યુક્રેનના વખાણમાં લપસી જો બાયડેનની જીભ, ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે ઈરાન, આ છે કારણ

યુક્રેનના વખાણમાં લપસી જો બાયડેનની જીભ, ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે ઈરાન, આ છે કારણ
US President Joe Biden (File Photo)

ઇરાની લોકોનો ઉલ્લેખ થતાં જ જો બાયડેને સોશિયલ મીડિયા પર "ઇરાનીયન" શબ્દ સાથે ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. તે એટલા માટે કારણ કે આ પ્રથમ વખત નથી જ્યારે 79 વર્ષીય બાયડેન પોતાના જ શબ્દોમાં ફસાયા હોય.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Mar 02, 2022 | 5:56 PM

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન (Joe Biden) રશિયાના આક્રમણ વિરુદ્ધ ભાષણ આપ્યા બાદ અચાનક સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચામાં આવ્યા હતા. હકીકતમાં, સ્ટેટ ઑફ ધ યુનિયનના (State of the Union) ભાષણમાં, બાયડેને ભૂલથી યુક્રેનિયનોને બદલે “ઈરાનીઓ” કહ્યું. જે પછી બાયડેન (Joe biden) અને ઈરાન (Iran) બંનેએ ટ્વિટરની દુનિયા પર પ્રભુત્વ જમાવ્યું. બાયડેને પોતાના ભાષણમાં કહ્યું હતું કે પુતિન કિવને ટેન્કથી ઘેરી શકે છે, પરંતુ તે ક્યારેય ઈરાની લોકોના દિલ અને આત્મા જીતી શકશે નહીં.

ઇરાની લોકોનો ઉલ્લેખ થતાં જ જો બાયડેને સોશિયલ મીડિયા પર “ઇરાનીયન” શબ્દ સાથે ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. તે એટલા માટે કારણ કે આ પ્રથમ વખત નથી જ્યારે 79 વર્ષીય બાયડેન પોતાના જ શબ્દોમાં ફસાઇ ગયો હોય. બાળપણમાં તેમને બોલવામાં સમસ્યા હતી અને તેને દૂર કરવા માટે તેને કામ કરવું પડ્યું હતું. આ સમસ્યાને દૂર કરવા માટે યેટ્સ અને ઇમર્સનની રચનાઓ વાંચવામાં લાંબો સમય પસાર કરતા હતા.

ગયા વર્ષે, સોશિયલ મીડિયા પર તેમની એક ભૂલ ખૂબ જ વાયરલ થઇ જ્યારે તેમણે ઉપ-પ્રમુખ કમલા હેરિસને “પ્રેસિડેન્ટ હેરિસ” તરીકે ઓળખાવ્યા હતા. દરમિયાન, રાષ્ટ્રપતિ બાયડેને પુનરોચ્ચાર કર્યો છે કે તેમનો દેશ યુક્રેનમાં રશિયન દળો સામે સૈનિકો તૈનાત નહીં કરે. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મુક્ત વિશ્વનો પાયો હલાવવાનો પ્રયાસ કર્યો.

યુએસ પ્રમુખ જો બાયડેને યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે આજે ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ (SOTU) ને સંબોધિત કર્યું. આ દરમિયાન જો બાયડેને યુક્રેનના યુદ્ધ વિશે કહ્યું કે 6 દિવસ પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખોટો નિર્ણય લીધો હતો. રશિયાએ વિચાર્યું કે અમે યુક્રેનને કચડી નાખીશું, પરંતુ યુક્રેનના લોકોએ રશિયાને જડબાતોડ જવાબ આપ્યો. યુક્રેનના લોકોએ હિંમત બતાવી છે. અમેરિકા યુક્રેનના લોકો સાથે ઉભું છે.

જો બાયડેને કહ્યું, “રશિયાએ વિશ્વના પાયાને હલાવવાનો પ્રયાસ કર્યો છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે. અમે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છીએ. માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશો યુક્રેનની સાથે ઉભા છે. આ દરમિયાન બાયડેને જાહેરાત કરી હતી કે અમેરિકા રશિયા માટે તેનું એરબેઝ બંધ કરી રહ્યું છે. “અમે તમામ રશિયન ફ્લાઇટ્સ માટે યુએસ એરસ્પેસ બંધ કરવા માટે અમારા સહયોગીઓ સાથે જોડાઈશું,” તેમણે કહ્યું. યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે.”

આ પણ વાંચો –

Photos : તૂટેલી ઇમારતો…ખાલી પડેલી દુકાનો…લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા, તસવીરોમાં જુઓ રશિયન હુમલા બાદ યુક્રેનના હાલ

આ પણ વાંચો –

પોલેન્ડમાં વસતા આણંદના બિઝનેસમેન ભારતીયોની મદદે આવ્યા, વીડિયો જાહેર કરી જેને જરૂર હોય તેને મદદ માટે સંપર્ક કરવા કહ્યું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati