સાઉદીએ પૈસા પરત માંગ્યા, મલેશિયાએ છીનવી લીધા પ્લેન, હવે UAE કંગાળ પાકિસ્તાનને દેખાડી શકે છે ‘ઔકાત’

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નવા પાકિસ્તાનની હાલત દિન-પ્રતિદિન બગડી રહી છે. પાકિસ્તાન પર લોન સતત વધી રહી છે અને હવે લેણીયાતો પૈસા પાછા માંગે છે.

સાઉદીએ પૈસા પરત માંગ્યા, મલેશિયાએ છીનવી લીધા પ્લેન, હવે UAE કંગાળ પાકિસ્તાનને દેખાડી શકે છે 'ઔકાત'

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નવા પાકિસ્તાનની હાલત દિન-પ્રતિદિન બગડી રહી છે. પાકિસ્તાન પર લોન સતત વધી રહી છે અને હવે લેણીયાતો પૈસા પાછા માંગે છે. થોડા મહિના પહેલા સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ટૂંક સમયમાં ત્રણ અબજ ડોલરની લોન ચૂકવવા કહ્યું હતું. આ પછી મિત્રો ગણાતા મલેશિયાએ લીઝ ફી ન ભરવા પર મુસાફરોને ઉતરાવીને વિમાન છીનવી લીધું હતું. હવે એવી સંભાવના છે કે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) પણ પાકિસ્તાન પાસેથી તેના પૈસા પાછા માંગી શકે છે.

ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા પછી તરત જ સાઉદીએ વર્ષ 2018માં પાકિસ્તાનને 6.2 અબજ ડોલરની આર્થિક સહાય પૂરી પાડી હતી. પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોન આપવામાં આવી હતી અને પાકિસ્તાને 3.2 અબજ ડોલરની ચુકવણી કરવાની હતી. જે તેલના બદલામાં પાકિસ્તાને ચૂકવ્યા નહોતા. પાકિસ્તાને તુર્કી અને મલેશિયા સાથે મિત્રતા વિકસાવવાનું શરૂ કર્યું, ત્યારબાદ સાઉદી સાથે તેના સંબંધો બગડ્યા હતા. ગયા વર્ષે પાકિસ્તાને તેલ માટે મોડી ચુકવણી પ્રક્રિયા સમાપ્ત કરી હતી. તેથી તેની પાસે ગયા વર્ષે અપાયેલા પૈસાની માંગણી પણ કરાઈ હતી.

યુએઈનું 3 અરબ ડોલરનું દેવું છે

હવે પાકિસ્તાન તેને એક અબજ ડોલરનો છેલ્લો હપતો ચૂકવશે, પરંતુ આ દરમિયાન યુએઈએ પણ નકાર કરી દીધો છે. યુએઈએ ડિસેમ્બર 2018માં ત્રણ અબજ ડોલરની આર્થિક સહાય પૂરી પાડી હતી. આગામી 24મી જાન્યુઆરીએ એક અબજ ડોલરની ચુકવણીની તારીખ છે. પરંતુ યુએઈએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે તે આ નાણાં માંગશે કે નહીં. એક્સપ્રેસ ટ્રિબ્યુનલે પાકિસ્તાનના નાણાં પ્રધાનના હવાલાથી આ વાત કહી છે. પાકિસ્તાનના નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો આ સુવિધા પાછી નહીં ખેંચાય તો આ લોન બીજા વર્ષ માટે વધી શકે છે.

પહેલેથી જ તેલ ચુકવણીની સુવિધા પાછી ખેંચી લીધી છે

યુએઈએ અગાઉ પાકિસ્તાનને તેલની ચુકવણીમાં વિલંબ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ આ 3 અબજ ડોલરની સુવિધા ટૂંક સમયમાં પાછી ખેંચી લેવામાં આવી હતી. દેવામાં ડૂબી રહેલા પાકિસ્તાન આવી સ્થિતિમાં પોતાના જૂના મિત્ર ચીન તરફ નજર રાખી રહ્યું છે. તેણે સાઉદીનું દેવું ચુકવવા માટે ચીન પાસેથી લોન લીધી હતી. આ માટે તેણે અત્યાર સુધી ત્રણ વાર લોન લીધી છે.

 

આ પણ વાંચો: Twitterના બાયોમાં છલકાયો વિરાટ કોહલીનો દીકરી પ્રેમ, જાણો શું લખ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati