એક સાથે 30 ગાડીઓનો અકસ્માત જોતા જ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર રીતસર કાંપી ઉઠ્યો, જાણો ક્યાંની છે ઘટના

એક સાથે 30 ગાડીઓનો અકસ્માત જોતા જ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર રીતસર કાંપી ઉઠ્યો, જાણો ક્યાંની છે ઘટના
Shoaib Akhtar

વર્ષ 2012માં શોએબ અખ્તર એક વખત રોડ અકસ્માતનો શિકાર પણ બની ચૂક્યો છે, જ્યારે તેની કાર વડાપ્રધાન સચિવાલયની વચ્ચેના બેરિકેડ સાથે અથડાઈ હતી. જો કે આ ઘટનામાં તેને કોઈ ઈજા થઈ ન હતી અને તે બચી ગયો હતો.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 01, 2021 | 12:27 PM

ક્રિકેટમાં ઝડપના બાદશાહનું નામ શોએબ અખ્તર (Shoaib Akhtar) છે. પરંતુ, હાલમાં ઝડપના કારણે થયેલી તબાહી જોઈને તેમના હોશ ઉડી ગયા અને મન વિચલિત થઈ ગયું. પાકિસ્તાનના (Pakistan) પૂર્વ ફાસ્ટ બોલરે એક ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં લગભગ 30 વાહનો એકબીજા સાથે અથડાતા જોવા મળ્યા હતા. આ માર્ગ અકસ્માત (Accident) મંગળવારે સવારે બન્યો જ્યારે પાકિસ્તાનના શેખપુરામાં કાલા શાહ કાકુ નજીક મોટરવે M2 પર ધુમ્મસના કારણે વાહનો અથડાઈ ગયા.

દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમના સભ્યો લોકોનો જીવ બચાવવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ ટીમના અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10ને નજીકની તહેસીલ હેડક્વાર્ટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમ ઉપરાંત પોલીસ અને FWOની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના બાદ મોટરવે બ્લોક કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ દર્દનાક અકસ્માતનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ સાથે લોકોને સુરક્ષિત વાહન ચલાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

વર્ષ 2012માં શોએબ અખ્તર એક વખત રોડ અકસ્માતનો શિકાર પણ બની ચૂક્યો છે, જ્યારે તેની કાર વડાપ્રધાન સચિવાલયની વચ્ચેના બેરિકેડ સાથે અથડાઈ હતી. જોકે આ ઘટનામાં તેને કોઈ ઈજા થઈ ન હતી અને તે બચી ગયો હતો.

પેશાવરથી ઈસ્લામાબાદને જોડતો મોટરવે M1, લાહોરથી સિયાલકોટને જોડતો મોટરવે M11 અને લાહોરથી મુલતાનને જોડતો મોટરવે M3 સોમવારે સવારે ગાઢ ધુમ્મસને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. અને, આ અકસ્માત મોટરવે M2 પર મંગળવારે સવારે થયો હતો.

આ પણ વાંચો –

Harassment in Australian Parliament : મહિલાઓ માટે ‘હોન્ટેડ હાઉસ’ બની ઓસ્ટ્રેલીયાની સંસદ, 63% સાંસદો સાથે થયું યૌન શોષણ

આ પણ વાંચો – IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત અને રોહિત શર્માની સેલેરી વિરાટ કોહલી અને ધોની કરતા પણ વધારે, જાણો કઇ ટીમે કેટલો કર્યો ખર્ચ

આ પણ વાંચો – 

ગજબ ! ભારે વરસાદમાં વરરાજા નીકળ્યા દુલ્હનને લેવા, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ” કુછ ભી હો શાદી કરકે રહુંગા”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati