સાઉદી અરેબિયા મહિલાઓને અવકાશમાં મોકલશે, 4 વર્ષ પહેલા મહિલાઓને કાર ચલાવવાની મંજૂરી અપાઇ હતી

પ્રથમ ફ્લાઇટ વર્ષ 2023માં શરૂ કરવામાં આવશે અને પ્રથમ સાઉદી મહિલા પાઇલટને જવાનો મોકો મળશે. સાઉદી અરેબિયા આ મિશનને વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તેના નામે એક ઐતિહાસિક ઘટના નોંધાઈ શકે.

સાઉદી અરેબિયા મહિલાઓને અવકાશમાં મોકલશે, 4 વર્ષ પહેલા મહિલાઓને કાર ચલાવવાની મંજૂરી અપાઇ હતી
સાઉદી અરેબિયા મહિલાઓને અવકાશમાં મોકલશે
Image Credit source: (Pixabay) પ્રતિકાત્મક તસ્વીર
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Sep 22, 2022 | 8:04 PM

ચાર વર્ષ પહેલા મહિલાઓને કાર ચલાવવાની મંજૂરી આપ્યા બાદ હવે સાઉદી અરેબિયા (Saudi Arabia)પહેલીવાર મહિલાઓને (Women)અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. કિંગડમે ગુરુવારે પ્રથમ અવકાશયાત્રી (Astronaut)કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સક્ષમ સાઉદી કર્મચારીઓને લાંબા અને ટૂંકા ગાળાની અવકાશ ઉડાનો માટે તાલીમ આપવાનો છે. આ પ્રોગ્રામ હેઠળ પુરૂષ અવકાશયાત્રીઓની સાથે મહિલા અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં આવશે. હકીકતમાં, તે રાજ્યના મહત્વાકાંક્ષી વિઝન 2030નો એક ભાગ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સાઉદી સ્પેસ કમિશને કહ્યું કે આ કાર્યક્રમનો હેતુ સાઉદી અવકાશયાત્રીઓને સ્વાસ્થ્ય અને સ્પેસ ટેક્નોલોજી વિશે જાણકારી આપવાનો છે. સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અનુભવી કેડર્સને લાંબી અને ટૂંકી અવકાશ ઉડાનો અને ભાવિ અવકાશ મિશનમાં ભાગ લેવા માટે તૈયાર કરવાનો છે. પ્રોગ્રામ દ્વારા કિંગડમનો ઉદ્દેશ્ય જીવનના ઘણા પાસાઓમાં ભવિષ્યમાં આ ક્ષેત્ર જે તકો આપે છે તેનો લાભ લેવાનો છે.

પ્રોગ્રામ મુજબ, પ્રથમ ફ્લાઇટ વર્ષ 2023 માં શરૂ કરવામાં આવશે અને આમાં પ્રથમ સાઉદી મહિલા પાઇલટને જવાનો મોકો મળશે. સાઉદી અરેબિયા આ મિશનને વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તેના નામે એક ઐતિહાસિક ઘટના નોંધાઈ શકે.

ચીન 2025 સુધીમાં અવકાશ પ્રવાસન શરૂ કરવાની યોજના ધરાવે છે

તે જ સમયે, ચીન વર્ષ 2025 સુધીમાં સ્પેસ ટુરિઝમ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના હેઠળ લોકોને સ્પેસ વોક કરાવવામાં આવશે. ચીન પહેલા એલોન મસ્ક, બેન જોસેફ સ્પેસ વોક કરી ચૂક્યા છે. ચીન વર્ષ 2025 સુધીમાં સ્પેસ ટુરીઝમ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત પણ આ દિશામાં એક પગલું આગળ વધારવા જઈ રહ્યું છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati