મક્કામાં આવેલી મસ્જિદના ગેટમાં ઘુસી બેકાબૂ કાર, જુઓ લાઇવ વીડિયો

સાઉદી અરબના એક વ્યક્તિ દ્વારા શુક્રવારે મોડી સાંજે મક્કા મસ્જિદના બહારના ગેટ પર બેકાબૂ ગાડીથી ટક્કર મારવાની ઘટના સામે આવી છે.  આ ઘટના રાત્રે 10.30 વાગ્યે બની હતી.જાણકારી મુજબ આ વ્યક્તિની ગાડીએ પહેલા ગેટ પાસે લાગેલા એક બેરિયરને ટક્કર મારી ત્યારબાદ મસ્જિદના દક્ષિણ સ્થિત દરવાજાને ગાડી દ્વારા ટક્કર મારવામાં આવી. આ સમગ્ર મામલામાં  પોલીસ દ્ગારા […]

મક્કામાં આવેલી મસ્જિદના ગેટમાં ઘુસી બેકાબૂ કાર, જુઓ લાઇવ વીડિયો
Niyati Trivedi

| Edited By: Pinak Shukla

Oct 31, 2020 | 3:57 PM

સાઉદી અરબના એક વ્યક્તિ દ્વારા શુક્રવારે મોડી સાંજે મક્કા મસ્જિદના બહારના ગેટ પર બેકાબૂ ગાડીથી ટક્કર મારવાની ઘટના સામે આવી છે.  આ ઘટના રાત્રે 10.30 વાગ્યે બની હતી.જાણકારી મુજબ આ વ્યક્તિની ગાડીએ પહેલા ગેટ પાસે લાગેલા એક બેરિયરને ટક્કર મારી ત્યારબાદ મસ્જિદના દક્ષિણ સ્થિત દરવાજાને ગાડી દ્વારા ટક્કર મારવામાં આવી. આ સમગ્ર મામલામાં  પોલીસ દ્ગારા ગાડી ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના મુજબ આ વ્યક્તિની માનસિક હાલત સારી નથી. વીડિયોમાં જોઇ શકાય છે કે પોલીસ ક્ષતિગ્રસ્ત ગાડીને ઘટના સ્થળેથી હટાવી રહી છે.

કોરોના મહામારીના કારણે બંધ પડેલી મસ્જિદને હાલમાં જ ખોલવાામાં આવી છે. અત્યારે સાઉદી અરબમાં રહેવાવાળા વ્યક્તિઓને  ઉમરા માટે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ રવિવારથી મર્યાદિત સંખ્યામાં વિદેશીઓને પણ પરવાનગી આપવામાં આવશે. આ રીતે વિદેશી શ્રધ્ધાળુઓ મક્કા મદીનાની યાત્રા કરી શકશે. ગાઇડલાઇન પ્રમાણે અહીં આવનારા વિદેશી તીર્થયાત્રીઓ ને પ્રથમ દિવસે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. તીર્થયાત્રીઓ પાસે 72 કલાક સુધીનો પીસીઆર રિપોર્ટ નેગેટીવ હોવો જરુરી છે.ઉલ્લેખનીય છ કે સાઉદી અરબની સરકારે માર્ચમાં ઉમરા અને મસ્જિદમાં નમાજ પર રોક લગાવેલી છે.સાથે જ આંતરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવેલી છે.

https://www.instagram.com/p/CHAGmBbKX_X/

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati