ચીને LAC પાસે 100 સૈનિકો કર્યા તૈનાત, સેટેલાઇટ પુરાવા આવ્યા સામે

લદ્દાખમાં સરહદ પર ભારત અને ચીનના સૈનિકો ઘણી જગ્યાએ સામ-સામે છે અને બંન્ને દેશોની સૈન્ય વચ્ચેના વાટાઘાટો દ્વારા કોઈ સમાધાન મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં ભારતીય સૈન્ય વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લાંબા તનાવ માટે તૈયાર છે. બંન્ને દેશોએ સૈન્ય તૈનાત કરવાનું વધારી દીધું છે. બન્ને તરફથી ખૂબ જ ઓછા અંતરે એક હજારથી […]

ચીને LAC પાસે 100 સૈનિકો કર્યા તૈનાત, સેટેલાઇટ પુરાવા આવ્યા સામે
TV9 Webdesk11

| Edited By: Heena Chauhan

Sep 28, 2020 | 6:26 PM

લદ્દાખમાં સરહદ પર ભારત અને ચીનના સૈનિકો ઘણી જગ્યાએ સામ-સામે છે અને બંન્ને દેશોની સૈન્ય વચ્ચેના વાટાઘાટો દ્વારા કોઈ સમાધાન મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં ભારતીય સૈન્ય વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લાંબા તનાવ માટે તૈયાર છે. બંન્ને દેશોએ સૈન્ય તૈનાત કરવાનું વધારી દીધું છે. બન્ને તરફથી ખૂબ જ ઓછા અંતરે એક હજારથી વધુ સૈનિકો હાજર છે.

4 મે અને 24 મે, 2020 ના ફોટાઓની તુલના (સોર્સ- યુરોપિયન સ્પેસ એજન્સી)

યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા લેવામાં આવેલા સેટેલાઇટ ફોટા લદાખના પેંગોંગ તળાવ નજીક ITBP કેમ્પની સામે ચીની સૈનિકોના બિલ્ડ-અપની પુષ્ટિ કરે છે. જ્યારે છેલ્લા એક મહિનાની તસવીરોની તુલના કરવામાં આવે ત્યારે, આ સમયગાળા દરમિયાન LACની બીજી તરફ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની ગતિવિધિનો ખ્યાલ આવે છે. 24 મેના ફોટોગ્રાફ્સના વિશ્લેષણમાં આઇટીબીપી કેમ્પથી લગભગ 3 કિલોમીટરના અંતરે નાની બોટોના ઉપયોગ દ્વારા ચીની સૈનિકોની સંભવિત મુવમેન્ટ બતાવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફોટોગ્રાફ્સના ઐતિહાસિક વિશ્લેષણ બતાવે છે કે આઇટીબીપી પાસે સરહદની આ બાજુ ઘણા વર્ષોથી કાયમી છાવણી છે. આ ચિત્રો એલએસીથી લગભગ 2.5 કિમીના અંતરે ચીની સૈનિકોની હાજરી સૂચવે છે. આ હાજરી મે 2020 ના પહેલા અઠવાડિયામાં લેવામાં આવેલી તસવીરોમાં જોવા મળી ન હતી.

એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે ચીનીઓએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સૈનિકોએ તેને અટકાવી દીધા હતા. ગલવાન ખીણ અને પેંગોંગ તળાવની આસપાસનાં વિસ્તારો હોટસ્પોટ બન્યા છે, જ્યાં તણાવ વધુ છે અને આ ઓછો થવાના કોઈ સંકેત નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ લદ્દાખ અને ગલવાન ખીણપ્રદેશના પેંગોંગ ત્સો સેક્ટરમાં નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે, જ્યાં ચીને તાજેતરમાં સૈનિકોની તૈનાતીમાં વધારો કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati