દક્ષિણ કોરિયાનો દાવો, ઉત્તર કોરિયાએ સમુદ્રમાં છોડી બેલેસ્ટિક મિસાઇલ

દક્ષિણ કોરિયાનો દાવો, ઉત્તર કોરિયાએ સમુદ્રમાં છોડી બેલેસ્ટિક મિસાઇલ
પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ કોરિયાએ (South Korea) ગુરૂવારે દાવો કર્યો હતો કે નોર્થ કોરિયાએ (North Korea)સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઇલ (Ballistic Missile)છોડી હતી.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

May 12, 2022 | 4:41 PM

(South Korea) દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ ગુરૂવારે તેના પૂર્વી સમુદ્ર તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. જોકે આ અંગે તેમણે વધુ માહિતી આપી નથી.  દક્ષિણ કોરિયાએ (South korea) ગુરૂવારે દાવો કર્યો હતો કે નોર્થ કોરિયાએ (North Korea)સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઇલ (Ballistic Missile)છોડી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ગૂરૂવારે તેના પૂકર્વ સમુદ્ર તરફ મિસાઇલ છોડી હતી. જોકે હજી એ નથી જણાવ્યું કે મિલાઇલ કેટલી દૂર જઇને પડી હતી. મતલબ કે તેમણે આ અંગે વધુ માહિતી આપી નથી.

તમને જણાવી દઈએ કે આ અઠવાડિયામાં ઉત્તર કોરિયાનું આ બીજું પરિક્ષણ છે. તે અગાઉ ગત સપ્તાહે શનિવારે નોર્થ કોરિયાએ આ જ રીતે સમુદ્રમાં એક બેલેસ્ટિક મિલાઇલ છોડી હતી. જાણકારોનું કહેવું છે કે ઉત્તર કોરિયા પોતાના પ્રતિદ્વંદ્વી પર દબાણ ઉભું કરવા સતત આ રીતે મિસાઇલનું પરીક્ષણ કરે છે.

4મેના રોજ નોર્થ કોરિયાએ છોડી હતી મિસાઇલ

દક્ષિણ કોરિયા અને જાપાનની સેનાઓએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ 4મેના રોજ રાજધાની પ્યોંગયાંગમાંથી એક શંકાસ્પદ મિલાઇલ છોડી હતી. તે અનુસાર ઉત્તર કોરિયાનું આ વર્ષે 15મું મિલાઇલ પરીક્ષણ છે. વાસ્તવમાં એવા સંકેતો મળી રહ્યા છે કે ઉત્તર કોરિયા એક પરમાણુ સ્થળ પર સુરંગો બનાવી રહ્યું છે. જેનાથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી શકે છે.

દક્ષિણ કોરિયાએ નોર્થો કોરિયાને કરી હતી નિશસ્ત્રીકરણની અપીલ

ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયાએ નવા રાષ્ટ્રપતિ યૂન સૂક યેઓલે મંગળવારે ઉત્તર કોરિયાને પરમાણુ નિશસ્ત્રીકરણ માટેની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયા પરમાણુ નિશસ્ત્રીકરણ માટે તૈયાર થાય તો આ બાબત અર્થ વ્યવસ્થામાં સુધારા માટે એક મજબૂત યોજના રજૂ કરશે. દક્ષિણ કોરિયાના રૂઢીવાદી નેતા યૂને મંગળવારે દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે સિયોલમાં શપથ ગ્રહણ સમારંભમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા પરમાણુ ખતરાને પહોંચી વળવા માટે વાતચીતના દરવાજા ખૂલ્લા રાખશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati