Russia Ukraine War: UNSCમાં પુતિનને અમેરિકાની ચેતવણી, રશિયા પરમાણુ પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવે

યુએસ ડિપ્લોમેટે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેન પર રશિયન સૈન્યના હુમલાની નિંદા કરી અને કહ્યું કે રશિયાએ શક્ય તેટલી વહેલી તકે યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ.

Russia Ukraine War: UNSCમાં પુતિનને અમેરિકાની ચેતવણી, રશિયા પરમાણુ પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવે
Vladimir Putin Joe Biden
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 6:53 AM

Russia Ukraine War: યુક્રેન(Ukraine)માં રશિયા(Russia)ના ઝડપી હુમલા બાદ બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ શુક્રવારે મોડી રાત્રે ફરી એકવાર ઇમરજન્સી બેઠક યોજી હતી. આ બેઠકમાં અમેરિકાએ રશિયા પર જોરદાર નિશાન સાધ્યું હતું. યુએનએસસીમાં અમેરિકી રાજદ્વારીએ કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Vladimir Putin)9 દિવસમાં યુક્રેન પર તબાહી મચાવી દીધી છે. અમેરિકાએ કહ્યું છે કે રશિયાએ પરમાણુ પ્લાન્ટ(Nuclear Plant)ને યુદ્ધનો ભાગ ન બનાવવો જોઈએ.આપણે 15 ન્યુક્લિયર પ્લાન્ટની જવાબદારી લેવી પડશે. યુએનએસસીમાં અમેરિકી રાજદૂતે કહ્યું કે યુરોપ ઝડપથી યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. પુતિન, તેમનું ગાંડપણ બંધ કરે અને તરત જ યુક્રેનમાંથી તેમની સેના પાછી ખેચી લે.

યુએસ ડિપ્લોમેટે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેન પર રશિયન સૈન્યના હુમલાની નિંદા કરી અને કહ્યું કે રશિયાએ શક્ય તેટલી વહેલી તકે યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ. અમેરિકાએ કહ્યું કે યુક્રેનમાં રશિયન સૈનિકો પણ માર્યા ગયા છે, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ આનાથી પરેશાન નથી. અમેરિકાએ કહ્યું, રશિયાએ પોતાના સૈનિકોનું સન્માન પણ નથી કર્યું.અગાઉ, યુએસ પ્રમુખ જૉ બિડેનના વહીવટીતંત્રે ફરી એકવાર રશિયાને ચેતવણી આપી હતી કે જો તે યુક્રેન પર આક્રમણ કરશે તો ભયાનક પરિણામો આવશે અને કહ્યું કે જો ક્રેમલિન રચનાત્મક રીતે પસંદ કરે તો મુત્સદ્દીગીરીનો માર્ગ હજુ પણ ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે. જેના કારણે ત્યાં આગ ફાટી નીકળી હતી, જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી. પાંચ માળના ટ્રેનિંગ સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી અને જેપોરિઝિયા પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. અગાઉ યુક્રેનની ઈમરજન્સી સેવાને અહીં મંજૂરી નહોતી. પરંતુ બાદમાં તેને આ માટે પરવાનગી મળી હતી. તેમણે કહ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી. હવે અહીંની નવીનતમ સ્થિતિની માહિતી સામે આવી છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

બિલ્ડિંગને નુકસાન થવાથી યુનિટની સુરક્ષા પર કોઈ અસર થઈ નથી. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ અને સિસ્ટમની સલામતી માટે જરૂરી પરિબળો યોગ્ય રીતે કાર્ય કરે છે. હાલમાં, રેડિયેશનની સ્થિતિમાં કોઈ ફેરફાર નોંધવામાં આવ્યો નથી. SNRIU માહિતી અને કટોકટી કેન્દ્ર સક્રિય કરવામાં આવ્યું છે. SNRIU અને SSTC NRS ના નિષ્ણાતો જેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલકોના સંપર્કમાં છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">