Second World war-240 મહિલાઓ સાથે શારીરિક દુરાચાર, 8 દાયકા બાદ ન્યાય, વાંચો 4 મહિલાની સંઘર્ષ કથા

Second World war- દરમિયાન જાપાની સૈનિકોએ કોરિયાની કેટલીક મહિલાઓને સેક્સ ગુલામ બનાવી હતી અને રોજ તેમનો રેપ કરવામાં આવતો હતો, આ મહિલાઓને 'comfort women' નામ આપવામાં આવ્યુ હતુ, જેને આખરે ન્યાય મળી ગયો છે...

Second World war-240 મહિલાઓ સાથે શારીરિક દુરાચાર, 8 દાયકા બાદ ન્યાય, વાંચો 4 મહિલાની સંઘર્ષ કથા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 11, 2021 | 4:29 PM

Second World war- દરમિયાન જાપાની સૈનિકોએ કોરિયાની કેટલીક મહિલાઓને સેક્સ ગુલામ બનાવી હતી અને રોજ તેમનો રેપ કરવામાં આવતો હતો, આ મહિલાઓને ‘comfort women’ નામ આપવામાં આવ્યુ હતુ, જેને આખરે ન્યાય મળી ગયો છે અને સાઉથ કોરીયાની એક કોર્ટે જાપાનની સરકારને પીડિત પ્રત્યેક મહિલાને 66 લાખ રૂપિયા યુકવવાનો આદેશ કર્યો છે.

એક રિપોર્ટ પ્રમાણે એક દિવસમાં 50 જેટલા જાપાની સૈનિકો આ મહિલાઓનો રેપ અને યૌન શોષણ કરતા હતા જેના કારણે કેટલીક મહિલાઓને યૌન સંબધિત બિમારીઓ થઇ ગઇ હતી જ્યારે કેટલીક મહિલાઓ ગર્ભવતી પણ થઇ ગઇ હતી. આ મામલો છે દ્રિતીય વિશ્વયુદ્ધ સમયનો કે જ્યારે કોરિયાની આ કોર્ટે વિશ્વ યુદ્ધ દરમિયાન જે મહિલાઓ સાથે રેપ થયા હતા તેમના હકમાં હવે જઇને ચુકાદો આપ્યો છે, સાઉથ કોરિયાની રાજધાની સિયોલની કેન્દ્રીય જિલ્લા કોર્ટે 12 પીડિત મહિલાઓને 66 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે, બીજા વિશ્વ યુદ્ધ દમિયાન કોર્ટે કહ્યુ કે આ મહિલાઓને સેક્સ ગુલામ બનાવવુ એ માણસાઇ વિરુદ્ધનો ગુનો છે , તમને જણાવી દઇએ કે પીડિત મહિલાઓએ 2013 માં કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

1910 થી લઇને 1945 સુઘી જાપાને ગેરકાયદેસર રીતે કોરિયાના કેટલાક ક્ષેત્ર પર કબજો કરી લીધો હતો તે જ સમય દરમિયાન આ મહિલાઓને સેક્સ ગુલામ બનવવામાં આવી હતી, મહિલાઓનું અપહરણ કરીને તેમને જબરદસ્તી જાપાનના કબજા વાળા વિસ્તારમાં લઇ જવામાં આવતી હતી, આ સ્ત્રીઓને ક્રૂર અને અમાનવિય પરિસ્થિતીઓમાં સંભોગ કરવાની ફરજ પાડવામાં આવતી હતી

ઘણા દાયકાઓથી, “comfort women” પર કોઈનું ધ્યાન ગયું ન હતું, જાપાનમાં જ્યારે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે અધિકારીઓએ તે માનવાનો ઇનકાર કરી દીધો હતો, 1980 ના દાયકા દરમિયાન કેટલીક સ્ત્રીઓએ તેમની સાથે થયેલા આ ગુનાઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું. 1987 માં દક્ષિણ કોરિયા લોકશાહી દેશ બન્યા બાદ, સ્ત્રીઓએ તેમની સાથે થયેલા આ અમાનવિય વર્તન વિશે વાત કરવાનું શરૂ કર્યુ હતું

ગુલામ બનાવવામાં આવેલી 240 મહિલાઓ પૈકી હવે ફક્ત 16 મહિલાઓ જ જીવિત છે, અને જે 12 મહિલાઓએ ન્યાય માટે અપીલ કરી હતી તેમાંથી 8 મહિલાઓ હવે હયાત નથી, જાપાને કોર્ટના આ ચુકાદાનો વિરોધ કર્યો છે, અને જાણકારો પ્રમાણે તો હવે જાપાન સાઉથ કોરિયાની કોર્ટનો આ ચુકાદો માનશે તેની સંભાવના ઓછી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">