિએ મચાવ્યો હંગામો, દુનિયાને શું સંદેશ આપી રહી છે?
Drowning Girl Statue

Drowning Girl Statue in Spain: સ્પેનમાં (Spain) ડૂબતી છોકરીની મૂર્તિએ હલચલ મચાવી દીધી છે. આ મૂર્તિ બિલબાઓ શહેરમાં નોર્વિન નદીના પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી રહી છે. તેને બિહાર નામ આપવામાં આવ્યું છે. બિહારની પ્રતિમાનો અર્થ સ્થાનિક ભાષામાં કાલ કહેવાય છે. 

મૂર્તિને જોવા માટે પણ ઘણા લોકો એકઠા થઈ રહ્યા છે. બિહાર મૂર્તિ (Bihar Statue) દ્વારા આ સંદેશ આપવામાં આવી રહ્યો છે. જો સમયસર જીવન જીવવાની રીત ન બદલાય તો મનુષ્યને ડૂબવાથી કોઈ બચાવી શકતું નથી. મૂર્તિ દ્વારા લોકોને હવામાન પરિવર્તન અંગે ચેતવણી આપવામાં આવી રહી છે. તેમને પર્યાવરણ બચાવવા અપીલ કરવામાં આવી રહી છે. આ મૂર્તિ મેક્સીકન કલાકાર રૂબેન ઓરોઝકો દ્વારા ફાઈબર ગ્લાસમાંથી બનાવવામાં આવી છે.

છોકરીના ચહેરાની પ્રતિમામાં મોટી આંખો બતાવવામાં આવી છે. તે એક અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે, જે BBK નામના ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બીબીકે સ્થિરતા અને આબોહવા પરિવર્તન પર ચર્ચા કરવાનું કામ કરે છે.

રાતના સમયે સમુદ્રમાં ઉતારવામાં આવી છે

જળ વાયુ પરિવર્તન માટે લોકોને જાગૃત કરનાર બીબીકે જણાવ્યું હતું કે ‘કલાનો હેતુ એ બતાવવાનો છે કે જો અપને અસ્થિર મોડેલ પર દાવ લગાવવાનું ચાલુ રાખીએ છીએ તો શું થઈ શકે છે? રાત્રે મૂર્તિને દરિયામાં નીચે ઉતારવામાં આવી હતી. પછી સવારે જ્યારે લોકોએ તેને પાણીમાં જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થયા ગયા હતા.

હવે લોકો તેને જોવા માટે દૂર -દૂરથી આવી રહ્યા છે. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં ઓરોઝકોએ જણાવ્યું હતું કે, પ્રતિમાનો હેતુ લોકોને એ સમજાવવાનો છે કે આપણે જે કામ કરીએ છીએ તેનાથી આપણે ડૂબી જઈએ અથવા બચી પણ શકીએ છીએ.

‘બિહાર’ જોઈને લોકો પરેશાન થઈ ગયા

શરૂઆતમાં લોકો મૂર્તિને જોઈને અસ્વસ્થ થઈ ગયા અને તેઓ સમજી શક્યા નહીં કે તેના દ્વારા શું વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ધીરે ધીરે દરેકને તેનો અર્થ સમજાયો હતો. એક મહિલાએ કહ્યું ‘તે થોડું ડરામણી પણ વિચિત્ર છે. હવે મોજાઓ થોડા ઓછા થયા છે પણ તે ઉછળે છે અને તમે પણ આ જોઈ રહ્યા છો. તે થોડું ડરામણું છે. તે ખરેખર વાસ્તવિક લાગે છે. જાણે કોઈ ખરેખર ડૂબી રહ્યું હોય. મૂર્તિ બે મીટર ઊંચી છે અને સપ્ટેમ્બરમાં નદીમાં મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જયા બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ ! જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati