રશિયાએ યુક્રેનમાં છોડી મિસાઈલ, પોલેન્ડમાં મિસાઈલ પડવાથી બે નાગરિકોના મોત, રશિયાના રાજદૂત પાસે ખુલાસો માંગ્યો

સરહદ પર મિસાઇલો પડી હોવાના અહેવાલો પછી પોલેન્ડના વડા પ્રધાન મેટ્યુઝ મોરાવીકીએ મંત્રી પરિષદની સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી.

રશિયાએ યુક્રેનમાં છોડી મિસાઈલ, પોલેન્ડમાં મિસાઈલ પડવાથી બે નાગરિકોના મોત, રશિયાના રાજદૂત પાસે ખુલાસો માંગ્યો
Russias missile attack on UkraineImage Credit source: Image Credit Source: @AmichaiStein1
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 7:11 AM

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયા દ્વારા છોડવામાં આવેલી બે મિસાઈલો યુક્રેન સરહદ પાસે નાટોના સભ્ય દેશ પોલેન્ડના વિસ્તારમાં પડી હતી. પોલેન્ડના મીડિયાને ટાંકિને રજુ થયેલા મીડિયા અહેવાલ અનુસાર પોલેન્ડ યુક્રેનની સરહદ પર લ્યુબ્લિન વોઇવોડશીપમાં પ્રિઝવોડોના વસ્તીવાળા વિસ્તારમાં બે મિસાઈલ પડ્યા. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, પોલીસ અને સેના ઘટનાસ્થળે કામ કરી રહી છે.

પોલેન્ડે રશિયાના રાજદૂતને બોલાવ્યા

તાજા સમાચાર અનુસાર, પોલેન્ડે આ મામલે રશિયાના રાજદૂતને બોલાવ્યા છે. પોલેન્ડના વિદેશ મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. મંત્રાલયના પ્રવક્તા લુકાજ જેસીનાએ કહ્યું કે અમે તાત્કાલિક આ ઘટના અંગે રશિયાના રાજદૂત પાસે વિગતવાર ખુલાસો માંગ્યો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 15 નવેમ્બરે રશિયા તરફથી યુક્રેન પર ભારે હુમલો કરવામાં આવ્યો હતો અને સેનાએ તેના માળખાને પણ નષ્ટ કરી દીધા હતા. મધ્યરાત્રીના 3.40 વાગ્યે લ્યુબ્લિન પ્રાંતના હ્રુબિજોવ જિલ્લાના પ્રઝેવોડોવ ગામ પર રશિયન બનાવટની મિસાઈલ છોડવામાં આવી હતી અને તેના પરિણામે પોલેન્ડ પ્રજાસત્તાકના બે નાગરિકોના મૃત્યુ થયા હતા. એટલા માટે પોલેન્ડના વિદેશ પ્રધાન ઝબિગ્ન્યુ રાઉએ તાત્કાલિક રશિયન રાજદૂતને બોલાવીને આ ઘટના અંગે વિગતવાર ખુલાસો માંગ્યો છે.

રશિયન બનાવટની છે મિસાઈલ, પોલેન્ડના વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

ન્યૂઝ એજન્સી ANI તરફથી મળેલી તાજેતરની માહિતી અનુસાર, પોલેન્ડના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેના ક્ષેત્રમાં પડેલું રોકેટ રશિયામાં બનાવવામાં આવ્યું હતું. બીજી તરફ, નાટોની કલમ 4ના આધારે પોલેન્ડ દ્વારા કરવામાં આવેલી વિનંતી હેઠળ, નાટોમાં સામેલ સભ્ય દેશોના રાજદૂતો આજે આ મામલે એક બેઠક કરશે. નાટોના આર્ટિકલ 4 મુજબ, નાટોના સભ્યો, નાટો સભ્ય રાષ્ટ્રની સુરક્ષાને લઈને કોઈપણ મુદ્દો ઉઠાવી શકે છે. યુરોપિયન રાજદ્વારીઓને ટાંકીને આ માહિતી સામે આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

રશિયાએ કર્યો ઈન્કાર

મોસ્કોએ પોલેન્ડ પર રશિયન મિસાઇલોના હુમલાના અહેવાલને ‘ઉશ્કેરણી’ ગણાવી છે તેમ ન્યૂઝ એજન્સી એએફપીએના અહેવાલ જણાવે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે રશિયન મિસાઇલો પોલેન્ડના વિસ્તારમાં ત્રાટકી હતી. અહેવાલનું વર્ણન કરતાં, તેને “યુદ્ધની વધતી જતી સ્થિતિ વચ્ચે ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી” તરીકે વર્ણવવામાં આવ્યું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુક્રેન-પોલેન્ડ સરહદને નિશાન બનાવીને રશિયન મિસાઈલો દ્વારા કોઈ હુમલા કરવામાં આવ્યા નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">