ખાર્કિવમાં આરપારની લડાઈના મૂડમાં રશિયા, સૈનિકોને વિમાનમાંથી ઉતર્યા

ખાર્કિવમાં આરપારની લડાઈના મૂડમાં રશિયા, સૈનિકોને વિમાનમાંથી ઉતર્યા
રશિયાએ ખાર્કિવમાં સૈનિકોને વિમાનમાંથી ઉતર્યા (પ્રતિકાત્મક તસવીર)

રશિયા બોર્ડર પછી રશિયન ભાષામાં બોલતા શહેર ખાર્કિવની વસ્તી લગભગ 1.5 મિલિયન છે અને ખાર્કીવ પર નિયંત્રણ રશિયન સેનાનું મુખ્ય નિશાન છે. રશિયન સરહદથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલ આ શહેર રશિયન સૈનિકો, ટેન્ક અને યુદ્ધ વિમાનોનો સામનો કરી રહ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Mar 02, 2022 | 12:45 PM

રશિયાએ (Russia) યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર હુમલા વધારી દીધા છે. રશિયાએ પૂર્વ યુક્રેનના (Ukraine) આ શહેર ઉપર કબજો કરવા માટે વિમાનમાંથી સૈનિકોને ઉતાર્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ યુક્રેનિયન સૈન્યને ટાંકીને જણાવ્યું હતું કે ખાર્કિવમાં (Kharkiv) રશિયા અને યુક્રેનના સૈન્યદળ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. યુક્રેનિયન સૈન્યએ કહ્યું છે કે રશિયન દળોએ એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે અને રશિયાન આક્રમણકારો અને યુક્રેનિયનો વચ્ચે ભારે લડાઈ ચાલુ છે. જોકે હજુ પણ  યુક્રેનના સૈન્યની વળતી લડાઈ અને નાગરિકોના વિરોધને કારણે ખાર્કિવમાં રશિયા કબજો મેળવી શક્યુ નથી.

ખાર્કિવ પર કબજો મેળવવો મોસ્કોનું લક્ષ્ય ?

તમને જણાવી દઈએ કે રશિયા બોર્ડર પછી રશિયન ભાષામાં બોલતા શહેર ખાર્કિવની વસ્તી લગભગ 1.5 મિલિયન છે અને ખાર્કીવ પર નિયંત્રણ રશિયન સેનાનું મુખ્ય નિશાન છે. રશિયન સરહદથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલ આ શહેર રશિયન સૈનિકો, ટેન્ક અને યુદ્ધ વિમાનોનો સામનો કરી રહ્યું છે. ખાર્કિવમાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે તેની કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ યુક્રેનની સેનાના મથકો, રહેણાંક એપાર્ટમેન્ટ અને રમતગમતના મેદાનો સતત બોમ્બમારાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

ખાર્કિવ પ્રતિકારનું મજબૂત કેન્દ્ર છે

લગભગ 1.5 મિલિયનની વસ્તી ધરાવતું ખાર્કિવ પ્રતિકારનું મજબૂત કેન્દ્ર છે. પરંતુ મોસ્કો મુખ્યત્વે રશિયન બોલતા શહેર ખાર્કીવ પરના હુમલા ઘટાડવાના મૂડમાં ન હોવાનું જણાય છે. રશિયન નિષ્ણાતો માઈકલ કોફમેને કહ્યું છે કે રશિયાને અપેક્ષા હતી કે તેને મજબૂત પ્રતિકારનો સામનો કરવો પડશે નહીં, પરંતુ રશિયા પણ પૂર્વી યુક્રેનમાં મજબૂત પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. કોફમેને કહ્યું કે ખાર્કિવ પર રશિયા દ્વારા બોમ્બમારાની સખ્યા વધી શકે છે.

યુક્રેન બેલારુસથી હુમલાની ધમકી આપે છે

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેને બેલારુસ તરફથી પણ હુમલાની આશંકા છે. મંત્રાલયે કહ્યું કે બેલારુસના સૈનિકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેઓ યુક્રેન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વ્યુહાત્મક સ્થળે તહેનાત છે. અગાઉ ઘણા નિષ્ણાતોએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બેલારુસ રશિયાને સમર્થન આપી શકે છે. અને તેમની આશંકા મુજબ જ બેલારુસ વર્તી રહ્યુ છે. એવુ પણ કહેવાય છે કે, રશિયાના સૈનિકો બેલારુસથી યુક્રેનમાં પ્રવેશ્યા છે. અને તેઓ યુક્રેનના એક પછી એક શહેર કબજે કરવા આગળ વધી રહ્યાં છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: રશિયા પર રમત ગમત સંસ્થાઓના પ્રતિબંધોની યાદી થઇ લાંબી, શૂટીંગ, ટેનિસ, ફોર્મ્યૂલા વન સહિત અનેક સ્પર્ધાઓ પર રોક

આ પણ વાંચોઃ

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પરમાણુ હુમલાની અટકળોએ જોર પકડ્યું, રાષ્ટ્રપતિ પુતિને તેમના પરિવારને સલામત સ્થળે ખસેડ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati