અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની (Firing ) મોટી ઘટના સામે આવી છે. આ ગોળીબાર નોર્થ કેરોલિનામાં (North Carolina) થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરના મેયરે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. રેલેના મેયર મેરી-એન બાલ્ડવિને પત્રકારોને જણાવ્યું હતું કે ન્યુઝ રિવર ગ્રીનવે પર સાંજે 5 વાગ્યાની આસપાસ ઘણા લોકોને ગોળી વાગી હતી અને પોલીસ વિભાગે તેમને 8 વાગ્યે જણાવ્યું હતું કે આ ઘટના રહેણાંક વિસ્તારમાં બની હતી.
છેલ્લા ઘણા સમય બાદ ફરીથી અમેરિકાના વધુ એક શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ વખતે નોર્થ કેરોલિના શહેરમાં ફાયરિંગના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત પાંચ નિર્દોષ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબારની ઘટનાને કારણે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. ઘાયલોને સારવાર માટે વેકમેડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રેલે પોલીસે માહિતી આપી છે કે, ગોળીબાર કરનાર આરોપી સગીર છે. હાલ તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. લોકોને તેમના ઘરમાં જ બંધ રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા શંકાસ્પદને ગેરેજમાં બંધ કરવામાં આવ્યો હતો.
અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક અજાણ્યા આરોપીએ અચાનક ગોળીબાર કર્યો જેમાં 5 લોકોના મોત થયા. પ્રાદેશિક મેયરે આ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ હુમલામાં એક પોલીસ અધિકારીનું પણ મોત થયું છે. રેલેના મેયર મેની એન વોલ્ડવિને પત્રકારોને જણાવ્યું હતું કે સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે ન્યુસ નદી ગ્રીનવે નજીક ઘણા લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે લગભગ 8 વાગે તેમને આ માહિતી આપી છે. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
અચાનક સાંજે હેડિંગહામને અડીને આવેલા વિસ્તારમાં પોલીસના અનેક વાહનો અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. લગભગ 4 કલાક સુધી પોલીસ અહીં હાજર રહી હતી. પોલીસ અહીં ફાયરિંગ કરનારને શોધી રહી હતી. આ ફાયરિંગથી રહેણાંક વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસ દ્વારા લોકોને પોતપોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના વિશે જાણ્યા પછી, સ્થાનિક ગવર્નર રોય કૂપરે સાંજે 7 વાગ્યા પહેલા ટ્વિટ કર્યું હતું કે ‘રાજ્ય અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર છે અને શૂટરને પકડવાનો પ્રયાસ કરી રહી છે.’